Breaking News

અમદાવાદમાં પૈસાદાર બાપની બગડેલી ઓલાદે બેફામ કાર ચલાવીને એક સાથે 9 લોકોને કચડી નાખતા જીવ ગયા, લાશોનો પથારો પથરાઈ ગયો.. ઓમ શાંતિ..!

સમગ્ર ગુજરાતની ઊંઘ લઇ રહ્યો હતો, ત્યારે અમદાવાદમાં મોતની જીથરીઓ ફાટી નીકળી હતી અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર એવી ઘટના બની છે કે, જેને જોઈને તમારા પણ રુવા ટાઈમે બેઠા થઈ જશે. આ કાળમુખી રાત ઇતિહાસના પન્ના ઉપર લખાઈ ચૂકી છે, કારણ કે રાતમાં બિચારા નવ લોકોનું એવું કરુણ મૃત્યુ થયું છે..

જેના વિશે જાણીને પણ સૌ કોઈ લોકો ફફડી ઊઠ્યા છે, હકીકતમાં ઘટના અતિશય ગંભીર સાબીત થઈ છે. રાતના એક વાગ્યે આસપાસ કર્ણાવતી ક્લબ તરફથી એક નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર ગાડી ઇસ્કોન બ્રિજ ઉપર આગળ આવી રહી હતી, બ્લેક ફિલ્મ વાળા કાચ ધરાવતી થાર કારની અંદર કોઈ વ્યક્તિ બેસેલો હોય તેની પણ કોઈ જાણ થઈ નથી..

પરંતુ તે આ બ્રિજ ઉપર આગળ રહેલા ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી, થાર કારની ઝડપ એટલી બધી વધારે હતી કે, તેનો આગળનો ભાગ તૂટી ગયો અને ડમ્પર ચાલતો ત્યાં ઊભા રહ્યા વગર ત્યાંથી ભાગવા લાગ્યો હતો. જ્યારે આ થારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો, ત્યારે ત્યાં આસપાસ રહેલા કેટલાક લોકો ફટાફટ ગાડીની અંદર કોણ વ્યક્તિ સવાર હતું અને તેમની ઈજા થઈ છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે અંદાજે 25 એક જેટલા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું..

આ ટોળામાં લોકોની સાથે સાથે એક પોલીસ કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડનો જવાન પણ હાજર હતો, તેઓ આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના મદદ કરવા માટે આગળ આવ્યા હતા અને આ ઘટના થઈ તેની માત્ર દસ મિનિટ બાદ ફરી એક વખત કર્ણાવતી ક્લબ તરફ બ્રિજ ઉપર એક જેગુઆર કાર ફૂલ સ્પીડે આવી રહી હતી..

આ કારની અંદર તથ્ય પટેલ નામનો એક યુવક તેના એક અન્ય મિત્રો અને એક યુવતીની સાથે ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો, આ કારની ઝડપ અંદાજે 160 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું સામે આવ્યું છે. આ બ્રિજ ઉપર આગળના ભાગે થાર ગાડીનો અકસ્માત થયો હતો અને ત્યાં 25 જેટલા લોકો મદદ માટે આવી પહોંચ્યા હતા..

આ લોકોના ટોળા ઉપર તથ્ય પટેલ નામના યુવકે જેગુઆર કાર ચડાવી દીધી હતી અને અંદાજે 25 જેટલા લોકોને ફંગોળી નાખતા જેમાંથી નવ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ત્યાં ઉભેલા 25 જેટલા લોકોને આ કારે 200 મીટર જેટલા દૂર ફંગોળી નાખ્યા હતા..

જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા દેખાઈ આવ્યા હતા તેમજ શરીરમાંથી લોહી નીકળતા ઇસ્કોન બ્રિજ પણ લોહીથી લથબથ થઈ જવા પામ્યો હતો. આ ઘટનાની અંદર એક ટ્રાફિકના કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડ ના જવાન સહિત કુલ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા, ત્યાં જોતજોતામાં ઘણા બધા લોકો હાજર થઈ ગયા..

અને એમ્બ્યુલન્સની મદદથી અન્ય 20 જેટલા લોકોને જુદી-જુદી હોસ્પિટલોની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બ્રીજ ઉપર પડેલા લાશોને લેવા માટેની વ્યવસ્થા આશરે 1:30 કલાક પછી કરવામાં આવી હતી, કોઈ વ્યક્તિની લાશ કારના બોનેટ ઉપર પથરાયેલી પડી હતી..

તો કોઈ વ્યક્તિનો નીચેનો ભાગ કચડાયેલી હાલતમાં બ્રિજની સાઈડના ભાગે પડેલા હતા, તો કોઈ વ્યક્તિના પગ કપાયેલા હતા. જ્યાં જુઓ ત્યાં ખૂબ જ ભયાનક દ્રશ્યો દેખાઈ આવ્યા હતા, પોલીસ અધિકારીઓને પણ માહિતી મળતાની સાથે જ બ્રિજને વાહન વ્યવહાર માટે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો..

રસ્તા ઉપર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માતને બદલે ત્યાંના સ્થાનિક ડીસીપી જોઈન્ટ કમિશનર તેમજ અન્ય પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને એ વાત સમયે વરસાદ પણ શરૂ થઈ જતા ખૂબ જ ચોકાવનારા દ્રશ્યો સામે આવી ગયા હતા. આવી પરિસ્થિતિની અંદર કોને સાચવવા તેમજ કોની મદદ કરવા માટે દોડતું થવું તે પણ કોઈ વ્યક્તિને સૂઝ્યું નહીં..

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગયા હતા અને તેમનું હૈયાફાટ રૂદન જોઈને ભલભલા લોકોના રુવાડા એકાએક બેઠા થઈ ગયા હતા, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો યુવાન વયના હતા. જેમાંથી ત્રણથી ચાર યુવાન પીજીમાં રહીને જીવન ગુજારતા હતા..

તેઓ અકસ્માત જોવા માટે ગયા હતા અને પોતે જ અકસ્માતનું ભોગ બની જતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટનાને લઈને તપાસ ચલાવવામાં આવી અને સીસીટીવી કેમેરાની મદદથી ફૂટેજ ચેક કરવામાં આવતી હતી, ત્યારે અધિકારીએ કહ્યું કે હાઈવે ઉપરના એક પણ કેમેરા ચાલતા નથી..

અનેક વખત રજૂઆત કરી તેમ છતાં પણ કેમેરા શરૂ થયા નથી, એટલે કોઈ પણ ફૂટેજ મળશે નહીં તેવું જણાવ્યું હતું. આ અકસ્માતની અંદર 40 વર્ષના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, 38 વર્ષના હોમગાર્ડ નિલેશભાઈ, 25 વર્ષના યુવક અમનભાઈ, 22 વર્ષનો નિરવ, 23 વર્ષનો રોનક, 21 વર્ષનો અરમાન, ૨૧ વર્ષનો અક્ષર અને ૨૩ વર્ષના ક્રુનાલનું કમ કમાટી ભર્યું મૃત્યુ થયું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *