Breaking News

‘એપલનો ફોન નહી આપો તો લગ્ન નહિ કરું’ કહીને યુવતીએ સગાઈ તોડવાની ધમકી આપી, યુવકે કર્યું એવું કે સમાજ જોતો જ રહી ગયો..!

અત્યારના સમયમાં ઘણા બધા લોકોના મગજમાં કંઈકને કંઈક ખોટ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સારી બાબતો વિચારવાને બદલે પોતાની જીદ ઉપર અડગ બની અન્ય વ્યક્તિઓને હેરાન પરેશાન કરવા ના કિસ્સાઓ રોજબરોજ ખૂબ જ વધવા લાગ્યા છે. ખરેખર આવી ઘટનાઓ જ્યારે પણ આપણે સાંભળીએ છીએ ત્યારે કાન ચમકી ઉડતા હોઈએ છે કે આવનારો સમય કેવો સાબિત થવાનો છે..

જેનો અંદાજો અત્યારથી જવા લાગ્યો છે, તાજેતરમાં જ એક યુવક અને યુવતીની સગાઈ નક્કી કરવામાં આવી હતી. આ સગાઈ પૂર્ણ થઈ ગયા બાદ જ્યારે લગ્નનો સમય નજીક આવતો હતો, એ વખતે યુવતીએ એવી જીદ પકડી લીધી હતી કે, મામલો સગાઈ તોડવાની વાત સુધી પણ પહોંચી ગયો હતો..

આવી ઘટનાઓમાં હેરાન પરેશાન થઈને મૂંઝાઈ જવાને બદલે યુવા કે એવું કામકાજ કર્યું હતું કે, સમગ્ર સમાજ જોતો અને જોતો જ રહી ગયો છે. મનોજ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે, મનોજની સગાઈ આજથી બે મહિના પહેલા રાધિકા નામની યુવતી સાથે નક્કી કરવામાં આવી હતી..

અને આ બંનેના લગ્ન હવે નજીક આવતા હતા, એ વખતે સગાઈ પછીના સમયે રાધિકાએ તેના પતિને ફોન લઈ આપવા માટે જણાવ્યું હતું, એ વખતે મનોજે રાધિકાને 25000 રૂપિયાનો એક મોબાઇલ ફોન લઈ આપ્યો હતો. મનોજે ઘણી બધી મહેનત કરીને પૈસા ભેગા કરીને તેની થનાર પત્નીને ફોન લઈ આપ્યો હતો..

છતાં પણ રાધિકાને તેના પતિની આ બાબતો ગમતી હતી નહીં, જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો ગયો તેમ તેમ રાધિકા તેના પતિને જણાવવા લાગી હતી કે, જો તમે મને એપલનો ફોન નહીં આપો તો હું લગ્ન નહીં કરું, મને એપલનો ફોન જોઈશે. એપલનો ફોન ખૂબ જ મોંઘો આવતો હોવાને કારણે મનોજે તેને ભવિષ્યની થવા વાળી પત્ની રાધિકાને મનાઈ ફરમાવી દીધી હતી..

કે આટલો મોંઘો ફોન તે ખરીદશે નહીં કારણ કે, આટલા બધા રૂપિયા ખર્ચવા તેના માટે ખૂબ જ વિચારવા લાયક બાબત છે. કારણ કે તેઓ મધ્યમ વર્ગીય પરિવારમાં જીવન જીવે છે, આજકાલ એપલના ફોન વાપરવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. મોટાભાગના વ્યક્તિઓના હાથમાં એપલનો ફોન દેખાઈ આવતો હોય છે..

અને એમાં આમાં દેખાદેખીમાં ઉતરી આવી રાધિકાએ મનોજ પાસે એપલના ફોનની માંગણી કરી હતી, શરૂઆતમાં તો આ વાત તેમના બંને વચ્ચે જ રહી હતી. પરંતુ જ્યારે રાધિકા આ ફોન લઈ આપવા માટે ખૂબ જ દબાણ કરવા લાગી અને ધમકીઓ આપવા લાગી હતી કે, જો તમે મને એપલનો ફોન નહીં લઈ આપો તો હું સગાઈ તોડી નાખીશ..

ત્યારે મનોજ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયો અને આ વાત વિશે તેઓએ અન્ય સભ્યોને પણ જણાવ્યું હતું, આ ઉપરાંત તેમની સગાઈ જે વ્યક્તિને વચ્ચે રાખીને કરવામાં આવી હતી. તેમને પણ જણાવવામાં આવ્યું હતું કે, રાધિકા ખૂબ જ જીદ્દીલા સ્વભાવની છે. અને માત્ર એક એપલના ફોન માટે તે સગાઈ તોડવાની ધમકીઓ આપી રહી છે..

ઘટનાને મનોજે થોડા દિવસ સુધી તો સહન કરી હતી, પરંતુ અંતે તેને એવું મગજ વાપર્યું હતું કે, રાધિકા પણ સુધરી ગઈ અને સમગ્ર સમાજ પણ જોતો અને જોતો જ રહી ગયો હતો. મનોજ સતત વિચારતો હતો કે, સમાજનો ઘણો બધો પરિવાર અત્યારના સમયની દેખાદેખીને કારણે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે..

કારણ કે, જો કોઈ પરિવાર દેખાદેખી ન કરે તો અન્ય પરિવારના સભ્યો તેને એકદમ મામૂલી સમજીને તેમને નકારી કાઢતા હોય છે, એટલા માટે સમાજના દરેક લોકોને સાથે રહેવા માટે ભલે પરિસ્થિતિ ન હોય છતાં પણ દેખાડો કરવો પડે તો હોય છે અને આ દેખાડાથી મનોજને ખૂબ જ ગુસ્સો આવતો હતો..

એટલા માટે તેણે સમાજના દરેક લોકો સુધી આ વાતને ફરતી કરી દીધી હતી કે, આપણે આપણી પરિસ્થિતિ મુજબ જીવન જીવવું જોઈએ ભલે સગાઈ તૂટી જાય પરંતુ તે રાધિકાની આ જીદ ને ક્યારે પણ પૂરી નહીં કરે, આવો મેસેજ જ્યારે સમાજના દરેક લોકો સુધી ફરતો થયો ત્યારે દરેક લોકો આંખો ફાડી ગયા હતા કે..

રોજબરોજના વધતા દેખાડાના આ સમયમાં સારા વિચારો સમજવાની શક્તિ પણ દરેક વ્યક્તિમાં હોવી જોઈએ હાલ મનોજે સગાઈ તોડી નાખવાની વાત કહી દીધી હતી, પરંતુ રાધિકાની જીદને ક્યારે પણ પૂરી કરશે નહીં કારણ કે, જો આજે તે રાધિકાની એક જીદને પૂરી કરી તો આવતીકાલે તેને બીજી હજારો જીદ પણ પૂરી કરવી પડી શકે છે..

પરિસ્થિતિને અનુકૂળ જીવન જીવવું જોઈએ એના બદલે રાધિકાએ તમામ બાબતો ભુલાવી દઈને મનોજ પાસે એપલના ફોનની માંગણી કરી નાખી હતી, આ ઘટનાએ દરેક લોકોને ચોંકાવી દીધા છે. આ અગાઉ પણ સગાઈ પછી નાની નાની બાબતો માં લડાઈ ઝઘડાવો શરૂ થઈ ગયા હોય છે. જેના કારણે ઘણા બધા વ્યક્તિઓની સગાઈ તૂટી જવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *