Breaking News

ધંધુકાના યુવાન કિશન ભરવાડ હત્યા કેસમાં અન્ય 3 લોકોની ધરપકડ, થયા ચોંકાવનારા ખુલાસા.. વાંચો..!

થોડા દિવસ પહેલા ગુજરાતમાં થયેલા કિશન ભરવાડ નામના યુવકની હત્યા ને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. કિશન ભરવાડ હત્યા કેસમાં કેટલાય લોકોની ATS એ ધરપકડ કરી લીધી છે. તેમજ ગુજરાતની પોલીસ ખુબ મહેનતથી આ કેસના મૂળને ગોતવાનો પ્રયત્ન કરી રહી છે.

કિશન ભરવાડ હત્યા કેસના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. ઘણા તાલુકાઓમાં લોકોએ બંધનું એલાન કરીને મૌન રેલીઓ પણ યોજી હતી. તેમજ આ કેસને લઇને ગુજરાતના લોક કલાકારો પણ આગળ આવ્યા છે. અને તેઓએ કિશન ભરવાડ ની હત્યા કરનાર આરોપીઓ ની કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.

ગઈકાલે આ કેસ સાથે જોડાયેલા વધુ ત્રણ લોકોની ATS એ ધરપકડ કરી છે. પૂછાતાછ કરતા જણાવ્યું છે કે કિશન ભરવાડ ની હત્યા હથિયાર પહોંચાડનાર તેમજ નાણાકીય મદદ કરનાર ત્રણ લોકો ને પકડી પાડયા છે. અને તેના ઉપર ગુજસીટોકની કલમ પણ લગાવી દેવામાં આવી છે…

તમને જણાવી દઇએ કે આ કેસમાં કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ ત્રણ લોકોની ધરપકડ કરી એ સમયે તેઓની પાસેથી દેશવિરોધી કેટલુંક સાહિત્ય તેમજ કેટલાક અન્ય પુરાવાઓ પણ મળી આવ્યા છે. એટલા માટે આગામી સમયમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પણ આ કેસમાં વધુ તપાસ કરી શકે તેવી શક્યતા રહેલી છે.

આ ત્રણ આરોપીઓ માંથી એક આરોપી રાજકોટમાં રહેતો હતો જેનું નામ રજાક સેતા હતું. તેણે આરોપીઓને હથિયાર પૂરા પાડ્યા હતા. જ્યારે બીજો આરોપી પોરબંદરમાં રહેતો હતો જેનું નામ હુસેન મિસ્ત્રી હતું. જેણે કિશન ભરવાડ પર રેકી કરવામાં મદદ કરી હતી. તેમજ ત્રીજો આરોપી નું નામ મતીન મોદન છે. જેણે હત્યારાઓને રહેવા તેમજ ખાવાપીવાની સુવિધા પુરી પાડી હતી.

તપાસ એજન્સી રિમાન્ડ ઉપર રહેલા તમામ આરોપીઓને સતત પૂછપરછ કરી રહી છે. તેમજ ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં સ્લીપર સેલ કઈ રીતે કામગીરી કરી રહ્યા છે. તે અંગેની કામગીરી એકઠી કરી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ થી ઘણા લોકોના નામ સામે આવ્યા છે. મૌલાના કમર ગની ઉષ્માની પાકિસ્તાનના સંગઠનમાં સામેલ થવા માટે ભારતના યુવાનો પાસેથી 350 રૂપિયા ફી લેતો હતો…

તેમજ તેણે એક પુસ્તક પણ લખ્યું હતું. જેની 1500 કરતા વધુ કોપી પણ છપાવી હતી. આ પુસ્તકમાં તદ્દન કટ્ટરવાદી શબ્દો નો ઉપયોગ થયો છે. જે મસ્જિદોમાં આવેલા યુવાનો ને ફ્રીમાં વહેંચતો હતો. તેમજ સંગઠનમાં જોડાવા બદલ તેમની પાસેથી 365 રૂપિયા ફી લેતો હતો. મૌલાના કમરની ઉસ્માની ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં રહેલો છે..

તેથી તેનું કનેક્શન કઈ કઈ જગ્યાએ હશે તેને પકડી પાડવા માટે એટીએસ કામગીરી કરી રહી છે. આ કેસમાં કેટલાય લોકો જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે તેમજ આ કેસમાં જોડાયેલા કેટલાક સંગઠનો પાકિસ્તાનના છે તેવી જાણ મળી છે.

આ સમાચાર કોઈપણ ધર્મ કે કોઈપણ સંપ્રદાય ને નીચા બતાવવા માટે નથી તમામ ધર્મ ને સંપ્રદાય એક બીજા નું સમ્માન કરે છે તમામ વચ્ચે પરસ્પર એકતાની ભાવના બની રહે કોઈપણ પ્રકારની જાતીય વિષમતા ફેલાવી એવી પોસ્ટ થી દૂર રહેવા વિનંતી અમારો પ્રયાસ આપને સત્ય ને સચોટ સમાચાર પોંહચાડવાનો છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *