જીજાજી અને સાળી ના સંબંધો ખૂબ જ મસ્તી મજાક અને પ્રેમ ભર્યા હોય છે. અવારનવાર સાળી અને જીજાજી એકબીજાની મજાક મશ્કરી કરતા હોય છે. પરંતુ હાલ જીજાજી અને સાળીના પવિત્ર સંબંધને અમુક લોકોએ કલંકિત કરી નાખ્યો છે. હાલ એક ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી સામે આવી છે.
રીવા જિલ્લામાં રામ અભિલાષ પોતાની પત્ની સાથે રહેતો હતો. થોડા દિવસ પહેલા તેની પત્નીનું કોઈ કારણોસર મૃત્યુ થતાં તેના બંને બાળકોની સાર સંભાળ રાખવા માટે રામ અભિલાષ સમર્થ હતો નહીં. કારણકે નોકરી-ધંધાની સાથે સાથે તે બાળકોને સાચવવા માં ખૂબ જ મુશ્કેલી પડતી હતી..
એટલા માટે તેણે તેની સાળી કવિતા મિશ્રાને બાળકોની સારસંભાળ માટે થોડા દિવસ માટે બોલાવી હતી. કવિતા મિશ્રાએ તેના પતિ રવિકાંત મિશ્રાને આ બાબતની જાણ કરી હતી. રવીકાન્ત મિશ્રાએ વિચાર્યું કે રામ અભિલાષ બિચારો એકલો છે. તેના બાળકોની સાર-સંભાળ ખૂબ જ મુશ્કેલ હશે.
એટલા માટે તેણે તેની પત્નીને રામ અભિલાષના ઘરે જવા માટે પરવાનગી આપી હતી. થોડા જ દિવસોમાં કવિતા તેના જીજાજી રામ અભિલાષના ઘરે ગઈ હતી. રોજ બાળકોની સારી રીતે સારસંભાળ રાખતી હતી. પરંતુ ધીમે-ધીમે જીજાજી અને સાળી એકબીજાની ખૂબ જ નજીક આવવા લાગ્યા હતા..
રાત્રે પણ તેઓ બાજુબાજુમાં જ સુતા હતા. ઘરમાં બીજું કોઈ મહિલા ન હોવાને કારણે જીજાજીની નજર તેની સાળી ઉપર જ બગડવા લાગી હતી અને ધીમે ધીમે બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા લાગ્યા હતા. તેઓ પોતે કયા સંબંધોમાં જોડાયેલા છે. તેની મર્યાદા ભૂલીને તેવો રોજ મોજ મસ્તી કરતા હતા.
આ બાબતની જાણ કવિતા મિશ્રાના પતિ રવિકાંત મિશ્રાને હતી નહીં. એટલા માટે તેઓને ખૂબ જ મજા આવતી હતી. અને રોજ તે વધારે પડતો સમય જીજાજી સાથે પસાર કરતી હતી. પરંતુ થોડા થોડા સમયે કવિતા મિશ્રાને તેનો પતિ રવિકાંત મિત્રો પોતાના ઘરે બોલાવી લીધો હતો..
આ સમય દરમિયાન બંને વચ્ચે પ્રેમ ભર્યા પળો માણવાની મજા પડતી હતી. એટલા માટે એક દિવસ જીજાજી રામ અભિલષા અને તેની સાળી કવિતા મિશ્રાએ કવિતાના પતિ રવિકાંતને રસ્તા વચ્ચેથી સાફ કરી દેવાનો પ્લાન બનાવી લીધો હતો. આ પ્લાનિંગમાં કવિતાએ તેના નાના દિયર ધનરાજ મિશ્રાને પણ સામેલ કર્યો હતો..
પ્લાન મુજબ કવિતાના જીજાજી રામ અભિલાષ અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદથી તેઓ પરત મધ્યપ્રદેશ જતા હતા. એ સમય દરમિયાન રવિકાંતને સ્ટેશન પર લેવા બોલાવ્યો હતો. જીજાજીની મદદે રવિકાંત ગયો હતો. તેઓ રસ્તામાં ઘરે પહોંચતા હતા એ સમય દરમિયાન રામ અભિલાષ અને ધનરાજ બંનેએ મળીને રવિકાન્ત ઉપર પથ્થરો મારીને હત્યા કરી નાખી હતી..
અને રામ અભિલાષ પોતે પનવાર પોલીસ મથકમાં તેના સાઢૂભાઈ રવિકાંતના મૃત્યુ ની ખબર આપવા માટે પહોંચી ગયો હતો. પરંતુ પોલીસને રામ અભિલાષના શબ્દો પરથી થોડી થોડી શંકા જતી હતી. એટલા માટે તેઓએ કડડ પૂછતાછ બેસારી હતી. આ પૂછતાછમાં અંતે રામ અભિલાષ ભાંગી પડ્યો હતો..
અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો તમામ માહિતીઓ સામે આવતાની સાથે જ પોલીસે જીજાજી રામ અભિલાષ, તેની સાળી કવિતા મિશ્રા તેમજ રવિકાન્તના નાનાભાઈ ધનરાજની ધરપકડ કરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]