Breaking News

આર્મી જવાનના વરઘોડામાં વરરાજાએ હવામાં બંદૂકથી કર્યું ફાયરિંગ, તો એક યુવક તલવાર લઈને નાચ્યો, જુવો વિડીયો..!

લગ્ન પ્રસંગોમાં દિવસેને દિવસે જુદા જુદા રીત રિવાજો આવતા હોય છે. પરંતુ લગ્નમાં હવામાં ગોળીબાર કરવો અને તલવાર લઈને નાખવાનો રિવાજ ખૂબ જૂના જમાનાનો છે. પરતું આ પ્રકારના દ્રશ્યો સર્જવા પર કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. કારણ કે જાહેર જગ્યા પર ખુલે આમ હથીયાર લઇને ઘુમવું એ કાયદાની ખિલાફ છે.

હાલ પંચમહાલ જીલ્લાના વેજલપુર માં ફરી એક વખત આ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. વેજલપુર તાલુકાના ખરસાલિયા ગામમાં ભરત ભાઈ ઉદાભાઈ સોલંકી ના ઘરે લગ્ન પ્રસંગ હતો.  ભરતભાઈ ના દિકરા અંકિત ભાઈ સોલંકી આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવે છે. આ આર્મીમેન ના લગ્નમાં એક એવી ઘટના બની છે કે, જેના વીડિયો વાયરલ થતાં પોલીસખાતું દોડતું થયું છે.

અંકિત સોલંકી નો વરઘોડો રાત્રિના સમયે નીકળ્યો હતો. એ સમયે વરઘોડામાં સૌ કોઈ મિત્ર લોકો તેમજ સ્નેહીજનો નાચી રહ્યા હતા. એવામાં અંકિતે ઘોડી પર બેસીને બંદૂક લઇને હવામા ફાયર કર્યું હતું. તેમજ તેના સાથી મિત્ર જયદીપ સોલંકી ખુલ્લી તલવાર લઈને શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું.

વરઘોડામાં બંદૂક અને તલવાર જેવા હથિયારો આવી પહોંચ્યા હતા. તેમજ કેટલાક યુવકો આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી રહ્યા હતા. આ બંને યુવકો હથિયાર લઇને સામાન્ય લોકોને જીવને જોખમમાં મુકી દીધા હતા. વરઘોડામાં વરરાજાનો ઉત્સાહ હંમેશાં વધારે હોય છે…

તેમ જ તેના પરિવારજનો ઉત્સાહ પણ ખૂબ વધારે હોય છે. પરંતુ ઉત્સાહને આવેશ માં આવી જઈને હવામાન ફાયર કરવો અને તલવાર ગુમાવવી એ કોઇ સામાન્ય બાબત નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતા પોલીસે આ બંને યુવક સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

ફાઇનલ વીડિયોમાં ઘોડી પર બેઠેલો અને હવામાં ફાયર કરતો યુવાન આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવે છે. અને તેનું નામ અંકિત સોલંકી હોવાનું બહાર આવ્યું છે. પોલીસને તપાસ કરતાં જણાયું છે કે, અંકિત એ જે બંદૂક ફાયરિંગ કર્યું છે. તે બંદૂક હકીકતમાં કોની છે તેના વિશે હજુ કોઈ પણ જાણવા મળી નથી…

પરંતુ વેજલપુર પોલીસે અંકિત સોલંકી અને જયદીપ સોલંકી નામના બે યુવક સામે અરમ એકટ સહિતની કલમો દાખલ કરીને ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં કાયદાનો ડર ધીમે ધીમે ઓછો થતો હોઈ તેવું લાગે છે. આટલા બધા કડક કાયદા હોવા છતાં પણ લોકો સહેલાઈ થી કોઈન ડર રાખ્યા વગર તોડી નાખે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *