સમગ્ર દેશની વાત કરવામાં આવે તો હાલમાં અપહરણ, છેતરપિંડી અને આત્મહત્યા જેવા કિસ્સાનું પ્રમાણ વધી ગયું છે. તેથી નાના બાળકો રમતા હોય છે ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને તેને લઈ જાય છે અને તેને મારી નાખવાનો પ્રયાસ કરે છે. આવા પણ બનાવો કેટલાક સમયથી પ્રકાશમાં આવ્યા જ છે આ ઉપરાંત બાળકો ના બનાવો ખુબ જ વધારે પ્રમાણ માં વધી રહેલા નું સામે આવ્યું છે.
તેથી બધા લોકોએ ખૂબ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. શહેરી વિસ્તારમાં ઘણી વખત સજ્જન લોકો જેવો ને પૈસા કે કોઈ ખામી હોતી નથી તેઓ લોકો પોતાના પરિવારમાં ઘરકામની સફાઈ માટે અથવા તો બાળકોને સાચવણી માટે પણ ઘણી વખત અન્ય મહિલાઓને કામે રાખતા હોય તેવું પણ આપણી આસપાસ બનતું જોયેલું જ હશે.
આવી પરિસ્થિતિમાં ઘણી વખત ઘરકામ કરતી મહિલાઓને પોતાના માલિક સાથે ખૂબ જ ગાઢ સંબંધો બની જતા હોય છે તેમના પરિવારના એક સભ્ય તરીકે કેટલીક વખત તો તેમને રાખવામાં આવતા હોય છે પરંતુ જ્યારે તેઓ ના મગજમાં કોઈ ખોટી વાત બેસાડી દેવામાં આવે અને તેમની નજર જ્યારે માલિકના વ્યવહાર પર બગડે ત્યારે તેઓ ગમે તે પગલું પોતાના હાથમાં ભરી લેતા હોય છે.
તેવા સમયે તેઓએ પણ ધ્યાન નથી રાખતા તે તેમની પર માલિક ના કેટલા ઉપકાર છે અથવા તો તેમને કઈ રીતે રાખવામાં આવ્યા છે હાલમાં આવી જ એક ઘટના બનવા પામી છે જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો આ ઘટના ભાવનગરમાં બનવા પામી છે ભાવનગરના અલંગમાંથી થોડા દિવસ પહેલા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં પછી તો અપહરણ કરનાર મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે.
જો કે આ મહિલાએ બાળકનું અપહરણ ક્યા કારણોસર કર્યું તેની માહિતી મેળવવી તમામ લોકો માટે રહસ્યમય બની ગઈ હતી તેના વિશે હાલતો પોલીસને કઈ જણાવતી નથી. જેને પગલે પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. પોલીસ મથક નીચેના પ્લોટ 24 સામે ખોલીમાં પતિ ની હાજરી વિના રહીને ત્રણ સંતાનોનું સફઇ કામ કરી ઉછેર કરી રહેલી અન્ય પ્રાંતીય મહિલાના પાંચ વર્ષના બાળકનું અપહરણ થયા ની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
કોઈપણ જાણ વગર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ અને સીસીટીવી કેમેરાના અભાવ વચ્ચે પણ પોલીસે બે જ દિવસમા ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.જે ખરેખર ખુબ જ કાબિલેદાદ કામગીરી ની નોંધ પણ લેવી રહી. પોલીસની સખ્ત અને ઝીણવટભરી તપાસ અને મોબાઈલ મજબૂત નેટવર્કના આધારે મૂળ બિહારની ઉમાદેવી રામપ્યારે પ્રસાદ નામક મહિલાને બાળક સાથે ઝડપી પાડી.
બાળકનું અપહરણ શાના માટે કરવામાં આવ્યુ તે પ્રશ્ન હવે પોલીસ સહિત બધા ને ઉદભવી રહ્યો છે. આ મામલે વધુ એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલાએ આ બાળક અનાથ એવું કારણ બતાવી તે ત્યાંથી ચાલી ગઈ હતી. જો કે મહિલાની આ વાત પોલીસને પણ ગળે ઉતરતી નથી. કારણકે એક વાત તો સ્વાભાવિક છે કે અનાથ બાળકને તે અલંગમા પણ રાખી ને સાચવી શકતી હતી.
બાળકને લઈ ભાગવાની જરુર શું હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે મહિલાની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચે પણ આવ્યું હતું. પરંતુ મહિલા પાસે જે જવાબની અપેક્ષા છે તે મળતો નથી. પોલીસની મર્યાદા અહીં આડી આવતી હોય છે કારણકે સામે મહિલા રહેલી છે. જો કે પોલીસ પણ આ મામલે સાચી હકીકત સામે લાવી ને જ રહેશે તેવી આશા સાથે હાલ ટેકનોલોજી અને બાતમીદારોના આધારે તપાસ આગળ હાથ ધરેલી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]