હાલમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. સરકારના ટ્રાફિકના નિયમો હોવા છતાં લોકો આજકાલ ઉતાવળમાં ડ્રાઇવિંગ કરીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. બેફામ અને ખરાબ રીતે પોતાનું વાહન ચલાવીને બીજા લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે.
આજકાલ ઘણા બધા લોકો સાથે આવા ગંભીર અકસ્માતો થવાને કારણે ઘરની બહાર નીકળતા પણ લોકો ડરી રહ્યા છે. રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહી છે. તેને કારણે આજકાલ લોકો નશાની હાલતમાં રહીને ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય છે. જેને કારણે બીજા લોકોને ગંભીર ઈજા થઈ રહી છે. આવી જ એક અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી.
આ અકસ્માત નાના બાળકો સાથે ખૂબ જ ગંભીર બન્યો હતો. આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરના નવી કોર્ટ પાસે સરકારી વસાહત આવેલી છે. આ જગ્યાએ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સ્કૂલ બસ અને સ્કૂલ રિક્ષા વચ્ચે થયો હતો. સ્કૂલ બસ ચાલક રેડિયન્ટ સ્કૂલની બસ ચલાવી રહ્યો હતો.
રીક્ષા ચાલક સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની રીક્ષા બાળકોને લેવા મૂકવામાં ચલાવી રહ્યો હતો. રેડિયન્ટ સ્કુલ સુરતની ખૂબ જ પ્રખ્યાત સ્કૂલ છે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પણ સુરત વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત સ્કૂલ છે. આ બંને સ્કૂલોમાંથી રીક્ષા અને બસ ચાલકો બાળકોને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે પહોંચાડી રહ્યા હોય છે.
પરંતુ એક દિવસ ખૂબ જ ગંભીર ઘટના બની હતી. રેડિયન સ્કૂલની બસ બાળકોને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી. તે સમયે રેડિયન્સ સ્કૂલનો બસ ચાલાકે નશો કર્યો હતો અને તે નશાની હાલતમાં પોતાની બસ ચલાવી રહ્યો હતો. તે પોતાની બસને નવી કોર્ટ તરફથી પસાર કરી રહ્યો હતો અને આ બસ ડ્રાઈવરનું નામ મહેન્દ્ર પાટીલ હતું.
મહેન્દ્ર પાટીલ પોતાની બસને સરકારી વસાહતની સામેની તરફના રોડ પર ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યો હતો. તે સમયે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની રીક્ષા ચાલક પોતાનો રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. રીક્ષા ચાલકનું નામ હરીશભાઈ દેવાભાઈ ધરાયા હતું. તેની રિક્ષામાં સ્કૂલના 4 બાળકો બેસેલા હતા અને આ રીક્ષા ચાલક બાળકોને સ્કૂલ સુધી પહોંચાડવા જઈ રહ્યો હતો.
તેને રસ્તો ક્રોસ કરતા સમયે બસ ચાલકે પોતાની બસને ધીમી ન પાડી હતી. રીક્ષા ચાલક સાથે તેણે અકસ્માત સર્જ્યો હતો. પોતાની બસ ખૂબ જ ઝડપી સ્પીડમાં હોવાને કારણે તે બસને કાબુમાં કરી શક્યો ન હતો. નશાની હાલતમાં તે સ્કૂલ બસ ચલાવી રહ્યો હતો. તેથી તેને રીક્ષા દેખાય ન હતી અને રીક્ષાની સાથે જમણી બાજુ ખૂબ જ જોરદાર ટક્કર મારી દીધી હતી.
રીક્ષાની જમણી બાજુ જોરદાર ટક્કર મારવાને કારણે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. તેમાં બેસેલા બાળકો પણ પલટાઈ ગયા હતા. રીક્ષામાં બેસેલા 4 બાળકોમાં એકનું નામ વંશ અતિશ ચૌહાણ હતું. તેની ઉંમર 6 વર્ષની હતી. આ બાળકને રીક્ષામાં પલટી ખાઈ જતા નાકના, માથાના અને પેટના ભાગે ખૂબ જ સારી એવી ઈજા થઈ હતી.
તેને કારણે તે લોહી લુહાણ થઈ ગયો હતો. બીજો બાળક માહીરા ઈસ્માઈલ શાહીવાલા હતો. તેની ઉંમર 5 વર્ષની હતી. આ બાળકને ડાબી આંખ પાસે ખૂબ જ સારું એવું મુઢમાર વાગી ગયું હતું. ત્રીજો બાળક રિતી હર્ષીદભાઇ ઝવેરી હતી. તેની ઉંમર 5 વર્ષની હતી. તેને પણ જમણી આંખની પાપણ પાસે ઈજા થઈ હતી. અને ચોથી બાળકી આન્યા જગદીશભાઇ સોની હતી.
તેની ઉંમર 5 વર્ષની હતી. તેને ડાબા હાથમાં ખૂબ જ ઈચ્છા થઈ હતી. આમ બાળકો ખૂબ જ ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયા હતા અને બસના બાળકોને સારા નસીબ એ કોઈપણ ઈચ્છા થઈ ન હતી. આ અકસ્માત સર્જાતા ખૂબ જ ધડાકેભેર અવાજ આવ્યો હતો. જેને કારણે દરેક આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
બાળકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોને રિક્ષામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને રીક્ષા ચાલકને પણ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બસના ડ્રાઇવર નશાની હાલતમાં લથડબથડ હતો. તેને પણ લોકોએ પકડી રાખ્યો હતો અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
બસના ચાલક મહેન્દ્રભાઈ રમેશભાઈ પાટીલ સામે ફરિયાદ નોંધાવી હતી. રિક્ષાચાલકે સ્કૂલ બસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી. અને આ ઘટનાની જાણ બંને સ્કૂલોમાં કરાતા બાળકોના વાલીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]