Breaking News

બાજુના સોફામાં બેસેલા વડીલે આપેલી તમાકુ ખાતા જ થઈ ગયું એવું કે વેપારીને રોવાનો વારો આવ્યો, માવા-તમાકુ ખાતા લોકો ખાસ વાંચે..!

આજકાલના ઝડપથી વધતા જતા આ જમાનાની અંદર કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો સેહલો હોતો નથી, અત્યારે અજાણ્યા લોકો આપણી સાથે છેતરપિંડી કરીને જતા રહે તેની પણ આપણને ખબર રહેતી નથી, અત્યારે એક વેપારી સાથે અતિશય હચમચાવી દેતી ઘટના ઘટી ગઈ છે..

આ ઘટનાને જાણીને સમગ્ર બસમાં પણ હોબાળો મચી ગયો હતો, જે લોકોને માવા તમાકુનું વ્યસન રહેલું છે, તેવા લોકોએ તો ખાસ આ બાબતને સાંભળવી જોઈએ ઘણી બધી વાર આપણે જાહેર જીવનની અંદર એવા દ્રશ્યો જોતા હોઈએ છીએ કે, જે લોકો માવા તમાકુ ખાઈ રહ્યા હોય તેવો એકબીજાને માવા તમાકુ આપતા હોય છે..

અને સાથે સાથે વ્યસન કરે છે, આ ઘટનાને જાણીને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. હકીકતમાં નારાયણભાઈ નામના એક વેપારી અન્ય શહેરમાં બસ મારફતે ખૂબ જ મોટું પેમેન્ટ લેવા માટે ગયા હતા. ત્યાંથી હોય તેમના ક્લાઈન્ટ પાસેથી પેમેન્ટ લઈને પોતાના ઘરે બસ મારફતે પરત આવતા હતા..

ત્યારે તેમના બાજુના સોફાની અંદર એક અજાણ્યા યુવક તેમને ભેટો થઈ ગયો હતો, આ યુવક નારાયણભાઈ સાથે ધીમે ધીમે વાત કરવાની શરૂ કરી અને જુદી-જુદી બાબતોની ઓળખાણ બતાવીને પોતાની વાતની અંદર તેમને પરવી દીધા હતા, આ અજાણ્યા યુવકે જાણી લીધો હતો કે નારાયણભાઈ તમાકુ ખાવાના શોખીન છે અને તમાકુનું વ્યસન હોવાને કારણે આ યુવકે પણ પોતાના ખિસ્સામાંથી તમાકુ કાઢીને બનાવી હતી..

અને ત્યારબાદ નારાયણભાઈને કહ્યું કે, તમે પણ તમાકુ લેશો..? તો નારણભાઈ જણાવ્યું કે ,જરૂર.. હું પણ તમાકુનું વ્યસન ધરાવું છું, એટલા માટે થોડી ઘણી તમાકુ તેઓ પણ લેશે. આ તમાકુ નારાયણભાઈ જ્યારે ખાધી ત્યારે ધીમે ધીમે તેમને પરસેવો વળવા લાગ્યો અને આંખે અંધારા પણ આવી ગયા હતા..

બસના સોફાની અંદર તેઓ ધીમે ધીમે સૂઈ પણ ગયા, જ્યારે તેમની આંખ ઉઘડી અને જોયું તો તેમની પાસે રહેલા બે કાળા થેલામાંથી એક કાળો થેલો ગાયબ હતો, આ થેલાની અંદર તેઓએ કલાઈનટ પાસેથી મેળવેલા અઢી લાખ રૂપિયા હતા, જ્યારે બીજા થેલાની અંદર તેમના કપડા હતા, કપડાનો થેલો એમનામ પડેલો દેખાયો હતો..

જ્યારે પૈસા ભરેલો થેલો તેમજ તેમની બાજુમાં બેઠેલો અજાણ્યો યુવક પણ ગાયબ હતો. તેમને ક્યારે આંખો મીંચાઈ ગઈ અને ઊંઘ આવી ગઈ તેમની પણ તેઓને ખબર રહી નહીં, તેઓએ બસમાં ખૂબ જ મોટો હંગામો મચાવી દીધો હતો કે, તેમનો પૈસા ભરેલો થેલો ચોરી થઈ ગયો છે, દરેક લોકોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું અને બસને સાઇડ ઉપર પણ થોભાવી દેવામાં આવી હતી..

પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસેથી નારાયણભાઈનો થેલો દેખાયો નહીં, જ્યારે પાછળના સ્ટેશન પર કેટલા લોકો ઉતર્યા હતા. તેની પૂછપરછ કરવામાં આવી તેને ખબર પડી કે, તેમના બાજુમાં બેઠેલો અજાણ્યો યુવક પાછળના સ્ટેશન પહેલા જ અડધી રાત્રે ચાલુ બસમાંથી નીચે ઉતરી ગયો હતો અને તેની પાસે એક કાળા કલરનો થેલો પણ હતો..

આ યુવક જ્યારે બસમાં ચડ્યો ત્યારે તેની પાસે કોઈ પણ સામાન ન હતો અને તે નીચે ઉતારીયો ત્યારે તેની પાસે કાળા કલરનો એક થેલો હતો, આ માહિતી જ્યારે સામે આવે ત્યારે નારાયણભાઈ સમજી ગયા કે, નક્કી આ યુવક જ તેમનો પૈસા ભરેલો થયેલો ચોરીને જતો રહ્યો છે. પરંતુ તેમને ઊંઘ શા માટે આવી ગઈ? તેમજ ચક્કર અને આંખે અંધારા કેવી રીતે આવી ગયા..?

તેની તેમને ખબર રહી નહીં, જ્યારે લોકોએ પૂછ્યું કે તેઓ તેમને કોઈ ઘેનની દવા આપી દીધી હશે, ત્યારે નારણભાઈએ કહ્યું કે તેણે મને તમાકુ ખાવાની ઓફર આપી હતી અને આ તમાકુ ખાતાની સાથે જ તેને ધીમે ધીમે આંખે અંધારા આવવા મંડ્યા અને તેમની આંખો પણ હતી આ આ ઘટના ઘટી ત્યારબાદ થી આ યુવક થેલો લઈને ભાગી ગયો હશે..

આ વેપારીને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો, માવા તમાકુનું વ્યસન કરતાં આ વેપારી તમાકુ ખાઈ ગયા અને આ તમાકુ ખાતા ની સાથે જ તેમને ઘેનની અસર શરૂ થઈ ગઈ તેમની આંખો મીંચાઈ જતા યુવક કાળું કરીને ભાગી ગયો હતો. આ ઘટનાને લઈને નારણભાઈ તાબડતોબ પોલીસ સ્ટેશનએ પહોંચીયા હતા..

અને ત્યાં જઈને તેઓએ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, તેમની સાથે ચાલુ બસની અંદર ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે, તેમની બાજુમાં બેઠેલો યુવક તેમના પૈસા ભરેલો થયેલો ચોરીને ભાગી ગયો છે. હવે ઉપર ક્યાંયથી પણ સીસીટીવી કેમેરા પણ દેખાયા નહીં, એટલા માટે હાઈવે ઉપર બનાવવામાં આવેલા ધાબાઓમાં…

અને અન્ય રેસ્ટોરન્ટ હોટલોમાં પણ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી અત્યારે તેની તપાસ થઈ રહી છે, પરંતુ આ યુવકનો અતો પતો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તે બસની અંદર ટિકિટ ખરીદ્યા વગર ચડી ગયો હતો. બસમાં ટિકિટ માટેનું ચેકિંગ આવે એ પહેલા તો આ યુવક થેલો લઈને નીચે પણ ઉતરી ગયો..

એટલા માટે આ યુવક કોણ હતો..? અને ક્યાંથી તેણે મુસાફરી શરૂ કરી હતી..? તેની પણ કોઈ વ્યક્તિને ખબર રહી નથી, હાલ આ વેપારીને ખૂબ જ માઠો અનુભવ સહન કરવાનો વારો આવ્યો છે. આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *