Breaking News

અરબ સાગરમાથી આવી રહ્યું છે પવનનું મોટું ચક્રવાત, ગુજરાતમાં 3 દિવસ કડાકા સાથે પવન ફૂંકાશે.. વાંચો..!

ગુજરાતમાં એક પછી એક આફતો આ વર્ષે આવતી જ ગઈ છે. પેહલા તાઉ તે વાવાઝોડું, ત્યાર બાદ યાસ વાવાઝોડાની અસર , ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વિનાશકારક વરસાદ અને તે બાદ ગુલાબ અને શાહીન વાવાઝોડું… તેમજ હવે એક નવું સંકટ ગુજરાત તરફ પ્રયાણ કરતું હોય તવું લાગી રહ્યું છે.

અરબ સાગરમના મધ્ય પૂર્વ વિસ્તારમાં એક ઉપર હવા સાઈકલોનિક સરક્યુલેશન સર્જાયું છે જેના લીધે તે પવનનું ચક્રવાત બની ગયું છે. આ ચક્રવાત ધીમે ધીમે મજબુત નતું જાય છે. આ માહિતી હવામાન વિભાગે નકશાનું નિરીક્ષણ કરીને જણાવી છે. જેથી કરીને કોઇપણ આફત આવે તે પહેલાની પ્રી કામગીરી હાથે ધરી શકાય…

આ ચક્રવાત ગુજરાત તરફ આગળ આવતા જ દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વિજળીના કડાકાં સાથે ભારે પવન ફૂંકાવાની શકયતા છે. આ ચક્રવાત એટલું મોટું છે કે તેમાં આખાને આખા વિસ્તાર પણ સામેલ થઈ જાય. પવનનું આ ચક્રવાત અર સાગરની સપાટીથી 4.5 કિલોમીટર જેટલું ઊંચું છે.

આ ચક્રવાતના લીધે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા પણ ગાંડાતૂર બનશે. ચક્રવાત ખુબ મોટું છે એટલે ભારે પવનની સાથે સાથે દરિયામાં ખુબ મોટા મોજા ઊછળશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

આ સિસ્ટમની અસરને પગલે ગઈ કાલે દક્ષીણ ગુજરાતના શહેરોમાં મોંડી સાંજે વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવવાની સાથે હળવો વરસાદ નોંધાયો હતો. આ પ્રકારનું વાતાવરણ 11 ઓક્ટોબર સુધી રહેવાની શકયતા છે. છેલ્લા 2 દિવસથી રોજે અસહ્ય બફારો થતો હતો જે વરસાદ આવતા જ નસ્ટ થયો હતો.

પરંતુ સાંજે એકાએક વાતાવરણમાં બદલાવ થતાં ઠંડા પવન શરૂ થયા હતા. ચક્રવાતની અસરના પગલે આજે પવનની દિશા પણ બદલાઈને દક્ષિણ પૂર્વની પ્રતિ કલાક ચાર કિલો મીટરની ઝડપની નોંધાઈ હતી. અગાઉ જ હવામાન વિભાગે દરિયામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.

તેના લીધે સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચુક્યો હતો : સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય બફારા વચ્ચે આજે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા વરસાદ તુટી પડ્યો હતો. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

વરસાદની તોફાની બેટિંગમાં સૌથી વધારે પ્રભાવિત વરાછા અને વરાછા બી ઝોન થયા હતા. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં છુટો છવાયો અને વત્તો ઓછો વરસાદ જોવા મળ્યો હતો. જો કે વરાછામાં તોફાની વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા.

ગાજવીજ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, હજી પણ આગામી 3 દિવસ વરસાદ આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવી શક્યતા છે.

આ વખતે તારીખ 12 થી તારીખ 22 સુધીમાં પણ હવામાનમાં અચાનક પલટો આવશે. અને નવરાત્રિમાં પણ તડકો પડે અને  વાદળો પણ આવે આવી સ્થિતિ રહેશે. એટલે કે અમુક દિવસોમાં દિવસે ઝાપટા પડે તો અમુક દિવસે રાત્રે ખેલેયાઓનો મૂડ બગાડવા સાંજે વરશે.

બંગાળાની ખાડીમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહેલી છે. તારીખ 8 થી તારીખ 10 ઉપરાંત તારીખ ૧૫ની આસપાસ અને ઓક્ટોબર મહિનાના અંતમાં બંગાળાના ઉપસાગર તેમજ અરબ સાગરમાં  હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે.

જેના લીધે દરિયાકિનારા ના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. આ વખતે છેક ડિસેમ્બરની શરૃઆત  સુધી સમુદ્રમાં વાવાઝોડા થવાની શક્યતા રહેશે અને 8 ડિસેમ્બરથી ઠંડીની શરૃઆત થશે તેમ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *