Breaking News

ધોરણ 12ની પરીક્ષા આપતા વિદ્યાથીને ચાલુ પરીક્ષાએ એટેક આવતા થયું મોત..! જુવો એટેકનો CCTV વિડીયો..!

અત્યારે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ભારે મહેનતથી વાંચન કરીને આ પરીક્ષાઓ આપતા હોય છે. પરીક્ષાઓ નજીક આવતાની સાથે જ બાળકોના મન પર પ્રેશર વધવા લાગે છે. તેમજ ટેન્શન પણ ખૂબ વધારે માત્રામાં હોવાથી બાળકોના મનની સ્થિતિ એકદમ નાજુક હોય છે.

પરીક્ષા શરૂ થઈ ચૂકી છે એ દરમિયાન અમદાવાદના ગોમતીપુરમાં આરીફ શેખ નામનો વિદ્યાર્થી કે જે શહેરની સ્કૂલમાં પરીક્ષા આપવા માટે ગયો હતો. આ વિદ્યાર્થી સાથે એવો બનાવ બન્યો છે. જે સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકો ચોંકી ઉઠયા છે. બાળકો જ્યારે પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા માટે બેસે છે.

ત્યારે તેમના શરીરના ધબકારા ખૂબ જ વધારે હોય છે. કારણ કે પેપર કેવું આવશે..? અને તેઓને વાંચેલું યાદ આવશે કે નહીં..? વગેરે જેવા કેટલાય ટેન્શન રહેલા હોય છે. જેના કારણે મોટાભાગના બાળકો ગભરામણ અનુભવતા હોઈ છે. જ્યારે આ બાળક સી.એલ. સ્કૂલ માં પરીક્ષા આપવા માટે બેઠો હતો..

એ સમય દરમિયાન તેને શરૂઆતમાં જ ઊલટીઓ થવા લાગી હતી. તેમજ તેને તાત્કાલિક ધોરણે છાતીમાં દુખાવો પણ શરૂ થઈ ગયો હતો. ધીમે ધીમે તો આ વિદ્યાર્થી બેભાન અવસ્થામાં ચાલ્યો ગયો હોય તેવું લાગતું હતું. એટલા માટે શાળાના મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવી હતી..

અને નજીકની હોસ્પીટલમાં તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર માટે તે પહોંચે એ પહેલા જ આ વિદ્યાર્થીને એટેક આવી ગયો હતો અને તેનું મોત થયું હતું. પરીક્ષાખંડમાં બાળક જયારે ઢળી પડ્યો હતો. એ સમય દરમ્યાન સીસીટીવી ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે..

આ બાળક ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. પરિવારને આ બાળક તરફથી ખુબ જ આશા હતી તેમજ આ બાળક પરીક્ષા આપે એ પહેલાં જ તેની સાથે અણબનાવ બનતા તેનું મોત થયું છે. આ પહેલા પણ ચાલુ પરીક્ષાએ એક બાળક ઢળી પડયા હોવાનો મામલો સામે આવી ચૂક્યો છે..

આજથી ત્રણ વર્ષ પહેલા એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં સંસ્કૃત વિષયનું પેપર આપી રહ્યો હતો. એ સમય દરમ્યાન સ્વાસ્થ્ય સાથે ઢળી પડ્યો હતો. માતા-પિતા તેમજ શિક્ષકો દ્વારા અવારનવાર બાળકોને કહેવામાં આવતું હોય છે કે, પરીક્ષાખંડમાં બેઠા હોઈએ ત્યારે કોઇપણ પ્રકારનું ટેન્શન મૂકીને શાંત મગજ પરીક્ષા આપવી જોઈએ.. પરંતુ બાળકોના મનમાં ખૂબ જ ટેન્શન હોય છે. જેના કારણે અવારનવાર બાળકોની સ્વાસ્થ્ય પર અસર પડતી હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *