Breaking News

અંબાલાલની મોટી આગાહી : શિયાળો બેસે એ પહેલા આ વિસ્તારમા આભ ફાટતા પડશે અતિભારે વરસાદ… વાંચો..!

હાલ ગુજરાતમાં ત્રણેય ઋતુનું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. સવારે ઝાકળ સાથે ગુલાબી ઠંડીનો ચમકારો હોઈ તો બપોરે ગરમી નો પારો ઉપર હોઈ તો વળી બપોર પછી ક્યારેયક વરસાદી કઝાપટું પડે એટલે આખા દિવસનો બફારો ખતમ થઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે..

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય લગભગ થઈ ચુકી છે. છતાં પણ અમુક અમુક જગ્યાએ વરસાદી ઝાપટાઓ જીક્મજીક બોલાવે છે. આ વર્ષે અનિયમિત અને ગાંડોતુર વરસાદ વરસતા ખેતી માં કાઈ જ રેવા દીધું નથી. ખેતીમાં તો આ વર્ષે ભારે નુકસાન છે જ પણ સાથે સાથે આ મોંઘવારી ના મારે લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

નૈઋત્યના ચોમાસાની વિદાય થતા જ ગુજરાતમાં ઠંડીને કુમ કુમ પગલાં પાડી દીધા છે.. છતાં પણ હવામાન વિભાગે અને ગુજરાતના હવામાન શાસ્ત્રીઓએ એમમોટી આગાહી કરી છે એ મુજબ ગુજરાતના  મહીસાગર, દાહોદ, અરવલ્લી, ડાંગ અને નર્મદામાં અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી આપી છે.

તેમજ અગામી 5 દિવસ માટે સમગ્ર રાજ્યમાં વાતાવરણ એકદમ સુકું રહેશે. જે વિસ્તારોમાં આગાહી છે એના સિવાયના વિસ્તારોમાં સુકા વતાવરણન અહેસાસ થશે. ચોમાસાની વિદાયની સાથે જ હવે શિયાળો સોળે કળા એ ખીલવા માટે રેડી થઈ ગયો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યાં છે.

વાતાવરણમાંથી ભેજ સતત ઘટતો જઈ રહ્યો છે. તેમજ પવનની દિશા બદલવાના કારણે વાતાવરણની સ્થિતિ પણ બદલાઈ રહી છે. હાલમાં ઉત્તર થી ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યો છે. આખો દિવસ સહન થાય નહીં તેવો તાપ પડે છે તો રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે અમદાવાદમાં તાપ વધારે પડશે તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ થાય તેટલું તાપમાન રહેશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 17 તારીખના દિવસે સૌથી ઓછું તાપમાન 21 ડિગ્રી તો 18તારીખના રોજ 21 ડિગ્રી રેહશે એમજ 19 તારીખના રોજ 22 ડિગ્રી તાપમાન રેહશે.

20 તારીખના રોજ 22 ડિગ્રી , 21 તારીખના રોજ 23 ડિગ્રી તો 22 તારીખના રોજ 23 ડિગ્રી અને 23 તારીખના રોજ 23 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેશે. આ સાથે જ દક્ષીણ ગુજરાતના કરેલમાં ભારે વરસાદને પગલે ચોમાસું વિદાયમાં વિલંબ કરશે.

કેરળના બે જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં સોમવારે મૃત્યુઆંક વધીને ૩૫ થયો છે. દરમિયાન હવામાન વિભાગે બુધવારથી વધુ વરસાદની આગાહી કરી છે. વિભાગનું કહેવું છે કે સોમવારે કોટ્ટાયમ જિલ્લાના કુટ્ટિકલ અને પડોશી ઇડુક્કી જિલ્લાના કોકરાખાતે કાટમાળ નીચેથી વધુ મૃતદેહો મળી આવ્યા હતા.

રાજ્ય સરકારના આંકડા મુજબ કુટ્ટીકલ પંચાયતના પ્લાપલ્લી ખાતે ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાંથી 13 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે કોકરાપાસેથી 9 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા.

કક્કી, શોલાયર, પમ્બા, માતુપટ્ટી, મોઝિયાર, કુંડલા, પિચી સહિતના 10 ડેમ માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. કેરળના મહેસૂલ પ્રધાન કે રાજને સોમવારે જણાવ્યું હતું કે કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું હતું અને અહીં કાક્કી ડેમના બે દરવાજા પણ ખોલવામાં આવ્યા બાદ રાજ્યના ૧૦ ડેમ માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.

સબરીમાલા ભગવાન અયપ્પા મંદિરની યાત્રા પણ હાલ સુધી બંધ કરી દેવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ 20થી 24 ઓક્ટોબર દરમિયાન હવામાન વધુ ખરાબ થવાની આગાહી કરી છે, જેમાં ભારે વરસાદ પડી શકે છે. આ કારણોસર આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે સબરીમાલાના ભગવાન અયપ્પા મંદિરમાં થુલા મસોમ પૂજા માટે યાત્રાની મંજૂરી આપવી શક્ય નહીં બને.

આ માટેનું મંદિર ૧૬ ઓક્ટોબરથી ખોલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે હાલમાં યાત્રા અટકાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી નહીં તરેજો જો 20 ઓક્ટોબરથી ભારે વરસાદને કારણે નજીકની પમ્પા નદીમાં પાણીનું સ્તર વધુ વધે તો દરેકને અહીંથી સુરક્ષિત બહાર કાઢવા મુશ્કેલ બનશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *