Breaking News

અનોખા ગરબા : પુરુષો સ્ત્રીના કપડા પહેરીને રમે છે ગરબા, રીવાજ પાછળનું કારણ કે હોશ ઉડાડે તેવું..!

નવરાત્રી એ માતાજીની આરાધનાનો તહેવાર છે. દરેક ગુજરાતીઓ નવરાત્રિનો તહેવાર ખૂબ જ આનંદ ઉત્સાહથી મનાવતા હોય છે. છેલ્લા બે વર્ષથી નવરાત્રિનું આયોજન કોરોના ના લીધે શક્ય બન્યું નહોતું. પરંતુ આ વર્ષે આંશિક છૂટ આપતાં જ ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે તૈયાર થઈ ગયા હતા.

અત્યારે તો અડધી નવરાત્રી સમાપ્ત પણ થઈ ચૂકી છે. ત્યારે આજે અમે તમારી સામે એક એવી ઘટના પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે કે તે પાછળના રિવાજ પરંપરાનું કારણ જાણીને તમારા પણ હોશ ઉડી જશે.. સામાન્ય રીતે સાદા ગરબા, ડોઢિયા, ટીટોડો, સનેડો, ઊંધા ગરબા કે ગોળ ગરબા વગેરે વગેરે પ્રકારના ગરબાઓ ગુજરાતમાં પ્રચલિત છે..

તેમજ વેશભૂષા ની વાત કરીએ તો ચણિયાચોળી, કેડિયું, ધોતી, કુર્તા નો સમાવેશ થતો હોય છે. પરંતુ ગુજરાતના બનાસકાંઠામાં જલોત્રા ગામ માં એક અનોખા રીવાજ સાથે ગરબા રમાય છે. જેમાં પુરુષો મહિલા નો વેશ ધારણ કરે છે. અને ત્યારબાદ ગરબે ઘૂમે છે જ્યારે મહિલાઓ માત્ર બેસીને પુરુષોના ગરબાને નિહાળે છે.

વડગામ તાલુકાના જલોત્રા ગામ ની આ પરંપરા આશરે ૧૫૦ વર્ષ જૂની છે. જે ઠાકોર સમાજના યુવાનો દ્વારા આજે પણ જીવંત રાખવામાં આવી છે. આ ગરબામાં ડીજે કે ઓરકેસ્ટ્રા નો સમાવેશ થતો નથી. પરંતુ ગામના વૃદ્ધ જનો જ ગરબા ગાય છે. જ્યારે દેશી ઢોલ પણ વગાડવામાં આવે છે.

તેઓના હાથમાં મોરપીંછ હોય છે. આ નવરાત્રિમાં કોઈપણ મહિલા ગરબે ઘૂમતી નથી. મહિલાઓ માત્ર અને માત્ર બેસીને પુરુષોને ગરબાને નિહાળે છે. કહેવાય છે કે ૧૫૦ વર્ષ પહેલા જલોત્રા ગામ માં ખૂબ જ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેનો ઈલાજ કોઈ કાળે શક્ય નહોતો.

તેવા સમયે ગામમાં માણસોની સાથે સાથે પશુઓ પણ રોગચાળામાં સપડાઇ ગયા હતા. ગામમાં એટલી મોટી આફત આવી પડી હતી કે લોકોને બચાવવા માટે પણ મદદ ના પણ ફાફા હતા. તે સમયે ગામના એક વિદ્વાને નવરાત્રિના તહેવારને અનોખા રિવાજ સાથે રજુ કરી હતી.

અને જો તેમ કરશો તો રોગચાળાને કાબુમાં લાવી શકાશે. એવી ખાતરી આપી હતી. તે વિદ્વાનના મતાનુસાર ગામના તમામ પુરુષો મહિલાઓ નો વેશ ધારણ કરીને ગરબે ઘુમવા લાગ્યા હતા. તેઓએ આમ કર્યું તેના લીધે થી તે ગામમાં ફાટી નીકળેલો રોગચાળો કાબુમા આવ્યો હતો અને કેટલાય લોકોના જીવ બચી ગયા હતા.

દસ વર્ષ પહેલા શરૂ થયેલી આ નવરાત્રીને આજે પણ જલોત્રા ગામ ના ઠાકોર સમાજના યુવાનો રિવાજ સમજીને જાળવી રાખે છે. આ આધુનિક યુગમાં 100 વર્ષ જૂની નવરાત્રી ખૂબ જ આકર્ષક બની છે. આ નવરાત્રિ જોવા માટે ગામના લોકો જ નહીં પરંતુ ખૂબ દૂર દૂરના લોકો પણ આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *