Breaking News

બાપ રે ! આ વિસ્તારમાં કબર માંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, ત્યાં નજીક જઈને જોયુ તો ઉડી ગયા હોશ! જાણો..

તમે રાત્રીના સમયે વિચિત્ર આવાજ સાંભળ્યા હશે. જયારે જયારે આવા વિચિત્ર અવાજ આવે છે ત્યારે દરેક માનવીના મનમાં એક ડર પેદા થાય છે. જો આવાજ કરનાર વ્યક્તિ વસ્તુ કે જાનવર કોણ છે એ ખબર હોઈ તો ડર લાગતો નથી. પરતું ઓચિંતા જ આવાજ આવવા લાગે અને તમે ઘરે એકલા હોવ તો તમે ડર લાગે એ સ્વાભાવિક વાત છે..

સાંભળીને પણ ડર લાગે તેવી એક ઘટના કર્ણાટકના રંગનાથપુરામાં સામે આવી છે. કર્ણાટકના રંગનાથપુરામાં એક કબર પાસે એવો વિચિત્ર આવાજ આવતો હતો કે તે સાંભળીને જ ઘણા લોકોના મોતિયા મરી જતા હતા. રાત પડે એટલે આવાજ આવવાનું શરુ થઈ જતું હતું. એક વાર તો આ આવાજએ હદ જ પાર કરી મૂકી.

ત્યાં આજુના લોકોમાંથી એક હિમ્મતવાન યુવકે કબરની પાસે જઈને જોયુ તો તેના હોશ જ ઉડી ગયા. ઘડીક તો એ કાઈ બોલતો જ બંધ થઈ ગયો. ત્યાર બાદ બીજા લોકોએ પણ સાહસ કરીને તે યુવક સાથે કબર પાસે ગયા અને જોયુ તો કબર 15 ફૂટ ઉંડી હતી અને તેમાંથી કુતરાનો ભસવાનો આવાજ આવતો હતો.

કુતરાની હાલત ખુબ જ ખરાબ હતી એટલે તેના ભસવાના આવાજ પણ વિચિત્ર આવતા હતા. તે કબરમાં 150 કરતા વધારે કુતરા હોવાનું અનુમાન છે. આ કુતરાઓને દફનાવી દીધા હશે તેવું સામે આવ્યું છે. 150 માંથી ઘણા કુતરા જીવ ગુમાવી બેઠા હતા અને ઘણા મારવાની હાલતમાં પડ્યા હતા. બિચારા ભસી ભસીને મદદ માંગી રહ્યા હતા.

અહીના લોકો પણ આ દ્રશ્ય જોઈને એટલી હદે હેરાન થઈ ગયા હતા કે આવું કૃત્ય કરનાર વ્યક્તિ કેટલી હદે નીચે પડી ગયેલો હશે. આખરે તેણે 150 માસૂમ જીવો સાથે આવું શું કામ કર્યું હશે? ત્યાં ઉભેલા લોકોના મનમાં પ્રશ્નોની મડગાંઠ બનતી જતી હતી અને એક બાજુ પોલીસ અને એનીમલ રેસ્ક્યુ ટીમ કુતરાઓને કબર માંથી બહાર કાઢી રહી હતી.

એનિમલ રેસ્ક્યુની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોચતા ત્યાંના લોકોમાં થોડો જુસ્સો આવ્યો હતો ત્યાર બાદ તેઓએ આવું ખરાબ કૃત્ય કરનારને પકડી સજા અપાવવા માટે દાવેદારી દેખાડી હતી. એનીમલ રેસ્ક્યુની ટીમ કુતરાના શબને હટાવવા લાગી હતી, મહામેહનતે કબરમાંથી તમમાં જીવોને બહાર કાઢી નાખ્યા હતા.

રેસ્ક્યુ ટીમના સભ્યએ કહ્યું કે અમારી ટીમ આ ઘટનાનું પરીક્ષણ કરી રહી છે. આ ઘટનાનો આંખો રીપોર્ટ પોલીસ તૈયાર કરશે. કુતરાઓને દ્ફ્નાવતા પેહલા તેમને ઝેર આપવામાં આવ્યું હશે તેવી પ્રાથમિક તપાસમાં જાણ મળી રહી છે. પરતું તેમાંથી ઘણા કુતરા જીવિત પણ હતા. પોલીસે આ કેસ માટે ગ્રામ પંચાયતના અધિકારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ સાથે સચિવે કહ્યું કે પંચાયતે કૂતરાઓને પકડવાનો કે મારવાનો આદેશ આપ્યો નથી. તેઓએ કહ્યું કે પંચાયત અધિકારી પોલીસ તપાસમાં મદદ કરશે.

શા માટે માસૂમ સાથે આવો અન્યાય : આજ વિસ્તારમાં આની પહેલા 38 વાંદરાઓને પણ મારી નાખવામાં આવ્યા હતા. આવી હિસક પ્રવુતિઓ શા માટે કરી રહ્યું હશે. આ કાર્ય કરનાર શું સાબિત કરવા માંગતો હશે. આ તમમાં પ્રશ્નોના જવાબ પોલીસ ગોતી રહી છે. એમજ અત્યાર સુધી આરોપી વિષે કોઈ પણ કડી મળી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *