Breaking News

અમદાવાદમાં સવારે સ્કુલે જવા નીકળેલી 11 વર્ષની બાળકી હજી સુધી પાછી આવી નથી, રહસ્યમય રીતે થઈ ગઈ ગાયબ.. વાંચો..!

આજકાલ બાળકોને સાચવવા ખુબ જ અઘરા બનતા જાય છે. અસમજણને કારણે તેઓ શું કરી બેસે તેનું નક્કી નથી હોતું. થોડા દિવસો પહેલા જ એક બાળકને ઘરે ગેમ રમવાની ના પાડતા તે ઘર મૂકીને ભાગી ગયો હતો. અને હવે અમદાવાદમાં એક બાળકી રહસ્યમય રીતે ગુમ થઇ ગઈ છે…

અમદાવાદના આણંદ નગર વિસ્તારમાં વિશ્વ પટેલ નામની 11 વર્ષની દીકરી ગુમ થઈ જતા સૌ કોઈ લોકો મોટી દ્વિધામાં મૂકાઇ ગયા હતા. આ વાત હકીકતમાં દસ વર્ષ પહેલાની છે. દસ વર્ષ પહેલા વિશ્વા પટેલ નામની દીકરી સવારમાં પોતાના ઘરેથી હું સ્કુલે જાઉં છું તેમ કહીને નીકળી હતી…

પરંતુ ત્યારબાદ થી લઈને આજ દિન સુધી તેનો અતો પતો મળ્યો નથી. સામાન્ય દિવસોમાં દીકરી સવારમાં આઠ વાગે સ્કૂલે જવા નીકળે છે તેમજ બાર વાગ્યા આસપાસ તે કરે આવી જતી હોય છે… પરંતુ એ દિવસે બપોરના બે થી ત્રણ વાગ્યા સુધી પણ તે ઘરે આવી નહોતી. જેથી માતાને ખૂબ જ ચિંતા થવા લાગી હતી..

તે આસપાસના વિસ્તારોમાં તેમજ સગા સંબંધીઓને પૂછતાછ કરી હતી. તેમજ તેને સ્કૂલે પણ તપાસ કરવામાં આવી હતી. શાળામાં તપાસ કરતાં જણાયું કે વિશ્વા પટેલ નામની દીકરી આજે તો સ્કૂલે આવી જ નથી. આ સાંભળતાની સાથે દીકરીની માતા ને ચક્કર આવવા લાગ્યા હતા…

કારણ કે સવારમાં 8:00 સ્કૂલે જવા માટે નીકળી હતી. પરંતુ તે સ્કૂલે પહોંચી નથી. તો તેઓની દીકરી ક્યાં છે..? અને કઈ હાલતમાં છે..? તેની ચિંતા થવા લાગી હતી. દીકરીના પિતા પાટણમાં એક પ્રસંગમાં ગયા હતા. આ બાબતની જાણ તેઓને થતા જ તે અમદાવાદ દોડી આવ્યા હતા…

અને પોલીસની મદદ લીધી હતી. દીકરી પોતાના ઘરેથી એક મોબાઇલ ફોન લઈને નીકળી હતી. પોલીસે તપાસ કરી તો જણાયું કે આ મોબાઇલનું લોકેશન લુધિયાણામાં મળી આવ્યો હતો. આ લોકેશન મળતાની સાથે જ પોલીસની ટીમ લુધિયાણા જવા માટે તૈયાર થઈ ગઈ હતી.

અનેક તપાસ કર્યા બાદ પણ આ દીકરીનો અતો પત્તો ન મળ્યો હતો. જેના કારણે પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં છે. આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ, cid સૌ કોઈ લોકો તપાસ કરી ચૂક્યા છે. છતાં પણ આ બાળકીને શોધી શક્યા નથી. આ બાળકીને સાથે એવું તો શું બનાવ બન્યો છે કે, તે રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી,,,

તેમજ તેને શોધવા માટે કોઈ પણ પુરાવા પણ મળી આવ્યા નથી, આજે એક ઘટનાના દસ વર્ષ વીતી ચૂક્યાં છે. છતાં પણ પોતાની એકની એક દીકરીને પરિવારે ખોઈ બેઠા છે. તેની કોઈ પણ જાણવા મળી નથી. હજુ પણ પરિવારે આશામાં છે કે તેઓની દીકરી આ દુનિયામાં જીવીત હશે..

તો તેઓને કોઇ ને કોઇ સમય જરૂર મળી આવશે. આ માટે તેઓએ સતત પ્રયત્નો ચાલુ રાખ્યા છે. સ્વાભાવિક છે કે ખોવાયેલા દીકરા દીકરીની આશામાં માતા પિતા ખુબ જ ચિંતિત હોઈ છે. તેઓને કોઈપણ હાલતમાં જોવા માંગતા હોઇ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *