દર વર્ષે ચોમાસાનો મુખ્ય આધાર ઉનાળાની શરૂઆત પર હોય છે. જો ઉનાળો ખૂબ આકરા તાપ સાથે શરૂઆત કરતો હોય તો ચોમાસું એકંદરે સારું વરસતુ હોય છે. પરંતુ જો ઉનાળાના તાપમાં ઉતાર-ચઢાવ દેખાતો હોઈ તો ચોમાસામાં પણ અતિ ભારે વરસાદ અને દુકાળ જેવી સમસ્યાઓ દેખાઈ આવે છે..
હાલ મેં મહિનાની શરૂઆત થતાની સાથે તડકો ધરખમ અગનગોળા વરસાવી રહ્યો છે. ભારતના હવામાન વિભાગે પ્રથમવાર ચોમાસાની આગાહી કરતાં જણાવી દીધું છે કે, આ વર્ષનું ચોમાસું એકદમ સામાન્ય રહેશે. આ વર્ષનું ચોમાસું બે તબક્કામાં વરસાદ વરસાવવા છજઈ રહ્યું છે.
પહેલા તબક્કાનું ચોમાસુ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. જ્યારે બીજા તબક્કાનો ચોમાસું ઓક્ટોબર મહિનાના અંતથી લઈને ડિસેમ્બર મહિના સુધી ચાલશે. એટલે કે આ વર્ષનું ચોમાસું એકંદરે લાંબો રહેશે. પરંતુ સામાન્ય વરસાદ વરસશે. આ સાથે સાથે હવામાન વિભાગે અનુમાન લગાવતા જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં વરસાદ સારો થશે..
મે મહિનાની 18 તારીખથી જૂન મહિનાની 5 તારીખ વચ્ચેના સમયમાં અરબ સાગરમાં અચાનક જ હવામાનમાં પલટો આવી જશે. આ ઉપરાંત વાવાઝોડું પણ આવી પહોચશે તેવું અનુમાન હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે. આ સાથે સાથે ચક્રવાત પણ દેખાશે. આ ચક્રવાતને પગલે ઘણા વિસ્તારોમાં જુન મહિનામાં વરસાદ પણ થશે.
પરંતુ ઉત્તર ભારતનાં રાજ્યોમાં વરસાદ સામાન્ય કરતા વધારે વર્ષ એટલે કે દર વર્ષ કરતાં વધારે વરસાદ વરસવા લાગશે. જ્યારે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં દર વર્ષ કરતા ઓછો વરસાદ વરસશે. જ્યારે દક્ષિણ ભારતના રાજ્યમાં અતિભારે વરસાદ વરસવાની આગાહી આપી છે.
આ સાથે સાથે જણાવ્યું છે કે, દિલ્હીમાં જુલાઈ મહિનામાં સૌથી વધારે વરસાદ વરસશે. તેમજ પ્રિમોન્સુન કામગીરી શરૂ થતાં પહેલાં જ કેટલાક શહેરોમાં વરસાદી ઝાપટાઓ આવી જશે. ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાની સાથે જ સમગ્ર દેશમાં વરસાદ તૂટી પડશે. જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનામાં એટલે કે વરસાદના પહેલા તબક્કાની અંદર લગભગ ૯૯ ટકા વરસાદ વરસી જશે.
બીજી બાજુ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સૌપ્રથમ દક્ષિણ ગુજરાતથી શરૂઆત થાય છે. જ્યારે ધીમે ધીમે મધ્ય ગુજરાતના શહેરો અને ત્યારબાદ ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસવા લાગતું હોય છે. આ વર્ષે ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોમાં પાછળના પાંચ વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો થશે..
તેવી આગાહીઓ આપવામાં આવ્યું છે. આગાહી સાંભળતાની સાથે જ ખેડૂતોએ માથું પકડી લીધું છે. કારણ કે છેલ્લા બે વર્ષથી વરસાદ વરસ્યો હતો. એટલા માટે ભૂગર્ભ જળ સપાટી ઉપર આવી હતી. પરંતુ આ વર્ષે વરસાદ સામાન્ય નોંધાયો તો ફરી એકવાર ભૂગર્ભ પાણીનું સ્તર નીચું ચાલ્યું જશે..
આ સાથે સાથે ઓછા વરસાદને લીધે ખેતીમાં પણ થોડી ઘણી નુકસાની સહન કરવાનો વારો આવશે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ચોમાસું એકંદરે સારું રહેશે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસુ સામાન્ય રહેશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]