Breaking News

ATMમાંથી પૈસા ઉપાડતી વખતે રાખજો ખાદ ધ્યાન, ATMમાં યુવકની પાછળ ઉભેલા 2 લોકોએ કર્યું એવું કે જાણીને સૌ હચમચી ગયા..!

એટીએમમાં પૈસા ઉપાડતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે નાની અમથી ભૂલને કારણે પણ કેટલી વખત પૈસા ખોવાનો વારો આવી જતો હોય છે, આ ઉપરાંત કેટલાક ચોર લૂંટારા અને ઠગ લોકો એટીએમમાં પ્રવેશ કરતા લોકો ઉપર નજર ધારીને બેસે છે. અને તેને વધારે રૂપિયા ઉપાડતા જોઈને તરત જ તેમની ઉપર લૂંટફાટ કરવાનો ઇરાદો પણ બનાવી લેતા હોય છે..

અત્યારે હરિયાણાના પાણીપત શહેરમાં એટીએમમાંથી રૂપિયા કાઢતી વખતે એવો માઠો બનાવ સહન કરવાનો વારો આવ્યો છે કે, જેને સાંભળીને સૌ કોઈ લોકોએ ચેતી જવું જોઈએ. આ ઘટના ઇજહાર નામના યુવક સાથે બની છે. જે ઉત્તર પ્રદેશના મુઝફરનગરમાં આવેલા છતેલા ગામનો રહેવાસી છે..

તે હરિયાણાના પાણીપત શહેરમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે એક એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ગયો હતો. તે જ્યારે એટીએમ ની અંદર પ્રવેશ કર્યો ત્યારે તેની પાછળથી બે યુવકો આવી પહોંચ્યા હતા, મોટાભાગે જ્યારે એટીએમની અંદર કોઈ એક વ્યક્તિ ઊભેલો હોય ત્યારે અન્ય કોઈ વ્યક્તિએ અંદર પ્રવેશ કરવો જોઈએ નહીં..

જ્યાં સુધી એક વ્યક્તિ પૈસા ઉપાડીને એટીએમ માંથી બહાર નીકળી ન જાય ત્યાં સુધી અંદર કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે તો તે સારી બાબત કહેવાય છે. પરંતુ આ યુવકનો અંદર પ્રવેશ કરતાની સાથે જ તેની પાછળ બે યુવકો ઘુસી આવ્યા અને તેઓએ આ યુવકને એક નશીલી ચીજ વસ્તુ સુંઘાડી દીધી હતી..

આ સુગંધ લેતાની સાથે જ ઇજહાર નામનો યુવક જાણે ત્યાં નીચે ઢળી પડ્યો હતો. ત્યારબાદ આ બંને વ્યક્તિઓએ તેમની પાસેથી મોબાઇલ ફોન અને ડેબિટ કાર્ડ જપ્ત કરી લીધા અને આ ડેબિટ કાર્ડ માંથી તેઓએ જુદી જુદી ટ્રાય કરીને તેમના ખાતામાંથી કુલ 87,000 ઉપાડી લીધા હતા..

એમાંથી કેટલા રૂપિયા તેઓ ઓનલાઈન પણ ટ્રાન્સફર કરી દીધા છે. તેમનો મોબાઇલ ફોન તેમણે સાથે લઈ લીધો હતો. જેથી કરીને મોબાઇલમાં ઓટીપી આવતાની સાથે જ તેને શેર કરી શકાય અને યુવકના બેન્ક એકાઉન્ટ માંથી પૈસા ઉપાડી શકાય. જ્યારે ઇજહાર  નામના યુવકને ખબર પડી કે તેને નસીલો પદ્રાથ સુંઘાડીને બેભાન કરી દેવામાં આવ્યો હતો..

અને તેનો મોબાઇલ અને એટીએમ બંને ગાયબ છે. અને તેમાંથી 87,000 ઉપાડી લેવામાં આવ્યા છે. ત્યારે તે તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને આ યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટીએમ મશીનની સામે રહેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે.

અને આ બંને યુવકોની ભાળ મેળવવામાં આવી રહી છે. કારણ કે જો આ બંને યુવકોને પકડવામાં નહીં આવે તો તે આવતીકાલે અન્ય એટીઓમાં પણ અન્ય કોઈ વ્યક્તિ સાથે આવી છેતરપિંડી કરી શકે છે. એટલા માટે આવા લોકોને પકડી પાડીને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ જેથી કરી તેમની અક્કલ ઠેકાણે આવે અને શહેરના નાગરિકો સુખચયનથી જીવન જીવી શકે.

થોડા સમય પહેલા પણ એવી ઘટના સામે આવી હતી કે, જ્યારે યુવક એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો ત્યારે તેની પાછળ ઉભેલા કેટલાક લોકોએ એટીએમ નો પીન જોઈ લીધો હતો. ત્યારબાદ યુવકને માથામાં ઘા મારીને તેના ડેબિટ કાર્ડ વડે પૈસા ઉપાડી પીન દાખલ કરી રોકડ રૂપિયા ઉપાડીને ત્યાંથી ભાગી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *