શાળા અને કોલેજમાં લેવાતી પરીક્ષા દરમિયાન અમુક બાળકો વાંચન કરીને પરીક્ષા આપતા હોય છે. જ્યારે અમુક બાળકો વાંચન કર્યા વગર અવ્યવસ્થિત રીતે પરીક્ષાઓ આપી દેતા હોય છે. જેમાં પેપર તપાસનાર શિક્ષકને પેપર તપાસતા જ આંખે અંધારા આવી જતા હોય છે. કારણ કે તેઓ શું લખે છે અને તેઓના લખાણનો શુ ભાવાર્થ નીકળે છે તેના કોઈ ઠેકાણાં હોતા નથી..
એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં જો કોઈ વિદ્યાર્થીને પરીક્ષામાં જવાબ ન આવડતા હોય તો અંતે તેઓ પોતાના મનગમતા ના વ્યક્તિ વિશે લખાણ લખી નાખતા હોય છે. અથવા તો મનપસંદ ગીત લખતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ તો પુરવણી ની અંદર પૈસા પણ મૂકે છે અને લખે છે કે આ પૈસા તમે રાખી લેજો અને મને પાસ કરી દેજો..
પરંતુ આવા વિદ્યાર્થીઓને ધક્કા ગાડી કરીને ચલાવી લેવામાં આવતા નથી. પરંતુ તેઓને યોગ્ય સજા કે દંડ આપવામાં આવે છે. હાલ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ચાલતી હતી જેમાં પ્રથમ વર્ષ કોમર્સ બીકોમમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થીએ જોરદાર જવાબ લખ્યો હતો..
અને તપાસની સાથે જ શિક્ષકને ચક્કર આવવા લાગ્યા હતા. વિદ્યાર્થીએ પૂરવણીમાં લખ્યું હતું કે, મેં કઈ પણ વાંચ્યું નથી. એટલા માટે મને કોઈ પણ જવાબ આવડતા નથી. હાલ મારી સગાઈ થઈ ગઈ છે. એટલા માટે મારે વાંચન કરવાનું રહી ગયું છે. તમે મને પરીક્ષામાં પાસ કરી દેજો.
આટલું લખ્યા બાદ તે શિક્ષકને સોરી અને પ્લીઝ કહેતો પણ નજરે ચડે છે. તેનું લખાણના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. આ લખાણ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો જવાબ જોઈને ખડખડાટ હસી પડ્યા છે. પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં આ વિદ્યાર્થી ની પુરવણી પ્રોફેસરે યુનિવર્સિટી સમક્ષ રજૂ કરી છે..
આટલું જ નહીં વિદ્યાર્થીએ આ લખાણ નીચે પોતાનું સરનામું પણ જણાવ્યું છે. તેમજ તેને સંપર્ક કરવાની પણ વાત કરી છે. વિદ્યાર્થીએ લખ્યું છે કે, તમે મારો કોન્ટેક્ટ કરજો હું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહું છું. અગાઉ પણ પરીક્ષાની પૂરવણીમાં વિદ્યાર્થીએ ન કરવા ના ખેલો કર્યા હતા..
યુનિવર્સિટીની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ પુરવણીમાં લખ્યું હતું કે, તમે મને પાસ કરી દેજો. નહિતર હું તમારી છોકરીને ઉપાડીને જતો રહીશ. આ ઉપરાંત ન બોલવાના શબ્દો બોલ્યા હતા. તેમજ પાસ કરવાની ધમકીઓ પણ આપી હતી. આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર શિક્ષણ વિભાગ કડકાઈથી પગલાં ભરે તેવી શક્યતાઓ રહેલી છે..
કારણકે જુદા જુદા વિસ્તારોમાંથી પૂરવણીમાં જુદા જુદા લખાણો જોવા મળતા હોય છે. જેમાં અમુક લોકો શિક્ષણ વિભાગને લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો લખતા હોય છે. એટલા માટે તેઓની સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે. પુરવણીમાં વિદ્યાર્થી પોતાનું નામ અને સરનામું રજુ કરે એ બાબત કાયદાની ખિલાફ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]