Breaking News

અંતિમ સંસ્કાર ચાલતા હતા અને મધમાખીનો મધપુડો વીફર્યો, લોકોએ ઉભી પૂછડીયે દોડધામ કરી, અને અંતે થયું એવું કે….

મધમાખીનો મધપૂડો એવી જગ્યા ઉપર હોય છે કે જ્યાં કોઈ માણસ તેની પણ છંછેડી ના શકે પરંતુ અમુકવાર માણસો મધપૂડામાથી મીઠું મધુર મધ કાઢવાની લાલચમાં મધપૂડાને છંછેડી બેસતા હોય છે અને તેના કારણે મધમાખી તેમના પર હુમલો કરી બેસે છે. હકીકતમાં મધપૂડામાં ઘણી બધી મધમાખી હોય છે..

તેમાંથી કોઈ એક મધમાખી આ તમામ માખીઓની રાણી કહેવાય છે. તે એક ના આદેશ ઉપર આખો મધુપૂડો કોઈ વ્યક્તિ પર હુમલો કરી બેસતો હોય છે. મધમાખીઓ આટલી બધી ઝડપથી ઉડતી હોય છે કે તમે ગમે એટલું દોડો છતાં પણ તે તમારા પર હુમલો કરી દે છે. મધમાખીના હુમલાથી બચવા માટે ભાગ્યે જ કોઈને રસ્તો ખબર હશે..

હાલ અમે તમને એક ઘટના જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મધમાખી એક ટોળા ઉપર હુમલો કર્યો હતો જેમાં થી કુલ ૫૦ લોકો ને ડંખ મારીને અધમુઆ કરી નાખ્યા છે. આ ઘટના સુરતના મહુવામાં ઝેરવાવરા ગામ આવેલું છે ત્યાં બની છે. આ ગામના સ્મશાન પાસે અંતિમ સંસ્કાર ની પ્રક્રિયા ચાલી રહી હતી..

અંતિમ સંસ્કારની આ વિધિમાં ઘણા બધા લોકો જોડાયા હતા. સૌ કોઈ લોકો અશ્રુભીની આંખે મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવ્યા હતા. એવામાં પાસે પાણીની ટાંકી બનાવેલી હતી. ત્યાં ખૂબ મોટો મધપૂડો હતો અને કોઈ વ્યક્તિએ તેને છંછેડયો હતો અને મધમાખીઓ લાલઘુમ થઇ ગઇ હતી અને તેઓએ પલટવાર કરવા માટે ઉપસ્થિત તમામ લોકો ઉપર હુમલો કરી દીધો હતો..

એક બાજુ મૃતકની ચિતાને આગ આપવામાં આવી રહી હતી. તો બીજી તરફ મધમાખીના હુમલાથી તમામ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. એવામાં કુલ ૫૦ કરતા વધારે લોકોને મધમાખી ડંખ મારી લીધો હતો. આ મધમાખીનું ઝેર એટલું બધું વધારે હતું કે તેઓને તાત્કાલિક ધોરણે સારવાર લેવાની ફરજ પડી હતી કારણ કે મધમાખી ના ડંખ માર્યો ત્યાં ખૂબ મોટા સોજા ચડી ગયા હતા..

એવામાં ઘણા લોકો અફરાતફરી મચાવી રહયા હતા કારણ કે મધમાખી કેવી રીતે બચવું તેનો ખ્યાલ હતો નહીં. જ્યારે અમુક લોકોમાં પાસે મધમાખી થી બચવા માટેનો ઉપાય હતો કે તેઓ એક કપડું પોતાના મોઢા ઉપર ઓઢી લીધું હતું. અને જમીન પર બેસી ગયા હતા. આ તરકીબ અજમાવી મારું કહેવું છે કે…

મધમાખી જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરે છે. ત્યારે મોઢા પર કોઇ કપડું ઓઢી લેવું જોઇએ અને જમીન પર બેસી જવું જોઈએ અને હલનચલન કરવું ન જોઈએ.જો હલનચલન કરવાની સ્થિતિ મધમાખીઓને નજરે આવે તો તે તમારા પર હુમલો કરી બેસે છે. પરંતુ તમે પોતાનું મોઢું સંતાડીને બેસી જશો તો મધમાખી ક્યારે હુમલો કરતી નથી.

સ્મશાનમાં હાજર તમામ લોકોને મધમાખીએ દોડાવી દોડાવીને બહાર કાઢી મુક્યા હતા. હકીકતમાં મધમાખીના ડંખ ના કારણે ઘણી વખત વ્યક્તિના મૃત્યુ પણ થતા હોય છે. હાલા મધમાખીએ ગંભીર રીતે ડંખ મારતા તમામ લોકો હોસ્પિટલ ભેગા થયા છે. અને અંતે તો એવું થયું છે કે જેની ન પુછો વાત..

મધમાખીના મધપૂડા ને કયા વ્યક્તિએ છંછેડ્યુ હશે અને મધમાખીના હુમલા કરવા પાછળ શું કારણ હશે તે વિચારવા સૌ કોઈ લોકો મજબૂર બન્યા છે. આ અંગે તપાસ પણ ચલાવી રહ્યા છે. મધમાખીના ચાળા કરવા એ વ્યક્તિનો જીવ પણ લઇ લે છે. મધપુડાથી હમેશા આઘું જ રેહવું જોઈએ અને તેને અડકવું ન જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *