Breaking News

બાળક બ્લોકના પગથિયાં ગણી રહ્યો હતો એવામાં પાડોશી ગાડીની ડેકીમાં નાખી અપહરણ કરી ગયો ને પછી સામે આવી આ રહસ્યમય વાત..!

સમગ્ર દેશની વાત કરવામાં આવે તો હાલમાં અપહરણ, છેતરપિંડી અને આત્મહત્યા જેવા કિસ્સાનું પ્રમાણ વધી ગયું છે. તેથી નાના બાળકો રમતા હોય છે ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને તેને લઈ જાય છે અને તેને મારી નાખવાનો પ્રયાસ કરે છે. આવા પણ બનાવો કેટલાક સમયથી પ્રકાશમાં આવ્યા જ છે આ ઉપરાંત બાળકો ના બનાવો ખુબ જ વધારે પ્રમાણ માં વધી રહેલા નું સામે આવ્યું છે.

તેથી બધા લોકોએ ખૂબ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. શહેરના થલતેજ વિસ્તારમાં રોડ પર આવેલા પાર્ટીપ્લોટમાં જીગર કાપડિયા તેમના પરિવાર સાથે રહે છે. તેઓ થલતેજમાં જ પોતાની રિક્રુમેન્ટ ની ઓફિસ ધરાવે છે. તેમને છ વર્ષનો પુત્ર તેનું નામ જિયાંશ છે. તે પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે સાત એક વાગ્યાની આસપાસ બાળકો નીચે જમવા માટે ગયા હતા.

ત્યારે તેઓ બ્લોક ના પગથીયા ગણવાના ટાસ્ક આપ્યો હતો. જિયાંશ એ બ્લોકના પગથિયા ગણતો હતો. આ કોમળ બાળક પોતે શાંતિ થી પોતાના ઘરના પગથીયાઓ ગણી રહ્યો હતો ત્યારે તેની ઘરની બાજુમાં રહેતા રાહુલ પટેલ નામનો વ્યક્તિ આવીને પોતાની ગાડી લઇ જિયાંશ ને ઉપાડી ગયો હતો અને ડેકીમાં નાખીને લઇ ગયો હતો, ત્યારે તેમની માતાએ ફોન કરી અને જાણ કરી હતી.

જિયાંશ નીચે ફ્લેટમાં રમતો પરંતુ અત્યારે મળતો નથી તેથી જીગરભાઈ તેમના ઘરે પહોંચ્યા. પોલીસ અને ફ્લેટના લોકો આસપાસના વિસ્તારમાં જિયાંશને શોધવા લાગ્યા. ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ફૂટેજ ચેક કરીયા. ત્યારે ફ્લેટની બાજુના આવેલા બ્લોક માં રહેતા રાહુલ પટેલ નામના વ્યક્તિ પોતાની ગાડીમાં લઈએ છીએ અને ઉપાડી ગયો હતો અને ડીકી માં નાખતા નજરે પડ્યો હતો.

ફ્લેટના લોકોને પોલીસની હાજરીમાં પૂછતા રાહુલે જણાવ્યું હતું કે આજે સાંજના સાત વાગ્યાની આસપાસ બાળકો નીચે રમતા હતા ત્યારે તેઓ બ્લોક ના પગથીયા ગણવાનો ટાસ્ક આપ્યો હતો જ્યાં તે બ્લોક ના પગથીયા ગયો હતો અને મારી ગાડી ત્યાં જ પાર્ક કરી હતી જેથી જિયાંશ ને લલચાવી ફેસલાવીને મારી ગાડી પાસે લઈ ગયો હતો.

અને બાદમાં તેને ડેકીમાં નાખી લઈને સોસાયટીની બહાર ગયો હતો બાદમાં રોડ ઉપર ગાડીમાં લઈ તેને ફરતો હતો ત્યારે સોસાયટીના રહીશ ને ફોન આવ્યો હતો કે જીગરનો પુત્ર ખોવાઈ ગયો છે તેથી તાત્કાલિક સોસાયટીમાં આવી જા. આવી રીતે પોતાની જ સોસાયટી માંથી અચાનક તેની પર કોલ આવતા તે એક સમય માટે તો ધ્રુજી જ ચુક્યો હતો તેથી આરોપીએ ફોન કરતાં ગભરાયેલા યુવકે બાળકને માથામાં સળીયો માર્યો હતો.

ત્યારબાદ તે મરી ગયો હોવાનું માનીને ફેકી દીધો હતો પરંતુ આરોપી વગરદાર હોવાથી સોલા પોલીસે તેને બચાવવા માટે મરણિયા પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં તો સોલા પોલીસ બાળક ને મળી ગયો હોવાની ફરિયાદ નોંધાવીને આખી ઘટના અને દબાવવાનો પ્રયાસ કર્યો હતો વાતો લોકમુખે ચર્ચાઇ રહી હતી.જોકે દબાણ વધતા પોલીસ આરોપીની સામે અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.

ત્યારે આરોપીએ કહ્યું કે પોતાને આર્થિક સંકળામણ ચાલતી હોવાથી તેને બાળકનું અપહરણ કર્યું હતું. તેને બાળકના મારીને હેબતપુર બ્રિજ નજીક જગ્યાએ ફેંકી દીધો હતો ત્યારબાદ પોલીસે તાત્કાલિક એ જગ્યા પર પહોંચી ગયા અને ત્યાં જીવિત હોવાનું જાણવા મળ્યું હતું. તે બેભાન હોવાથી તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેવાયા માત્ર 10 મિનિટમાં હોસ્પિટલ જતાં તેનો જીવ બચી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *