Breaking News

ઓનલાઈન ભણતર માટે આપેલા ફોનમાં બાળકે બેંકમાં આવેલો માતાનો પગાર ગેમમાં વાપરી નાખ્યા બાદ ઘરેથી ભાગી ગયો.. વાંચો..!

અત્યારના ડિજિટલ જમાનામાં મોબાઈલનો ઉપયોગ ડગલેને પગલે પડતો હોય છે. મોબાઈલ વગર સવાર નથી થતી અને મોબાઈલ વગર સાંજ પણ નથી પડતી. થોડો ટાઈમ પણ મોબાઈલ આપણાથી દૂર હોય તો મગજને ચેન નથી આવતું. મોબાઇલ દુનિયા બની ગઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે..

પરંતુ મોબાઈલ ના જેટલા ફાયદા છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે. એમાં પણ હલકી કંપનીના મોબાઈલ વારંવાર ફાટી જતા હોય છે તેમજ વિસ્ફોટ થઇને આગ પકડી લેતા હોય છે. આજકાલના બાળકોને મોબાઈલ અને ગેમ ની લત છોડાવવી ખુબ જ મુશ્કેલ કામ છે. ગેમ રમવા માટે બાળકો કોઇપણ કામ કરવા માટે તૈયાર થઇ જાય છે.

થોડા દિવસો પહેલા જ એક બાળકે ગેમ રમવા માટે ઘરેથી પૈસા ચોરી કર્યા હતા અને ત્યારબાદ ઘર મૂકી દીધું હતું. સુરતમાં ઉત્તરપ્રદેશનો  એક પરિવાર પાંડેસરા વિસ્તારમા આવેલા તેરેનામ રોડ પર રહે છે. પરિવારમાં માતા-પિતા તેમજ બે દીકરાનો સમાવેશ થાય છે.. જેમા મોટો દીકરો 13 વર્ષનો અને નાનો દીકરો 8 વર્ષનો છે.

કોરોનાના લીધે શિક્ષણ ઓનલાઈન આવતું હોવાથી મોટા દીકરાને તેની માતાએ ઓનલાઈન અભ્યાસ માટે માતાનો ફોન આપ્યો હતો. પરતું દીકરી ભણવાને બદલે મોબાઈલમાં ગેમ રમવાના રવાડે ચડી ગયો હતો. એ જ સમયે માતાના ખાતામાં તેના પગારના 5853 રૂપિયા જમા થયા હતા. આ ઉપરાંત ખાતામાં બીજા 6 હજાર રૂપિયા હતા.

મોટા દીકરાએ માતાના પગારના આવેલા રૂપિયા ગેમ રમવામાં ખર્ચી નાખ્યા હતા. અને ત્યારબાદ 13 વર્ષનો તરૂણ અને અણસમજુ દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો છે. ભણવા માટે આપેલા ફોનમાં ગેમ રમવામાં તેણે માતાનો પગાર પણ વાપરી નાખ્યો. આ વાતનો જ્યારે તેને અફસોસ થયો ત્યારે તરૂણે ભાઈને કહ્યું હતું કે, ઘરે મારા કારણે બધા હેરાન થાય છે.

ભણવા માટે આપેલા ફોનમાં બેંકની એપ્લિકેશન હતી. જેમાંથીમોટા દીકરાએ પૈસા વાપરી નાખ્યા છે.. અને પછી તે ઘર મૂકીને ચાલ્યો ગયો છે. પરિવારને નાના દીકરાએ જાણ કરતા તેઓ તરત જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા દોડી આવ્યા હતા. માતાએ બેલેન્સ ચેક કર્યુ તો ખાતામાંથી 5000 રૂપિયા ગાયબ હતા.

ટેન્શનમાં આવીને માતા-પિતા બેંકમાં ઘસી આવ્યા હતા અને પૂછવા લાગ્યાએ ખાતામાંથી પૈસા ક્યાં ગયા છે??? જેમાં બેંકમાંથી કર્મચારીએ જણાવ્યું કે, ખાતામાંથી પૈસા ઓનલાઈન ગેમ માટે વાપરવામાં આવ્યા છે. આ બાબત જાણીને માતાપિતા સ્તબ્ધ થઇ ગયા હતા. બે ઘડીતો તેઓ પણ વિચારમાં પડી ગયા છે આખરે તમનો દીકરી ક્યાં ગયો હશે..

માતાપિતાને આ વાતની ખબર પડી ગઈ છે એમ સમજીને દીકરાએ ઘરેથી ચાલતી પકડી હતી. નાનાભાઈએ તેણે રોકવાનો ખુબ પ્રયાસ કર્યો હતો છતાં પણ ભાગી ગયો છે. પાંડેસરા પોલીસને તપાસ કરતા જાણ થઇ છે કે દીકરો છેલ્લે પાંડેસરાની તેરેનામ ચોક્ડી પાસેથી પસાર થઈ રહ્યો છે. હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *