Breaking News

બાળકી તેની માતા સાથે જઇ રહી હતી અચાનક કેનાલમાં પડી ગઈ ને પછી તો…

મિત્રો આપણી રોજિંદી જિંદગીમાં અનેક વાર સાંભળ્યું જ હશે એક નાની ચૂક કે નાની અમથી ભૂલ ઘણું મોટું પરિણામ આપી જાય છે સહેજ ચૂક ઘણી મોટી મુશ્કેલીઓ માં મૂકી દેતી હોય છે અહીં કંઈક એવા જ ઘાટ જોવા મળ્યા છે એક સાથે સમાજ ને જાગૃત કરતા દાખલાઓ સામે આવ્યા છે જે થકી આપણે પણ ઘણું સાવચેત થવાની જરૂર હોય એવું જણાશે.

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બની છે. કેનાલમાં ડુબી જવાથી બે દિવસમાં બેનાં મોત થયા છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ડુબી ગયેલી દોઢ વર્ષની બાળકીની લાશને ફાયરબ્રીગેડના જવાનોએ બહાર કાઢી છે. રવિવારે સાંજના સમયે બાળકી તેની માતા સાથે જઇ રહી હતી તે સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંન્ને કેનાલમાં પડી ગયા હતાં. સ્થાનિક યુવાનોએ માતાને બચાવી લીધી પરંતુ બાળકીનો પત્તો ન લાગતા આજે વહેલી સવારથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી.

અગાવ પણ ઘણી વાર કાંઠા વિસ્તારોમાં આ પ્રકારની ઘટના બની ચુકી છે પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેનની વિગતો એવી છે કે, દોઢ વર્ષીય બાળકીનું કેનાલમાં પડી જતાં કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે માતા વસંનબેનને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય એક ઘટનામાં, રાજકોટના લોધિકા નજીક વાગુદડ નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોર પૈકી બેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.  રાજકોટના વાગુદડ  નજીક પાણીમાં ન્હાવા માટે 4 યુવાનો પડ્યા હતા. પાણીમાં પડેલા આ યુવાનો તણાયા હતા. જેને બચાવવા માટે રેસ્ક્યૂ શરુ કરવામાં આવ્યું છે. બચાવકાર્યમાં બે યુવાનોનો આબાદ બચાવ થયો. પરંતુ  અન્ય 2 યુવાનોના મોત થયા છે.

બપોરના સમયે આ યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન 2 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે 2 યુવકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, મામલતદાર લેવલના અધિકારીઓ આ સ્થળે આવી પહોંચ્યા છે.

ચાર પૈકી મૂળ એમપીના 17 વર્ષીય કૃણાલ પંડ્યા અને મૂળ બિહારના 12 વર્ષીય અમન ગુપ્તાનું ડૂબી જતા મોત નિપજ્યું છે. પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે. આમ એક સાથે બે કરુણ ઘટનાઓ સામે આવી હતી જે ખરેખર અનેક લોકો ને માટે એક બોધ પાઠ આપી રહી હોય એવું જણાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પોલીસને કહ્યું કે, કન્ટેનરમાં AC ભરેલા છે, પોલીસને શંકા જતા કન્ટેનર ખોલ્યું, 2 જ સેકન્ડમાં ખુલી ગઈ ખુબ મોટી પોલ..!

છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વિચિત્ર બનાવો પણ બનવા લાગ્યા છે. આ બનાવોને સાંભળ્યા બાદ …

Leave a Reply

Your email address will not be published.