Breaking News

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ કમર ગનીને રિમાન્ડ પર લેતા થયા મોટા ખુલાસા..! 1500 લોકોની યાદી તૈયાર..!

ધંધુકા માં બનેલી કે કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધી અનેક ખુલાસાઓ થઈ ચૂક્યા છે. આ હત્યાકાંડ નો માસ્ટર માઇન્ડ આરોપી મૌલાના કમર ગનીને ATSએ બરાબરના રિમાન્ડ પર લીધો છે. કમર ગનીને ભીસ પડતાં જ તે એક પછી એક ખુલાસો કરવા લાગ્યો હતો. ગુજરાત ATSને કમર અને જણાવ્યું છે કે, જે લોકો ધર્મ બાબતે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરે છે….

તેવા ૧૫૦૦ લોકોની યાદી ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આવેલી તહેરીકે-ફરોદે- ઇસ્લામ એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર સોસાયટીના ઓફિસમાં નેશનલ સેક્રેટરી અહેસાન ઉલ હક્કે  બનાવી લીધી છે. ATSએ તેના લેપટોપ માં રહેલી આ વિગતોને જાણવું ખૂબ જ જરૂરી બને છે…

આ લિસ્ટમાં કોઈ ગુજરાતી વ્યક્તિઓના નામ છે કે, નહીં તેની પણ હાલ તપાસ ચાલુ છે. કમર ગની ગુજરાતમાં કુલ ૪૮ લોકો સાથે સંપર્ક કર્યા હતા તે અંગે પણ એટીએસ તપાસ કરવાની છે. ગુજરાતમાં કમર ગની નું કનેક્શન ક્યાં સુધી રહેલું છે. તેમજ તે ગુજરાતમાં કોઈ પ્રોપેગેન્ડા પર કામ કરી રહ્યો છે કે નહીં…

આ બધી માહિતી પર પોલીસ તપાસ કરવા જઈ રહી છે. અગાઉ પણ આ કેસમાં એક ખુલાસો થયો હતો કે, જેમાં કમર ગાનીના બેંક એકાઉન્ટમાં પોલીસને ૧૧ લાખના ટ્રાન્જેક્શન મળ્યા હતા.. આટલી મોટી રકમ એક સામાન્ય મોલાના કમર ગની ના એકાઉન્ટમાં કેવી રીતે અને ક્યાંથી આવી હશે…

આ અંગે પણ તપાસ ચાલી રહી છે. ધંધુકા માં બનેલી આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. તેમજ ગુજરાતના દરેક લોકો આ ઘટનાના મૂળ આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. તેમજ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી એ પણ જણાવ્યું હતું કે આ કેસ સાથે જોડાયેલા કોઈ પણ લોકોને છોડવામાં આવશે નહીં…

અને તેઓને કડકમાં કડક સજા આપવામાં આવશે હાલ આ મુદ્દે ખૂબ કડક કાર્યવાહી થઈ રહી છે અને એક પછી એક દરેક કડીને સુલજાવામાં આવી રહી છે. આ કેસના પડઘા ખુબ દુર દુર સુધી પડ્યા છે. ગુજરાતી લોક કલાકારો પણ કિશન ભરવાડના હત્યારાઓને કડકમાં કડક સજા અપાવવા માટેની માંગ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *