અવકાશમાથી ઘણીવાર સૌ કોઈ લોકોમાં કૂતુહલ સર્જે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. કેટલીક વખત ઉલ્કાપિંડનો વરસાદ થતો જોવા મળે છે. તો કેટલીક વખત આ તારા કે અવકાશી પદાર્થો જમીન પર આવતા જોવા મળે છે. હાલ આણંદના ઉમરેઠ અને કાલેજ વિસ્તારની આસપાસના જુદાજુદા ત્રણ ગામોમાંથી અવકાશમાંથી એવી ચીજ વસ્તુઓ નીચે જમીન પર આવી પહોંચી છે કે જે જોતાની સાથે સૌ કોઈ લોકોના હોંશ ઉડી ગયા છે..
આ ચીજવસ્તુને જોવા માટે લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા છે. લોકોના ટોળે ટોળા ખેતરોમાં એકઠા થઇ ગયા છે. જ્યારે આ ખેતરો ના માલિકોએ પોતાના ખેતરમાં આ પ્રકારના ગોળા પડતા જોયા ત્યારે તેઓને ખૂબ જ ડર લાગી ગયો હતો અને એકાએક ભયનો માહોલ સર્જાઈ ગયો હતો..
તેવો વિચાર માં પડી ગયા હતા કે આખરે આ ગોળો ક્યાંથી આવ્યા હશે..? આ બાબતને લઈને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગોળાઓ શેના બનેલા છે..? અને ક્યાંથી આવ્યા છે તેની તપાસ શરૂ કરી હતી. આણંદ જિલ્લાના જીતપુરા, દગ્જીપુરા અને ખાનકુવા ગામમાં અવકાશમાંથી ગોળા પડ્યા છે.
આ ગોળા એકદમ ગોળાકાર એલ્યુમિનિયમ જેવા દેખાય છે. તેમજ તેનું વજન સાત કિલો ગ્રામ જેટલો છે. એ ગોળો નવાપુરના રહેવાસી રંગીતભાઈ ચૌહાણના ઘર ઉપર પડ્યો છે. જેના કારણે તેના ઘરના તમામ પતરા તૂટી ગયા છે. ઘરમાં રહેલો ખાટલો અને અનાજ ભરેલું ટીપ પણ તૂટી ગયું છે..
આ ઘરમાં ત્રણ લોકો હાજર હતા. જ્યારે ગોળા પડવાનો ભારે અવાજ સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે અન્ય બે જગ્યાઓએ આગળ આ ખેતર વિસ્તારમાં પડતાં અન્ય કોઇ જાનહાનીના સમાચાર આવ્યા નથી. પોલીસે આ ગોળાની તપાસ શરૂ કરી હતી..
શરૂઆતમાં તો મેટલ ડિટેક્ટર લાવીને ચેક કરવામાં આવ્યું હતું કે શું કોઈ બોમ તો નથીને..? પરંતુ આ ગોળા સેટેલાઈટના કોઇ ઉપકરણ હોવાનું સામે આવ્યું છે. આ બાબતને લઈને ચકાસણી માટે જુદી જુદી એજન્સીઓને પણ જાણ કરી દેવામાં આવી છે. તેમજ આ તમામ ગોળાઓને એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે..
મોટાભાગે અવકાશમાં ઘણા બધા ગ્રહો પડતા હોય છે. જેમાં પહેલા ઉપકરણોમાં નંબર લખેલા હોય છે. આ નંબરના આધારે આ ઉપકરણ કયા ઉપગ્રહનું છે. તેની જાણ મેળવી શકાય છે. આ ગોળા હજારો કિલોમીટર દૂરથી નીચે પૃથ્વીના ઘર્ષણથી સામે આવતા હોય છે. જો તે ભીડભાડવાળા વિસ્તારમાં પડ્યો હતો. કેટલાય લોકોનો જીવ લઇ લીધો હતો.
આકાશમાંથી વિચિત્ર આકારના ગોળા જમીન પર આવવાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે. સૌ કોઈ લોકો આ ગામડાઓમાં અવકાશમાંથી પડેલા આ ગોળાને જોવા માટે દૂર દૂરથી આવી પહોંચે છે. લોકો જાત જાતની ચર્ચા કરી રહ્યા છે. કોઈ કહી રહ્યો છે કે હકીકતમાં અવકાશમાંથી આ જાદુઇ પદાર્થ આવ્યો છે..
જે લોકો આ બધાએ પોતાના ઘરે લઈ જશે તેના ઘરમાં ક્યારેય નહીં ખૂટે તો અમુક લોકો કહી રહ્યા છે કે, આ ભગવાનની પ્રસાદી માનીને આપણે ઘરમાં રાખી લેવો જોઈએ. તો કેટલાય લોકો આ ગોળાને નજીક જવાથી પણ ડરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ ગોળાને અડકવાથી ઘરમાં રોગચાળો આવી પડે છે. અને જોતજોતામાં ઘરના તમામ સભ્યો નું મૃત્યુ થાય છે..
લોકો જુદી જુદી ચર્ચાઓ કરી રહ્યા છે પરંતુ હકીકતમાં પદાર્થ અવકાશીય પદાર્થ છે કે પછી અન્ય કોઇ પદાર્થ છે. તેની હજુ તપાસ ચાલી રહી છે. આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળતા હોઈ છે. ખરેખર આવા કિસ્સાઓ જયારે સામે આવે છે ત્યારે લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈ છે કારણે ક્યારેય ન જોયો હોઈ એવો પદાર્થ જમીન પર આવી પહોચે તો કુતુહલ સર્જાઈ જાઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]