Breaking News

ગુજરાતનું ગૌરવ : સુરતના આ જવાનએ જમ્મુ કાશ્મીરમાં 2 આંતકીઓને ઠાર માર્યા.. સલામ છે વીર સૈનિકને .. જય હિન્દ

દેશના વીર જવાનો આપણા દેશની સરહદી સુરક્ષા કરે છે એટલે આપડે દેશમાં સુરક્ષિત રહી શકીએ છીએ. ભારતમાતાની રક્ષા માટે અનેક જવાનો બોર્ડર પર દુશ્મનો સાથે લડી રહ્યા છે. આ વીર સેવામાં સુરતના વાંકલ ગામના સૈનિક ભાઈએ એક અદ્ભુત સૈન્ય પ્રદશન બતાવીને સૌ કોઈના દિલમાં સ્થાન જમાવી લીધું છે. વાંકલ ગામના ફોજી બકુલ ગામીતનું ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

જમ્મુ કશ્મીરના સોફિયાન જીલ્લામાં ફોજી બકુલ ગામીતએ આંતકી સંગઠન જેશ-એ-મહોમદના 2 આંતકીઓને ઠાર કરી વીરતા પદક પ્રાપ્ત કર્યો છે. ફોજી બકુલ ગામીતનું વાંકલ ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોર શોરથી ભારત માતાકી જય ના નારા લગાવવામાં આવ્યા હતા. તેમજ ફટાકડા ફોડીને ભવ્ય વેલકમ કરવામાં આવ્યું હતું.

જવાનના સન્માન માટે દિલ્હી ખાતે વીરતા સન્માન સમારોહમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને વીરતા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. ભારત ભૂમિ અને રાષ્ટ્રની રક્ષા કરી સુરત જિલ્લાના માંગરોળના વાંકલ ગામનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કરી ગૌરવ અપાવનાર ગામીત બકુલકુમાર દલપતભાઈ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ C.R.P.F. મા છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવે છે.

ફોજી વાંકલ ગામના ગામીત ફળિયામાં એક સામાન્ય ખેડૂત પરીવારમાં જન્મ્યા હતા. તેમણે નાનપણ માં જ ભારતની સેવા કરવા માટેનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને પૂરો કર્યા બાદ ફોજી બકુલ ગામીતએ અત્યાર સુધી દેશના વિવિધ રાજ્યોની સરહદ પર ફરજ બજાવી ચુક્યા છે. તેઓ હાલમાં જમ્મુ કાશ્મીર ની સરહદ પર પોતાની પૂરી તાકાતથી ફરજ બજાવી રહ્યા છે.

તેમને 26/07/2019 ના રોજ જમ્મુ કાશ્મીરના સોફિયાન જીલ્લામાં ખૂંખાર આંતકીઓ છુપાયેલા છે તેવી બાતમી મળી હતી. બાતમી મળતા જ ફોજી બકુલ ગામીત 14 બટાલિયનની ફરજ સાથે તે સ્થળ પર પહોચી ગયા હતા. ત્યાં તેઓએ જૈસ એ મહોમદમાં 2 આંતકીને ઠાર કર્યા હતા.

હજુ 2 દિવસ પેહલા જ દિલ્હી ખાતે વીરતા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જેમાં વાંકલ ગામના ફૌજી જવાન ગામીત બકુલકુમાર દલપતભાઈ ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત કરી શૌર્ય પ્રદર્શનના વીરતા વીરતા પદક (મેડલ) અર્પણ કરાયો હતો. આ વિરલ ઘટનાની જાણ પોતાના વતનમાં વાંકલ ગામમાં થતા પરિવારજનો અને ગ્રામજનોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *