Breaking News

અતિભારે વરસાદથી ખેતીમાં કરોડોનું નુકસાન.. શું સરકાર સહાય આપશે કે નહી? જાણો કિસાન સંઘએ શું કહ્યું..

આ વર્ષે વરસાદ અનિયમિત રીતે વરસ્યો છે. અમુક અમુક જગ્યાએ ખૂબ મુશળધાર વરસ્યો છે. તો અમુક અમુક જગ્યાએ ખુબ જ ઓછો. વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ અને અમરેલી તેમજ ભાવનગર માં આટલો અતિભારે વરસાદ વરસ્યો છે કે ખેતરોમાં ઉભેલા તમામ પાકો ના સત્યનાશ કરી નાખ્યા છે.

ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસ્યો છે. તેથી ત્યાં જળાશયો પણ મોટા પ્રમાણમાં ભરાયા નથી. દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે ભુક્કા બોલાવી દીધા છે. ખેતરોમાં છાતી સમાણા પાણી ભરી દીધા છે.

એવો વરસાદ દિવસેને દિવસે વર્ષે તો પાક નુકસાન તો થવાનું જ. વાત કરીએ તો આખા રાજ્યમાં ૭૫ ટકા કરતા વધારે ખેતી માં નુકસાની નો કેસ દેખાઈ રહ્યો છે. ભાદરવા મહિનામાં પડેલા વરસાદને કારણે રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં કઠોળના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે.

ત્યાં હજુ પણ ખેતરમાં પાણી ભરેલા છે અને તમામ વિસ્તારોમાં મગફળી તેમજ કપાસ તો સાવ સુકાઈ જ ગયા છે. જે પણ ખેડૂતોએ કપાસ અને મગફળીની ખેતી કરી છે. તે લોકોને તો હવે તમામ પાક ખેતરમાંથી બહાર કાઢીને ફેંકી દેવાનો જ રહેશે તેવી સ્થિતિ સર્જાણી છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા ,મોરબી, સોમનાથ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં ખરીફ પાકને જીવનદાન મળ્યું છે.

ભારે પવનના કારણે કપાસનો ફાલ પણ ખરી ગયો છે. તો તલ, અડદ અને મગ સહિતના કઠોળ નાશ પામ્યા છે. તેમજ ડુંગળી માં પાણી ભરાઈ જવાથી બગડી ગઈ છે. આમ એક પણ પાકમા નુકસાન ન હોય એવું બન્યું નથી..

જેથી ખેડૂતોને આ નુકસાની માંથી બહાર કાઢવામાં જે સરકાર યોગ્ય સહાય જરૂર બહાર પાડવી જોઈએ. જેથી કરીને જગતના તાતને વધારે પડતી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમજ ગુજરાતના 160 થી વધારે તાલુકામાં સળંગ 20 દિવસ સુધી વરસાદ વરસ્યો નથી. જેથી આખો ઉભા સુકાઈ ગયા હતા.

તો ભારતીય કિસાન સંઘે માંગણી કરી છે કે ખેડૂતોને કિશાન સહાય યોજનાનો સંપૂર્ણ અમલ અને વળતર મળે. તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખીને માંગ પહોંચાડી છે કે પ્રાઈવેટ કંપનીઓ 2019 અને 2020 નો પાક વીમો હજુ પણ આપ્યો નથી. જેના માટે સરકાર યોગ્ય હસ્તક્ષેપ કરે.

ગયા વર્ષે રૂપાણી સરકારે પાક વિમાના સ્થાને કિસાન સહાય યોજના જાહેર કરી હતી. જે મુજબ જે પણ તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ થયો હોય અથવા 31 ઓગસ્ટ સુધી બે વરસાદ વચ્ચે 28 દિવસનું અંતર રહ્યું હોય તેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

ઓગસ્ટના અંતે ગુજરાતના તાલુકાઓની સંખ્યા 107 થઈ છે. કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દુધાત્રા એ જણાવ્યું છે કે, એક મહિનો વીતી ગયો છે. છતાં પણ સરકારે નવી યોજનાનો અમલ કર્યો નથી. હજુ પણ કેટલાક તાલુકાઓમાં 10 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે. તો જોવો અને ધ્યાનમાં લઈને સરકાર યોગ્ય વળતર જરૂર આપશે તેવી આશા છે .તાજેતરમાં અતિવૃષ્ટિને કારણે પાક.માં ખૂબ જ નુકસાન થયું છે તો ખેતરે ખેતરે નુકસાનીનો સરવે થાય અને તે મુજબ ખેડૂતોને ઝડપી રીતે સહાય મળે તેવી અમારી માંગણી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *