Breaking News

અનાથ ભાઈને તેની બહેન-જીજાજીએ “તું તારી રીતે જીવી લેજે” કહીને ઘરેથી કાઢી મુક્યો, 19 વર્ષે બિચારા સાથે થયું એવું કે અંત જાણીને આંતરડી બળી જશે તમારી…!

પરિવારમાં જો માતા કે પિતાનો સાથ ન હોઈ તો તેમના અનાથ બાળકોને ખૂબ જ ઠોકરો ખાઈને જીવન જીવવું પડે છે. ડગલેને પગલે તેમને જિંદગીમાં કંઈક ને કંઈક નવું શીખવા મળે છે અને ભારે મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવવું પડતું હોય છે. કારણ કે નાની ઉંમરની અંદર જ જો માતા અને પિતા બંનેનું મૃત્યુ થઈ જાય તો આ બાળકોને ઉછેર કરવા માટે પાછળ કોઈ વ્યક્તિ બચતું નથી..

એમાં પણ જો પરિવારના સગા સંબંધીઓ આ બાળકના ઉછેર કરવા માટે મનાઈ કરી દે તો બાળકો પર મોટી કઠણાઈ બેસી જતી હોય છે. કંઈક આ પ્રકારનો જ એક બનાવો ત્યારે સામે આવી રહ્યો છે. આ ઘટના રજીમપુર ગામની છે. આ ગામની અંદર ત્રિકમભાઈ અને તેમની પત્ની ગૌરીબેન બંનેનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું..

જ્યારે તેમની 18 વર્ષની દીકરી પ્રીતિ અને પાંચ વર્ષનો દીકરો એ અકસ્માતમાં બચી ગયા હતા. પ્રીતિ એ તેના ભાઈને ભણાવી ગણાવીને મોટો કર્યો હતો. જ્યારે પ્રીતિના લગ્ન થઈ ગયા ત્યાર બાદ 19 વર્ષનો ભાઈ પૃથ્વી તેની સાથે જ રહેતો હતો. બહેન તેના ભાઈનું ખૂબ જ સારી રીતે પાલનપોષણ પણ કરતી હતી..

પરંતુ જેમ-જેમ પૃથ્વીની ઉમર મોટી થતી ગઈ તેમ તેમ તેની બહેને તેને આવકારો આપવાનું બંધ કરી દીધું હતું. પૃથ્વીને વારંવાર લાગતું હતું કે હવે તેની બહેન તેને પહેલા જેટલો પ્રેમ કરતી નથી. હજુ પૃથ્વી ભણતો હતો એટલા માટે તે ક્યાંયથી પૈસા કમાઈને ન લાવતો હોવાથી તેના જીજાજી પણ અવારનવાર તેને મહેણા ટોણા મારતા હતા..

અને એક વખત પ્રીતિ હ તેના ભાઈ પૃથ્વીને કહી દીધું હતું કે, હવે તું તારી રીતે જિંદગી જીવી લેજે અને હવે અમારા ઘરમાં ન આવતો. કારણ કે અમે તને ઘણા વર્ષો સુધી સાચવ્યો છે. હવે તારે તારી રીતે જીવન જીવવાનું છે. 19 વર્ષનો દીકરો તેની બહેનના ઘરમાંથી તો નીકળી ગયો હતો. પરંતુ તે સતત ને સતત વિચારવા લાગ્યો હતો કે, હવે તે કેવી રીતે જીવન જીવશે અને ક્યાંથી પૈસા લાવશે..

કારણકે અત્યારે તો તેમ ભણી રહ્યો હતો. તેને કોઈપણ પ્રકારનો નોકરી ધંધો પણ ન આવડતો હતો. તેમ છતાં તે કેવી રીતે ઘર ચલાવશે, કઈ જગ્યાએ ખાશે અને કઈ જગ્યાએ તેને ચેનથી સુવા મળશે વગેરે જેવી બાબતો તે વિચારવા લાગ્યો હતો. પ્રીતિએ તેના ભાઈ પૃથ્વીને નાનેથી ભણાવી ગણાવીને મોટો કર્યો એ બદલ તેનો ખુબ ખુબ આભાર પરંતુ તેનો ભાઈ હજુ પગ ઉપર ઉભો રહે તેટલો સક્ષમ બન્યો નહીં એ પહેલા જ તેણે પોતાના ઘરમાંથી ભાઈને ધક્કો મારીને કાઢી મૂક્યો હતો..

એ બાબત બિલકુલ ખોટી છે. 19 વર્ષના દીકરો આટલો બધો મૂંઝવણમાં આવી ગયો કે, અંતે તેને કશું જ ન સુજતા તેણે ઝેરી ટીકડા પીઈને આપઘાત કરી લેવાનું વિચાર્યું હતું. તેણે ઝેરી ટીકડા પીઈ લીધા અને ત્યારબાદ તે રોડ ઉપરથી પસાર થતો હતો. ત્યારે અચાનક જ તરફડિયા મારીને ઢળી પડ્યો હતો..

ત્યાં આસપાસ રહેલા લોકોએ પોતાની નજર સામે જોયું કે, આ દીકરો રોડ ઉપર તરફડીયા મારી રહ્યો છે. તાત્કાલિક ધોરણે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પહોંચે પહેલા તો તેનું મૃત્યુ થઈ ગયું હતું. તે આસપાસના કેટલાક વ્યક્તિઓએ પૃથ્વીને ઓળખી લીધો હતો અને જણાવ્યું કે પૃથ્વીની બહેન અને તેના જીજાજી અહી નજીકના વિસ્તારમાં જ રહે છે..

તેમને પણ જાણકારી પહોંચાડતા તેઓ અહીં આવી પહોંચ્યા હતા. પૃથ્વીને મૃત હાલતમાં જોઈને હવે પ્રીતિ અને તેના પતિને પછતાવો તો થવા લાગ્યો હતો. પરંતુ હવે શું ફાયદો તેઓએ ભરેલા આવળા પગલાંને કારણે આજે પૃથ્વી એ તેનો જીવ ગુમાવી દીધો છે. પ્રીતિના આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને જ્યારે જાણકારી મળી કે પ્રીતિ એ તેના અનાથ ભાઈ ને ઘરમાંથી કાઢી મુક્યો હતો..

એટલા માટે તેણે આ પગલું ભરી લીધું છે. ત્યારે તેમને પણ જીવ બળીને ખાખ થઈ ગયો હતો. તેઓ વિચારવા લાગ્યા કે, જો તેઓને કોઈ મુશ્કેલી હોત તો તેઓ અન્ય કોઈ વ્યક્તિને કહીને આ મુશ્કેલીનો સામનો કરી લેવાય, પરંતુ પોતાના જ સગા ભાઈ ને આવી રીતે ઘરમાંથી કાઢી મૂકવો એ સારી બાબત ન કહેવાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *