ગરમીના સમયે નદી સરોવર કે તળાવમાં ન્હાવા પડેલા અને ડૂબી જવાથી મૃત્યુ થવાના બનાવો તો આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. પરંતુ હાલ નાહવા માટે નહીં પરંતુ બળદને ચરાવવા માટે ગયેલા બે ભાઈઓ સાથે ખૂબ જ અનિચ્છનીય બનાવ બન્યો છે. મૂળ સાવરકુંડલાના રહેવાસી અને અત્યારે મહુવા તાલુકાના કસાણ ગામમાં ધંધો રોજગાર માટે આવેલા બે ભાઈઓ..
બપોરના એક વાગ્યાના સમયે કસાણ ગામ પાસે આવેલી નદી પાસે બળદોને જણાવવા માટે આવ્યા હતા. તેઓને શહેર પણ અંદાજો ન હતો કે તેઓ જે બળદને ચરાવી રહ્યા છે તે જ તેમનો જીવ લઇ લેશે. બન્ને ભાઈઓ વાતચીત કરતાં-કરતાં સુકવો નદીના પુલ નજીક બળદને ચરાવી રહ્યા હતા..
એ સમય દરમિયાન એકાએક જ એક બળદ ભડકી ગયો હતો અને સૂકવો નદીના પાણી તરફ દોડવા લાગ્યો હતો. બંને ભાઈઓએ બળદ સાથે બાંધેલી દોરી પકડીને તેને ખેંચીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી કરીને બળદ પાણીમાં ન જઈ શકે કારણ કે બળદ પાણીમાં ચાલ્યો જાય તો તેનો પણ ડુબવાથી મૃત્યુ થઇ શકે તેમ હતું.
રણજીત રાઠોડ અને શિવરાજ રાઠોડ બન્ને ભાઈઓ બળદને રોકવા માટે મથામણ કરી રહ્યા હતા. પરંતુ શીવરાજે દોરી કોઈ કારણોસર મુકાઈ ગઈ હતી. જ્યારે રણજિતે દોરીને મજબૂતીથી પકડી રાખી હતી. જેથી તેને નદીના પાણી સુધી ખેંચી ગયો હતો. શિવરાજ દોરી મુકાઈ જતાં તે નદીના તટ ઉપર ફંગોળાઇ ગયો હતો..
જ્યારે તેનો મોટો ભાઈ રણજીત કે જેની ઉંમર ૧૫ વર્ષની હતી. તેને બળદ નદીના પાણીમાં ખેંચી જતાં તે નદીના પાણીમાં ડૂબી ગયો હ.તો મોટાભાઈને પોતાની નજર સામે પાણીની અંદર તો જોઈને નાનો ભાઈ શિવરાજ જોરજોરથી બૂમો પાડીને આસપાસના લોકોને મદદ માટે બોલાવવા લાગ્યો હતો..
પરંતુ આસપાસના વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ મદદ માટે ન આવતા અંતે રણજીતનું મૃત્યુ થયું હતું. આ બનાવને પગલે બગદાણા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ધનસુખભાઈ અને કિશોર ભાઈની સાથે અન્ય સ્થાનિક તરવૈયા લોકોએ પાંચ કલાકની મહેનત બાદ 15 વર્ષના દીકરા રણજીત મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો..
રણજીત અને શિવરાજ નો પરિવાર સાવરકુંડલાનો વતની છે તેવો બળદ લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરિવારના જુવાનજોધ દીકરા નું મૃત્યુ તથા પરિવાર ઉપર આફતોના વાદળ ફાટી નીકળ્યા હતા. આ ઘટનાની જાણ જયારે પરિવારને થઇ ત્યારે હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]