ગુજરાતની ધરતી એ કલાકારોની ધરતી કહેવાય છે. આ સાથે સાથે ગુજરાતમાં ઘણા બધા લોક કલાકારો અને સાહિત્યકારો એક આગવી છાપ છોડીને ગયા છે. અને હાલ ગુજરાતના લોક ગાયક ગીતા રબારી, માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે અલ્પાબેન પટેલ સાથે સાથે ઘણા બધા કલાકારો સમગ્ર વિશ્વમાં ડંકો બોલાવી રહ્યા છે..
અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આ કલાકારો અવારનવાર વિદેશની ધરતી ઉપર ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી દેતાં હોય છે. વિદેશમાં રહેલા ગુજરાતી લોકો સ્પેશ્યલ લોક ડાયરો ગોઠવતા હોય છે. જેથી કરીને તેઓ મનોરંજન માણી શકે. અમુકવાર વિદેશી ભુરીયાઓ પણ આપણા લોક કલાકારો ઉપર ડોલરના વરસાદ કરી દે છે.
હાલ અમેરિકાના બ્રેડફોર્ડ એવન્યુ નામના વિસ્તારમાં ગીતો ગરવી ગુજરાતના નામથી એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ગીતાબેન રબારી, સંજયભાઈ જાદવની સાથે સાથે માયાભાઈ આહીરએ પણ પોતાના શબ્દોથી રમઝટ બોલાવી દીધી હતી. આ ડાયરામાં માયાભાઈ આહીર અને ગીતાબેન રબારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું..
આ ડાયરાનું એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગુજરાતના કચ્છની કોયલ કંઠ તરીકે જાણીતી ગીતાબેન રબારીએ ધૂમ મચાવી દીધી છે. થોડા દિવસ પહેલા પણ અમેરિકાના ટેક્સાસમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતાબેન રબારીની સાથે સાથે અન્ય કલાકારો પણ ઉપસ્થિત હતા..
ડાયરોમાં થતા ડોલરના વરસાદના વિડીયો જોઈને તમારી આંખો પહોળી થઈ જશે કે લોકોને કેટલી હદ સુધી આનંદનો અનુભવ થતો હશે કે જેથી તેઓ મન મૂકીને ડોલરનો વરસાદ કરી નાખે છે. આ ડાયરાની અંદર જોતજોતામાં ત્રણ લાખ ડોલર એટલે કે આશરે અઢી કરોડ રૂપિયાનું ફંડ ભેગુ થઇ ગયું હતુ.
વિદેશની ધરતી પર તથા લોકસાહિત્યના પ્રોગ્રામમાં ત્યાંના લોકો પણ હાજરી આપતા હોય છે. વિદેશી ભુરીયા નો પણ આપણા લોકસાહિત્યમાં રસ લેવા લાગ્યા છે. કારણકે લોક કલાકારોના મોઢેથી નીકળતી વાણી સૌ કોઈ લોકોને ખેંચી રાખે છે.
અમેરિકામાં ગુજરાતના લોકગાયકોએ બોલાવી રમઝટ, આ તમામ કલાકારો પર થઈ ડોલરની વર્ષા… #Gujarat #Music #America #LokDayro #Video #ZEE24Kalak @GeetabenRabari @mayabhaiahir pic.twitter.com/CRlhWllP9P
— Zee 24 Kalak (@Zee24Kalak) April 5, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]