Breaking News

અષાઢી બીજ નજીક આવતા જ આ વિસ્તારોમાં ખાબકશે ભયંકર મેઘો, ઘનઘોર વાદળો વરસાવશે ભારેથી અતિભારે વરસાદ..!

સારો વરસાદ નોંધાતા જ ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં વાવણી કરવા લાગતા હોય છે. પરંતુ વાવણી કર્યા બાદ જો થોડા દિવસ સુધી વરસાદ ન આવે તો આ વાવણી નિષ્ફળ જતી હોય છે. ગુજરાતમાં જ્યારે મેઘરાજાનું આગમન થયું ત્યારે ઘણા બધા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા હતા. પરંતુ અમુક વિસ્તારોમાં મેઘરાજાના આગમન બાદ સતત એક અઠવાડિયા સુધી પણ વરસાદ વરસ્યો હતો..

જ્યારે અમુક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા આવ્યા બાદ મેઘરાજાએ ડોકિયું પણ કર્યું નથી. એવા વિસ્તારોમાં વાવણી નિષ્ફળ ગઈ છે. જ્યારે અમુક જિલ્લામાં મેઘરાજાએ ભારે ધડબડાટી બોલાવી દીધી હતી. જેના પગલે ભારેથી અતિભારે વરસાદ વરસી ચૂક્યો છે. અને ખેતરમાં ઠેર પાણી ભરાઈ ગયા છે. એવા તાલુકાઓમાં પણ વાવણી નિષ્ફળ ગઈ છે..

જ્યારે જે વિસ્તારોમાં એક ધારે વરસાદ વરસ્યો છે. તેવા વિસ્તારોમાં વાવણી સફળ ગઈ છે. પરંતુ હવે અષાઢી બીજનું ચોઘડિયું નજીક આવી ગયું છે. અને અષાઢી બીજના દિવસથી જ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઇ જશે તેવી આગાહી અંબાલાલ પટેલે આપી દીધી છે.

અંબાલાલ પટેલ અવારનવાર આગાહીઓ આપતા હોય છે તેમની સચોટ આગાહીઓના મતે અષાઢી બીજ બેસતા જ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં પણ એર સાયકલોનિક સર્ક્યુલેશન રચાયું છે. જેને કારણે ગુજરાતમાં વરસાદી વાદળો ખેંચાઈ આવ્યા છે..

જેને પગલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદથી રાજ્યના ખેડૂતોને ખૂબ જ લાભ થશે. જે ખેડૂત મિત્રોને વાવણી નિષ્ફળ જવાનો ડર રહેલો છે. તે ખેડૂતોની વાવણીને પુનઃ જીવન મળશે તેમજ સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળાઓમાં પણ પાણી વહેતા થશે જેને પગલે સીમ વિસ્તારોમાં જળસ્તરમાં વધારો થશે.

હાલ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવી દીધું છે કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ભારે પવનના સુસવાટા સાથે વરસવા જઈ રહ્યો છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા સાથે હળવા થી મધ્યમ વરસાદ વરસવા જઈ રહ્યો છે..

જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અષાઢી બીજના બીજા દિવસથી ભારે પવન અને વિજળીના કડાકા ધડાકાની સાથે જ મેઘરાજા ધડબડાટી બોલાવી દેશે. જેના પગલે અમુક વિસ્તારોમાં પાંચથી લઇને આઠ ઈંચ સુધીનો વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો અમુક જિલ્લાઓમાં બે ઇંચથી લઇને ત્રણ ઈંચ સુધી સામાન્ય વરસાદ વરસવાની આગાહી આપી દીધી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *