કાલે પોલીસે શહેરમાં ટ્રાફિક નિયંત્રણ કરતી હોય છે. ટ્રાફિક પોલીસ જ્યારે ફરજ બજાવે છે. ત્યારે તેઓ સાથે હમણાં ઘડીક વારંવાર અવળચંડાઇ કરતા હોય છે. ક્યારેક તો વાત ગાળા ગાળી અને મારામારી સુધી પણ પહોંચી જતી હોય છે. હાલ થોડા સમય પહેલા નરોડા વિસ્તારમાંથી પોલીસ કર્મચારીઓને એક વ્યક્તિએ દોડાવી દોડાવી ને માર માર્યો હતો..
ત્યારબાદ તેઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને હવે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક ટ્રાફિક પોલીસને રીક્ષાવાળાએ છોકરાઓ બે થી ત્રણ લાફા ચોડી દીધા હતા. મારામારીનો આ વિડીયો કોઈક યુવકે પોતાના મોબાઇલ ફોનમાં ઉતારી લીધો હતો અને હવે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે..
શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવતા હોય .છે અને લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે એટલા માટે તેઓ ટ્રાફિક નિયંત્રણ પણ સારી રીતે કરે છે. પરંતુ કોઇને કોઇ કારણસર તેઓ સાથે ઘણા બધા લોકો ઝઘડા કરવા લાગતા હોય છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે રિક્ષાચાલક કોઈ બાબતને લઈને તકરાર કરવા લાગ્યો હતો..
જોતજોતામાં તો મામલો ઉગ્ર બની ગયો કે, રિક્ષાચાલકો મારામારી કરવા પર ઉતરી આવ્યો હતો અને તેણે પોલીસને બે થી ત્રણ લાફા ચોડી દીધા હતા. તે પોલીસે તેનો કાઠલો પકડી રાખ્યો હતો. પરંતુ તેનાં હાથમાં રીક્ષાવાળો જાલ્યો રહ્યો હતો નહિ અને વારંવાર તેને મારમારી કરી રહ્યો હતો..
આ મામલો અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિડિયોને આધારે તપાસ શરૂ કરાવી હતી. તો જણાયું કે આ વિડીયો તેમના જ વિસ્તારમાં છે. આથી તેઓએ વિડિયો ના સંદર્ભે ગુનો દાખલ કર્યો છે.
અને આરોપીને પકડવાના કામ શરૂ કરી દીધા છે. કારણ કે જે લોકો શહેર નાગરિકોનું રક્ષણ કરે છે. તેમના પર હાથ ઉપાડળો એક ખૂબ મોટો ગુનો કહેવાય છે. રીક્ષાવાળા અને ટ્રાફિક પોલીસ વચ્ચે કઈ બાબતને લઇને તકરાર થઈ એ મામલા હજુ તો સામે આવ્યો નથી. પરંતુ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રિક્ષાવાળો ટ્રાફિક પોલીસને ખુબ માર મારી રહ્યો છે. અને ત્યારબાદ તે પોતે મોબાઇલ કોઈની સાથે વાત કરવા લાગે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]