Breaking News

અમદાવાદમાં વરસાદ ખેંચાતા તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર, આ જીલ્લાઓમાં હજી પણ જોવી પડશે વરસાદની રાહ..!

હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી ચાલી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમકે અમદાવાદ, ખેડા, આણંદ, નડિયાદ, પંચમહાલ, ગાંધીનગર વગેરેમાં ક્યાંકને ક્યાંક મેઘરાજા રિસાયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અહીંના જિલ્લાઓમાં વરસાદ ખેંચાયો છે. છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું નથી..

હવામાન વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભેજવાળા પવનોને કારણે વરસાદના વાદળો બન્યા બાદ વિખાઈ જાય છે. અને દૂર ખેંચાઈ ગયા છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં ૨૨ જૂનથી વરસાદ વરસવાની આગાહી હતી. હવે તે આગાહી 29 જૂન સુધી લંબાવવામાં આવી છે. ત્યાં સુધી અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ખેંચાશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે..

અરબસાગરની અંદર અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે. જેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ દેખાય છે. જ્યારે મધ્ય ગુજરાતમાં આ સાયક્લોનિક સરક્યુલેશનની અસર દેખાઈ નથી. જેના પગલે વરસાદ ખેંચાયો છે. વાદળો બને છે. પરંતુ ભેજવાળા પવનોને કારણે વાદળો વિખેરાઈ જતા હોય છે. જેને કારણે અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે.

વાત કરીએ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકની અંદર કુલ ૭૦ તાલુકાઓમાં ભારે મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના ચીખલીમાં બે કલાકની અંદર જ 4 ઇંચ સાંબેલાધાર વરસાદ પડી ચૂક્યો છે. તેમજ સુરત, વલસાડ અને નવસારીમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે..

સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં તેમજ ભાવનગરના મહુવામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાત અને કચ્છના તાલુકાઓમાં વરસાદ ખેંચાતા બફારાનું પ્રમાણ વધી ગયું છે. દિવસ દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર થઈ ગયો છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાલનપુર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ ભુજમાં વરસાદ ખેંચાયો છે.

રાજ્યમાં અત્યાર સુધી માત્ર ૩.૫ ટકા જ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. જ્યારે દક્ષિણમાં પણ સારો વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છમાં માત્ર ત્રણ ટકા અને ઉત્તર ગુજરાતમાં માત્ર અઢી ટકા વરસાદ નોંધાયો છે. તેમજ મધ્ય ગુજરાતમાં ૪ ટકા જ્યારે સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૭ અને ૬ ટકા વરસાદ નોંધાયો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હવામાન શાસ્ત્રીઓ એ જણાવી દીધું છે કે, અમદાવાદ સહિતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 29 જૂન સુધી ચોમાસું પૂરું ઝડપથી આગળ વધવા જઇ રહ્યું છે. એ સમય દરમિયાન ભારેથી અતિભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *