બી.એ ના બીજા વર્ષમાં ભણતા યુવકે રૂમમાં અંતિમ નોટ લખી લટકીને કરી લીધો આપઘાત, અંતિમ નોટ વાંચતા જ લોકોના હોશ ઉડી ગયા..!!

ગમે ત્યારે આપણને જોવા મળે છે કે આપણી આસપાસ ઘણા બધા ગંભીર બનાવો બની રહ્યા છે. આજની યુવાન પેઢી ખૂબ જ ખરાબ રસ્તે દોરાઇ રહી છે. તેઓ પોતાની મુશ્કેલીઓને દૂર કરવાને બદલે બીજા લોકોનું જોઈને પોતાની સાથે જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના બરવાની નગરના દશેરા ગ્રાઉન્ડ પાસે આવેલા મદીના નગરમાં રહેતા યુવક સાથે બની હતી. આ યુવક બૈગર-અંબાપાડાવા રહેતા પરિવારનો દીકરો હતો. તેમના પિતાનું નામ શિવરામ જાધવ છે. દીકરો તેમના પરિવારથી દૂર મદીના નગરમાં એક ભાડાનું મકાન રાખીને રહેતો હતો. દીકરાનું નામ રાજેશ હતું.

રાજેશ ધોરણ 12 સુધી ગામમાં ભણ્યો હતો અને ત્યારબાદ કોલેજ કરવા માટે તે શહેરમાં આવ્યો હતો અને શહેરમાં તે પોતાના અન્ય મિત્રો સાથે એક ભાડાનું મકાન રાખીને રહેતા હતા. રાજેશ બી.એ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ભણવામાં પણ તે ખૂબ જ હોશિયાર હતો. જેના કારણે તેમના માતા પિતા રાજેશને ભણાવવા માગતા હતા.

રાજેશ શહેરની એસબીએન પીજી કોલેજમાં અભ્યાસ કરતો હતો. રાજેશને દરેક લોકો ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. રાજેશને કોઈ સાથે ક્યારેય ઝઘડો થયો ન હતો. એક દિવસ રાજેશ પોતાના મિત્રો સાથે અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારબાદ મિત્રો પોત પોતાના રૂમમાં સુવા જતા રહ્યા હતા અને રાજેશ પણ પોતાના રૂમમાં સુઈ રહ્યો હતો.

લાઈટ બંધ કરીને રાજેશે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સુઈ ગયો હતો. ત્યારબાદ સવાર થતાં તે રૂમમાંથી બહાર આવ્યો નહીં. જેના કારણે મિત્રોને લાગ્યું કે તે વહેલા કોલેજ જતો રહ્યો હશે. જેના કારણે મિત્રોએ તેમનો દરવાજો ખખડાવ્યો નહીં અને મિત્રો પણ તેમના સમયસર કોલેજ જતા રહ્યા હતા.

ત્યારબાદ સાંજ થતાં પરત આવ્યા ત્યારે પણ રાજેશના રૂમનો દરવાજો બંધ હતો અને રૂમમાં લાઈટ થતી પણ જોવા મળી નહીં જેના કારણે મિત્રોએ રાજેશને બૂમ પાડી હતી. ઘણીવાર રાજેશને અવાજ કરીને બહાર બોલાવવાની કોશિશ કરી પરંતુ રાજ્શે કોઈપણ જવાબ આપ્યો નહીં. જેના કારણે મિત્રો ગભરાઈ ગયા હતા.

અને રૂમનો દરવાજો પણ અંદરથી બંધ હતો. તરત જ મિત્રોએ કોતવાલી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીના પરિવારના લોકોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તે સમયે પરિવારની હાજરીમાં પોલીસે રૂમનો દરવાજો તોડ્યો હતો.

ત્યારે પરિવારના લોકોએ રૂમમાં એવું જોયું કે, જોતા તેઓ ત્યાંને ત્યાં બૂમ પાડીને રડવા લાગ્યા હતા અને આઘાતમાં તેઓ બેસી ગયા હતા. રાજેશના મિત્રોએ જોયું તો રાજેશ મૃત હાલતમાં જોવા મળ્યો હતો. તેણે લટકીને આપઘાત કરી લીધો હતો. વેન્ટિલેટર પર તેમણે દોડું બાંધેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે રાજેશના મૃતદેહ નીચે ઉતાર્યો હતો.

અને તેમની રૂમની તપાસ કરતાં સમયે રાજેશના રૂમમાંથી એક અંતિમ નોટ પણ રાજેશે લખેલી મળી આવી હતી. આ અંતિમ નોટ વાત પોલીસ ચોકી ગઈ હતી. અંતિમ નોટમાં રાજેશે જણાવ્યું હતું કે, ‘હું મરી રહ્યો છું, તેમાં કોઈનો વાંક નથી અને નીચે તેમણે અંગ્રેજીમાં પોતાનું નામ લખ્યું હતું. RJ લખીને તેમણે અંતિમ નોટ પૂરી કરી હતી.

અંતિમ નોટમાં તેમણે બીજું કશું પણ લખ્યું નહોતું. બે મોબાઈલ ફોન લખેલા મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી રાજેશે શા માટે શા માટે આ પગલું ભર્યું તેમ વિચારીને પરિવારના લોકો પણ ખૂબ જ રડી રહ્યા હતા. પરિવારે તેમના એકના એક દીકરાના સાથે ભણીને ખૂબ જ આગળ વધશે તેવી આશા રાખી હતી. અને દીકરાને આવી ઘટના કરી નાખતા તેઓ આઘાત સહન કરી શક્યા નહીં…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment