Breaking News

અંબાલાલે આપી ભાદરવો બેસતા જ મેઘરાજા આ વિસ્તારમાં ધડબડાટી બોલાવી દેવાની આગાહી, સીસ્ટમ સક્રિય થતા વરસશે વરસાદનો છેલ્લો રાઉન્ડ..!

આ વખતના ચોમાસામાં સીઝનનો કુલ 100 ટકા કરતા વધારે વરસાદ નોંધાઈ ગયો છે. આ સાથે સાથે રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ નોંધાતા મોટા ભાગના જળાશયો છલકાઈ ગયા છે. ડેમો, ચેકડેમો, કુવા અને તળાવો પણ પાણીથી છલોછલ થઈ જતા પાણીના સ્તરો પણ ઊંચા આવવા લાગ્યા છે..

જેના કારણે હવે આવતા વર્ષના ઉનાળામાં પાણીની સમસ્યા ટળી જશે તેવું લાગી રહ્યું છે. પરંતુ વરસાદનો રાઉન્ડ હજુ સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો નથી. હજુ પણ પાછોતરો વરસાદ વરસવાની રાજ્યમાં પૂરેપૂરી સંભાવના રહેલી છે. જેને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે, ભાદરવા મહિનાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં વરસાદનો વધુ એક અને અંતિમ રાઉન્ડ વરસવા જઈ રહ્યો છે..

આ રાઉન્ડ અંતર્ગત મેઘરાજા 30 અને 31 તારીખના રોજ જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ બનાવશે અને ત્યારબાદ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેવા કે, મહેસાણા હારીજ બેચરાજી પંચમહાલ સમી આ ઉપરાંત..

સાબરકાંઠા, બનાસકાંઠા ,પાટણ, ગાંધીનગર, અને કચ્છના ભાગોમાં સારો વરસાદ નોંધાશે તેવું જણાવ્યું છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્રની સાથે સાથે બંગાળની ખાડી માંથી પણ ભેજનું પ્રમાણ આવી રહ્યું છે. જેની અસર વાતાવરણ ઉપર સર્જાશે અને 30 ઓગસ્ટ થી લઈને સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે..

આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં અતિશય ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. મોટાભાગે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાની વિદાય થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદી માહોલ સર્જાશે કારણકે ભેજનું પ્રમાણ, કનેક્ટિવિટી અને બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્ર પરના પ્રેશરને કારણે સારો વરસાદ થવાની સંભાવના છે..

આ વર્ષે ચોમાસાની સિઝનમાં સરેરાશ 100 ટકા કરતાં વધારે વરસાદ વરસી ગયો છે, જેમાં કચ્છમાં 155 ટકા, ઉત્તર ગુજરાતમાં 110 ટકા, પૂર્વ તેમજ મધ્ય ગુજરાતમાં 82%, સૌરાષ્ટ્રમાં ૮૯ ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 108% વરસાદ વરસ્યો છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદ વરસ થયા બાદ ચોમાસુ વિધિગત રીતે વિદાય લેશે તેવું અનુમાન રાજીના હવામાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *