Breaking News

બાળકને જન્મ આપ્યા બાદ માતાની તબિયત લથડવા લાગી, ફટાફટ હોસ્પિટલ પોગ્યા ત્યાં તો થઈ ગયું એવું કે બાળક માતા વિહોણો બની ગયો..!

જ્યારે પણ કોઈ ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે ઘરમાં ખુશીનો માહોલ આવી જતો હોય છે. પરિવારના સૌ કોઈ સભ્યો ખુશીની વધામણીમાં લાગી જતા હોય છે. પરંતુ અત્યારે બાળક જન્મવાની આ ખુશીને એક પરિવારજનો ઉજવણી કરે એ પહેલા જ એક શોખના સમાચાર સામે આવી ગયા છે..

આ ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસીની છે. અહીં ઇટાલ ગામમાં રહેતા રાખવેન્દ્રભાઈ રાજપૂત નામના યુવક સાથે 25 વર્ષની પૂનમબેનના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા થયા હતા. તેમના આ સુખી લગ્નજીવન દરમ્યાન તેઓએ માત્ર ત્રણ દિવસ પહેલા જ એક બાળકને હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો..

બાળક જન્મતા વેત જ ખૂબ જ તંદુરસ્ત દેખાતો હતો. આ ઉપરાંત મહિલા ને પણ ડિલિવરી બાદ ડિસ્ચાર્જ કરી દઈ તેને સાસરીએ લઈ જવામાં આવી હતી. પરંતુ ઘરે પહોંચ્યા બાદ તેની તબિયત અચાનક જ લથડવા લાગી હતી. એટલા માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ ત્યાં તપાસ દરમિયાન ખબર પડી કે મહિલાને પેટમાં ઇન્ફેક્શન લાગી ગયું છે..

જેને કારણે તેને બચાવવી ખૂબ જ મુશ્કેલ છે. તેની સારવાર તો શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ટૂંકી સારવાર બાદ પૂનમ નામની આ મહિલાએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. તેણે પોતાના બાળકનું મોઢું પણ વ્યવસ્થિત રીતે જોયું ન હતું. એ પહેલા તો તેનું મૃત્યુ થઈ જતા બાળક જન્મતા વેત જ માતાની છત્રછાયા ગુમાવી બેઠો છે.

પરિવારજનો પણ દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. કારણ કે પૂનમ સ્વભાવની ખૂબ જ નરમ હતી અને પરિવારજનોને ડગલેને પગલે ખૂબ જ સાથ અને સહકાર આપતી હતી. પૂનમના મૃત્યુ બાદ કોઈ વ્યક્તિએ પોતાના મોઢામાંનો એક પણ અન્નનો દાણો પણ નાખ્યો નથી. આ ઉપરાંત પૂનમના પતિ રાઘવેન્દ્રભાઈ માટે તો દુઃખની આ ઘડી સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ છે..

પૂનમના પતિ રાઘવેન્દ્રભાઈ એક ખાનગી હોસ્પિટલમાં છૂટક કામકાજ કરે છે. ખૂબ જ ચોંકાવનારી રીતે પૂનમનું મૃત્યુ થઈ જતા હાલ રાઘવેન્દ્રભાઈ ખૂબ જ એકલવાયા પડી ગયા છે. આ અગાઉ પણ આવી ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થઈ ચૂકી છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે.

ત્યારે દુઃખની ઘડીને સહન કરવી કોઈ પણ વ્યક્તિ માટે સહેલી બનતી નથી. બિચારો પરિવાર અત્યારે દુઃખના ઊંડા આઘાતમાંથી પસાર થઈ રહ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટર સહીતના સૌ કોઈ લોકો હાલ પુનમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે, અને આવનારા સમયમાં ભગવાન તેમની સાથે રહે અને હિમ્મત આપે એવું આશ્વાસન આપી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *