Breaking News

બાજરાના ખેતરમાં 9 મહિનાની દીકરીને ઘા કરીને જતા રેહતા શરીરે કીડા ચોંટી ગયા, 10 દિવસની સારવાર બાદ થયું કરુણ મોત.. ઓમ શાંતિ..!

અત્યારે વધુ એક દીકરીને છોડી દેવાનો બનાવ બન્યો છે. આજથી દસ દિવસ પહેલ બાજરીના ખેતરની વચ્ચોવચ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા નવ મહિનાની દીકરીને ખેતરમાં ઘા કરી દેવામાં આવી હતી. બીજા દિવસે જ્યારે આ ખેતરમાં મજૂરી કામ કરવા જતી મહિલાઓને નાનકડી દીકરીનો અવાજ સંભળાયો ત્યારે તેઓ તાત્કાલિક અવાજની દિશામાં આગળ વધવા લાગ્યા..

અને ત્યાં જઈને જોયું તો એક બાળકી ખૂબ જ રડી રહી હતી. આ ઉપરાંત તેની હાલત ખૂબ જ ગંભીર હતી. તેના કાન આંખ અને નાક ઉપર કીડા ચોંટી ગયા હતા. સમગ્ર શરીર ઉપર કીડાઓએ બચકા ભરી લીધા હતા. તો તેના માથામાં પણ જીવાંત પડવા લાગી હતી. આ બાળકી પેઢાથી પીડાતી ખૂબ જ રડી રહી હતી..

આ મહિલાએ તરત જ તેને ત્યાંથી ઉપાડી હતી. ત્યારબાદ તેઓએ પોલીસને જાણકારી આપી પોલીસ ઘટના સ્થળે પહોંચી. આ બાળકીને પ્રાથમિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં છેલ્લા દસ દિવસથી આ બાળકીની સારવાર ચાલતી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે, આ બાળકીને ICU વોર્ડમાં રાખવામાં આવી હતી..

આ ઉપરાંત તેના શરીરમાંથી કીડાઓ સહિત અન્ય જંતુઓને પણ દૂર કરવામાં લગભગ એક દિવસનો સમય લાગ્યો હતો. પરંતુ તેની તબિયત સુધરવાને બદલે દિન પ્રતિદિન ખૂબ જ બગડવા લાગી હતી. એટલા માટે તેને ક્રિટિકલ કેરમાં પણ ખસેડવામાં આવી આ ઉપરાંત વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યું..

આ સાથે સાથે તેને હાઈ પાવરની એન્ટોબાયોટિક દવા પણ આપવામાં આવતી હતી. પરંતુ સમગ્ર શરીરમાં ઇન્ફેક્શન ચેપ ફેલાઈ જવાને કારણે આ બાળકીને બચાવી શકાયા નથી. અને દસ દિવસ બાદ તેનું મૃત્યુ થયું છે. આ બાકીના માતા-પિતા કોણ છે. તેની જાણકારી મેળવવા માટે પોલીસે એફઆઇઆર નોંધણીને કાર્યવાહી ચલાવી છે..

આસપાસના ગામડાઓમાં પણ તપાસ ચલાવવામાં આવી છે. જેમાં વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી જ્યારે અમુકને શંકા ના આધારે તપાસ કરવામાં આવે છે. આ બનાવ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા કતરીયા ગામમાંથી સામે આવ્યો છે. આ ગામની આસપાસના વિસ્તારોમાં પણ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી કે, આખરે કયા વ્યક્તિના ઘરે 9 મહિના પહેલા દીકરી નો જન્મ થયો હતો..

અને હવે કયા વ્યક્તિના ઘરેથી દીકરી ગાયબ છે, આ સર્વેના આધારે આ બાળકીના માતા-પિતા કોણ છે. અને તેને શા માટે ખેતરમાં ફેકીને ચાલ્યા ગયા છે. તેની જાણકારી મળી જશે. આ બાળકીની સારવાર કરનાર ડોક્ટર હરેશ ચૌહાણ એ જણાવ્યું કે, તેઓ લોકોને અપીલ કરીને સમજાવે છે કે, બાળકીઓને આવી રીતે રસ્તા કે ખેતર પર ફેંકીને ન જવું જોઈએ..

જો જે તે માબાપમાં પોતાના સંતાનોને સાચવવાની ત્રેવડ ન હોય તો દરેક જિલ્લા હોસ્પિટલમાં એક પારણું ઘર બનાવવામાં આવ્યું છે. તેમાં તમે બાળકને મૂકી શકો છો, આ ઉપરાંત અહીં મુકેલા બાળકના માલિક અંગે કોઈ પણ વ્યક્તિને પૂછપરછ પણ કરવામાં આવતી નથી. પરંતુ આવી રીતે રોડ રસ્તા ઉપર બાળકીઓને ફેંકી દેવી તે માનવતાને શરમમાં મૂકે તેવું કામ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *