છેલ્લા થોડા દિવસોથી આગ લાગવાના બનાવો દિવસેને દિવસે વધવા લાગ્યા છે. એમાં પણ ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ ખેતરમાં ઉભેલા ઘઉંના પાકમાં વધારે પડતાં લાગવાના બનાવો સામે આવ્યા છે. પરંતુ હાલ અમદાવાદના પીપળજ પીરાણા રોડ પર આવેલી એક મિલમાંથી વહેલી સવારે ખુબ વિકરાળ આગ લાગી ગઈ હતી..
જેના પગલે ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે દોડતું થયું હતું. પીપરાણા રોડ પર આવેલી મહેન્દ્ર મિલમાં શિવ શક્તિ ટ્રાન્સપોર્ટ નામના એ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ગોડાઉન કાપડનું ભરેલું હતું. તેમજ અંદાજે ૫૦૦ ટન જેટલો જથ્થો આ આગમાં સપડાઈ ચૂક્યો હતો.
એટલા માટે આગળ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી. અને તેને કાબૂમાં લેવા માટે ઓછામાં ઓછા 10 ફાયર ની ગાડીઓ ની જરૂર હતી તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને બોલાવી લેવામાં આવતા. તેઓ નવ જેટલી ફાયર ગાડી સાથે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી દીધી હતી.
ફાયર વિભાગે સૌપ્રથમ આ ગોડાઉનના બેઝમેન્ટમાં આગ બુઝાવવાનું કામ કર્યું હતું જેથી કરીને આગ આગળ વધી શકે નહીં. દોઢ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી છે. તેની કોઇ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ આગ લાગતા ની સાથે જ આગનો ભડકો એટલો બધો ઊંચો થયો હતો કે દૂર દૂર સુધી આગના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા..
ઘટના સ્થળે 2 JCBને પણ બોલાવવામાં આવ્યા હતા. જેથી કરીને કાપડના જથ્થાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે અને આગળ વધતી રોકી શકાય. આ પહેલા પણ બસના એક વર્કશોપ માં આગ લાગતાં એક સાથે આઠ બસો બળીને ખાખ થઈ ગઈ હતી આ બનાવ હજી ભૂલાયો નથી એટલામાં તો આ કાપડમાં બીજીવાર આગ લાગી જતાં ખળભળાટ મચી ગયો છે..
તો બીજી બાજુ સુરત જિલ્લામાં છેલ્લા એક મહિનાની અંદર કુલ પાંચ થી છ જેટલા આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક ગોડાઉનમાં આગ લાગી છે. તો રિવરફ્રન્ટ પાસે બે ગોડાઉનમાં આગ લાગી છે. આ સાથે સાથે ચાલુ બાઈકમાં પણ આગ લાગી જતા બાઈકસવાર માંડ માંડ બચી શક્યો છે.
View this post on Instagram
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]