Breaking News

એપાર્ટમેન્ટમાં ચાલતા કેફેમાં દરોડા પાડીને કાળા કારનામાં પકડી પાડ્યા, કેફેના નામે ચાલતા કપલ બોક્સનો થયો પરદાફાશ..!

નાની ઉંમરમાં કેટલા યુવક યોવતીઓ ખૂબ જ ખોટા રવાડે ચડી જતા હોય છે. નાની ઉંમરમાં કોઈપણ માતા-પિતાના લાડકા દીકરા કે દીકરીઓ કોઈ મોટી મુસીબતોનો ભોગ ન બને એટલા માટે શહેરનું પોલીસ ખાતું ખૂબ જ સતર્ક રહે છે. અને યુવકોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ તેમજ ચીજ વસ્તુઓની સાથે સાથે સુખ સગવડની સુવિધાઓને પણ નાશ કરવાનું વિચારે છે..

આ અંતર્ગત શહેરની પોલીસ શહેરમાં ચાલતા દુષણો જેવા કે કપલ બોક્સ તેમજ નશાકીય ચીજ વસ્તુઓનું વેચાણ કરનાર લોકોને પકડી પાડે છે. કપલ બોક્સ ચલાવનાર વ્યક્તિઓ ઉપર યોગ્ય કાર્યવાહી પણ ચલાવવામાં આવતી હોય છે. કારણ કે કપલ બોક્સએ ગેરકાયદેસર ચીજ વસ્તુ છે. વડોદરામાં ફતેગંજ ચાર રસ્તા પાસે એક એપાર્ટમેન્ટની અંદર કપલ બોક્સ ધમધમી રહ્યું હતું..

જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે તેઓએ આ કપલ બોક્સને બંધ કરાવવાની કામગીરી શરૂ કરી હતી. ફતેગંજના ઉડીપી સર્કલ પાસે મંગલ કીર્તિ એપાર્ટમેન્ટ આવેલું છે. જેના પહેલા માળે 107 અને 108 નંબરની દુકાનમાં ધ બોક્સ કેફે નામનું કપલ બોક્સ ચાલતું હતું. જ્યારે પોલીસે આ કેફેમાં તપાસ ચલાવી ત્યારે તેના રિસેપ્શન કાઉન્ટર ઉપર ત્રણ વ્યક્તિઓ બેઠેલા નજરે ચડ્યા હતા..

આ ઉપરાંત કપલ બોક્સની અંદર કુલ 11 કેબીન પણ મળી આવ્યા હતા. તમામ કેબિનની આગળ પડદા લગાવેલા હતા. પોલીસના જાહેરનામા અંતર્ગત કોઈપણ કેફે કે રેસ્ટોરન્ટમાં પડદા તેમજ પાર્ટીશન વાળી ચીજ વસ્તુ લગાવી યોગ્ય નથી. પોલીસે આ ત્રણે વ્યક્તિઓની પૂછપરછ કરી હતી..

અને કપલ બોક્સ શા માટે ચલાવે છે, તેમજ કેટલા સમયથી ચાલે છે, આ તમામ બાબતો પૂછપરછ કરી હતી. પરંતુ તેઓએ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો નહીં. કપલ બોક્સનો માલિક ચેતન પાછાભાઈ હડિયા કેજે મૂળ ભાવનગર જિલ્લાનો છે. અને વેલેન્સી આ ટાવરમાં રહે છે. આ સાથે જ તેના સ્ટાફ મેમ્બર કૃષ્ણ પ્રવીણભાઈ ચૌહાણ તેમજ મેનેજર સાગર નિલેશભાઈ સોલંકી આ ત્રણેય વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી છે..

અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કપલ બોક્સમાં નાની ઉંમરમાં યુવક યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવવાના કારનામાઓ ચાલતા હતા. ત્યારબાદ તેમની સાથે શું થઈ જાય તેનું નક્કી હોતું નથી, શહેરમાંથી કપલ બોક્ષ જેવા દુષણોને દૂર કરવા માટે પોલીસ ખૂબ જ કડક એક્સન લઈ રહી છે..

જેમાં રાત્રિના સમયે ફતેગંજ વિસ્તારના અન્ય ત્રણ કે પેપર પણ રેડ પાડવામાં આવી હતી જ્યાંથી કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે. જેમાં કાફે હેવન, હાઈવે તેમજ ડેલહાઉસી કેફ એની અંદર રેડ પાડી રાહુલ સિંહ પ્રતાપસિંહ ઠાકોર, અબ્દુલ કાદિર પઠાણ તેમજ પીયુષ દિનેશભાઈની ધરપકડ પણ કરવામાં આવી છે..

અગાઉ પણ વડોદરા શહેરમાંથી જ એક કિસ્સો સામે આવ્યો હતો કે, જેમાં આઈસ્ક્રીમ પાર્લરની આડમાં કપલ બોક્સ ચલાવવામાં આવતું હતું. જ્યાં યુવક અને યુવતીઓને મળવા માટે કલાકના 100 રૂપિયાથી લઈ ₹200 સુધીનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. દુકાનના આગળના ભાગે આઈસ્ક્રીમ વેચવામાં આવતો હતો..

કેટલાક લોકો ત્યાં આઈસ્ક્રીમ ખાવા માટે પણ આવતા હતા. પરંતુ દુકાનના પાછળના ભાગે સીટિંગ એરિયા ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં બેસીને કસ્ટમર આઈસક્રીમ ખાઈ શકે, પરંતુ ત્યાં આઈસ્ક્રીમ ખાવાને બદલે યુવક યુવતીઓને મળવા માટે જગ્યા બનાવી દેવામાં આવી હતી. આ સાથે ત્યાં બેડ તેમજ પડદા પણ લગાવી દેવામાં આવતા.

આઈસ્ક્રીમ પાર્લર પોલીસની આંખે ચડી ગયું હતું અને તેઓને તાત્કાલિક જ બંધ કરાવવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. યુવક યુવતીઓ ગેર માર્ગે ન દોરાઈ એ માટે તેમના માં-બાપે પણ ખુબ જ ધ્યાન રાખવું પડે છે. તેમના સંતાનો રોજ ક્યા જ્યાં છે અને શું કરી રહ્યા છે તેમની દરેક કામગીરી પર નજર પણ રાખવી પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *