Breaking News

બહેનને મળીને ઘરે આવતા માં-દીકરાની કારનો અકસ્માત થતા ચિથડે ચીથડા ઉડી ગયા, કાર ટ્રકમાં ઘુસી જતા પતરા ચીરીને લાશોના ઢગલા કરાયા..!

હાઈવે ઉપર રોજ હજારોની સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને અવર જવર કરે છે. હાઈવે ઉપર વાહન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો આપણા જીવના જોખમની સાથે સાથે સામે વાળા ઘણા બધા લોકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે..

ઘણી બધી વાર હાઇવે ઉપરથી અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. જેમાં એક સાથે આખાને આખા પરિવારના પણ મૃત્યુ થયાના દાખલાઓ બની ચૂક્યા છે. અત્યારે એક એવો ગંભીર અકસ્માત સર્જાયો છે. જેને નજરે જોનારા લોકો ના રુવાટા બેઠા થઈ ગયા હતા. આ કાળમુખો અકસ્માત રાજસ્થાનના બુંદી પાસેથી સામે આવ્યો છે..

કોટાના ઉદ્યોગ નગર પાસે આવેલા રોયલ પાર્કમાં રહેતા પ્રવીણભાઈ માથુર તેમના પરિવાર સાથે જયપુરથી કોટા પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ગંભીર અકસ્માતનો સામનો કરવાનો ફરજ આવી પડી હતી. તેમની કારની અંદર 85 વર્ષની સરલા માથુર, 60 વર્ષનો કમલેશ માથુર, તેમની દીકરી નીતાલી માથુર અને 65 વર્ષના પ્રવીણ માથુરનો પણ સમાવેશ થતો હતો..

તેઓ પૂર ઝડપે હાઇવે ઉપરથી પસાર થતા હતા. ત્યારે તેમની આગળ જતો એક ટ્રક અચાનક જ બ્રેક મારીને ઉભો રહી જતા માથુર પરિવારની આ કાર ટ્રકની પાછળના ભાગે નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ કારના કુરચે કુરચા ઉડી ગયા હતા અને અંદર બેઠેલા તમામ લોકોનો જીવ પડીકે બંધાઈ ગયો હતો..

જ્યારે આ ઘટના બની ત્યારે કાર ટ્રકની અંદર ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. ત્યાં આસપાસના સ્થાનિક લોકોની મદદથી આ તમામ લોકોને કારના પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સ બોલાવી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા..

પરંતુ સારવાર દરમિયાન પ્રવીણ માથુર અને સરલા દેવીનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે બાકીના લોકો ખૂબ જ ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા છે. તેમની કારમાં એરબેગ પણ ખુલ્લી ગઈ હતી. પરંતુ અંદર બેઠેલા એક પણ લોકોને મદદ મળી નહીં પરિણામે તમામ લોકો આ અકસ્માતનો ખૂબ જ ગંભીર રીતે ભોગ બની ગયા છે.

પ્રવીણભાઈ માધુરીની બે દીકરીઓ છે. જેમાંથી મોટી દીકરી મિતાલી જયપુરમાં રહે છે. અને તેના લગ્ન પણ થઈ ચૂક્યા છે. સમગ્ર પરિવાર તેમની મોટી દીકરી મિતાલીને મળવા માટે જયપુર ગયો હતો અને ત્યાંથી તેઓ પોતાને ઘરે પરત આવતા હતા. એ વખતે આ કાળમુખો અકસ્માત સર્જાઈ જતા બે વ્યક્તિના મૃત્યુ થયા છે..

જ્યારે બાકીના વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર છે. આ હાથમચાવી દેતી ઘટના બની જતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. જ્યારે હાઇવે મરણચીખોથી ગુંજી ઉઠ્યો છે. આવા ઘણા બધા અકસ્માતના બનાવો હાઈવે ઉપરથી અવાર નવાર સામે આવે છે. જે સૌ કોઈને ચિંતામાં મૂકી દે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *