Breaking News

અંગુઠાછાપ ડોક્ટર પાસે સારવાર લીધા બાદ અઢી વર્ષના જુડવા બાળકોના મોત, ત્રીજા બાળકની હાલત ગંભીર જણાતા જ પરિવાર રોડે ચડ્યો..!

ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. કારણ કે માણસ જ્યારે પણ ખુબ ગંભીર બીમારીમાં સપડાઈ જાય ત્યારે તેમાંથી બહાર નીકળવામાં ડોક્ટર જ મદદરૂપ બને છે. કોરોનાના અઘરા સમયમાં ડોક્ટરે જ દેશના સૌ કોઈ નાગરિકોના જીવ બચાવ્યા હતા. પરંતુ ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક ડોક્ટર ડિગ્રી વગર પણ પોતાનું દવાખાનું ચલાવે છે..

અને લોકોનો મન ફાવે તેવો આડેધડ ઈલાજ પણ કરે છે. જેના કારણે ક્યારેક દર્દીઓને ગંભીર પરિણામ ભોગવવા પડે છે. આવા કેટલાય ડુબલીકેટ ડોક્ટરોને પોલીસે તપાસ ચલાવીને પકડી પાડ્યા હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. હાલ ડોક્ટરની બેદરકારીને કારણે ખૂબ જ મોટો અણબનાવ બની ગયો છે..

આ મામલો મધ્યપ્રદેશના મહુ જિલ્લાથી 30 કિલોમીટર દૂર આવેલા બાઇગ્રામ ગામમાંથી સામે આવ્યો છે. આ ગામમાં રાહુલ ગાડગે નામનો વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે. તે સીટી બસમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં તેનો મોટો દીકરો કે જેની ઉંમર પાંચ વર્ષની છે, તે આ ઉપરાંત બે જુડવા બાળકો કે જેની ઉમર અઢી વર્ષની છે..

અને જેના નામ યુવરાજ અને નૈતિક છે. આ ત્રણ બાળકો સાથે પતિ-પત્ની અને માતા પિતા નો સમાવેશ થાય છે. રાહુલભાઈના મોટા દીકરા અચાનક જ તાવ આવી ગયો હતો. તેઓએ ઘરેલુ ઉપચાર કર્યો ત્યારબાદ પણ બે થી ત્રણ દિવસ સુધી તેના શરીરમાંથી તાવ ઉતર્યો હતો નહીં. એટલા માટે તેને ત્યાં નજીકમાં આવેલા દવાખાનામાં સારવાર માટે લઈ ગયા હતા..

અને દવાખાનું છેલ્લા કેટલાક વર્ષોથી ચાલે છે. આ દવાખાનામાં ડોક્ટર બાલ મુકુંદ શીલવાડીયા લોકોની સારવાર કરે છે. આ ડોક્ટરે તપાસ કર્યા વગર જ આ બાળકને થોડી ઘણી દવા આપી હતી અને કહ્યું કે આ બાળકને થોડા સમયમાં સારું થઈ જશે .પરંતુ આ દવા લીધા બાદ પણ શિવાંશની તબિયત ખૂબ જ વધારે બગડવા લાગી હતી..

આ સાથે સાથે તેના અઢી વર્ષના બે જુડવા બાળકોને પણ ખૂબ જ ગંભીર તાવ આવવા લાગ્યો હતો. તેઓને મગજમાં ચડી ગયો હતો, પરંતુ ડોક્ટરે તેઓને વધુ સારવાર માટે બીજી મોટી હોસ્પિટલમાં ખસેડવાને બદલે પોતે તપાસ કર્યા વગર જ દવા આપવા લાગ્યો હતો. અને એ દવાથી સારું થઈ જશે તેવું પરિવારને જણાવયુ હતું..

પરંતુ આ બાળકોને હાલત જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ લોથડવા લાગી હતી. ત્યારબાદ તેમની આ હાલત ન જોઈ શકાતા રાહુલભાઈ તેમના ત્રણેય બાળકોને લઈને શહેરની મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા અને થોડી ઘણી સારવાર ચાલી અને તરત જ તેમના અઢી વર્ષના બાળકો કે જેમનું નામ યુવરાજ અને નૈતિક બંનેને મૃત્યુ થઈ ગયા હતા..

જ્યારે તેમનો પાંચ વર્ષનો દીકરો શિવાંશની હાલત ખૂબ જ ગંભીર હતી. આ બનાવની જાણ પોલીસ સહિત અન્ય તંત્રના અધિકારીઓને થતા તાત્કાલિક ધોરણે દોડધામ મચી ગઈ હતી. બાયગ્રામ ગામના આજુબાજુના ગામોમાં પણ આ તાવના લક્ષણો જોવા મળ્યા હતા. આ સાથે સાથે ડોક્ટરની તપાસ કરતા જણાવ્યું કે, આ ડોક્ટર અંગૂઠાછાપ છે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારી પણ બાયગ્રામ ગામમાં પહોંચી ગયા હતા અને ડોક્ટરના ક્લિનિક પર છાપો મારી તપાસ ચલાવ્યા બાદ આ દવાખાનાને સીલ કરી દેવામાં આવ્યું હતું. પરિવારજનોને ગંભીર બીમારીના કારણે તેમજ ડોક્ટરની ઘોરબેદરકારીને કારણે તેમના બે વહાલ સોયા દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. પરિવારના બે દીકરાના મૃત્યુ થતાં સૌ કોઈ લોકો શોકની લાગણીમાં ગમગીન બન્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *