હાલ ગુજરાત રાજ્યમાં બળબળતો તાપ પડી રહ્યો છે. ચારેકોર તાપમાનનો પારો એટલો બધો અગનગોળા વરસાવી રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકો બપોરના સમયે ઘરની બહાર જવાનું પણ ટાળી રહ્યા છે. હોળીના તહેવાર પર ફૂંકાતા પવનની દિશા આવનારા સમગ્ર વર્ષના વાતાવરણની જાણકારી આપી દેતા હોય છે..
એવામાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અત્યારના સમયમાં ફૂંકાઈ રહેલા પવનની દિશા અને ગતિ જોઈને આગામી વર્ષમાં વરસાદનું વાતાવરણ કેવું રહેશે તેમજ ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું કયા મહિનાથી શરૂ થશે..? એ બાબતને લઈને મહત્વની આગાહી આપી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે હોળી ના સમય દરમિયાન પવનની દિશા વાયવ્ય તરફથી છે. એટલે કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું રહેશે. આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન ખૂબ જ સારો વરસાદ વરસશે. આ સાથે સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષનો ઉનાળો પણ ખૂબ વધારે ગરમી વરસાવશે.
પાછળના વર્ષના તમામ રેકોર્ડ આ વર્ષની ગરમી તોડી નાખશે. ગ્રહોની અસર ના કારણે એપ્રિલ અને મે મહિનામાં તેમજ અવારનવાર જૂન મહિનામાં પણ વાવાઝોડાનું તેમજ કમોસમી વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહેશે. તેમજ એપ્રિલ મહિનાના અંતમાં તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર થઈ જશે…
અને ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં વાવાઝોડા વરસ્યા બાદ થશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર અને પશ્ચિમ દિશામાંથી આવતા પવનના કારણે વંટોળ અને ભવંડર પેદા થશે. જે ગુજરાતમાં વાવાઝોડા ખેંચી લાવશે. આ સાથે સાથે મે અને જૂન મહિનામાં પણ વાવાઝોડાનું પ્રમાણ થોડું ઘણું વધારે રહેશે..
શરૂઆતમાં ગુજરાતના સમગ્ર પંથકમાં અનિયમિત વરસાદ તોફાની પવન સાથે વર્ષે અને ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ભુક્કા બોલાવી દેશે. આ ઉપરાંત અંબાલાલ પટેલ રાજકારણ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, હોળી પ્રગટાવે એ સમય દરમિયાન જો હોળી નો ધુમાડો સીધેસીધો ઉપર ચાલ્યો જાય…
તો રાજગાદી મેળવવામાં નેતાઓને મુશ્કેલી આવે. આ સાથે સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જે નેતાઓનું સ્તર રાષ્ટ્રીય લેવલ પર છે. તે લોકો માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલી ભર્યું રહેશે. કારણકે હોળીના સમય દરમિયાન વિષ્ટિ ની સાથે સાથે ભદ્રા યોગ પણ જોવા મળ્યું છે. હોળી ની અંદર ભદ્રા ને નિષદ તરીકે ગણવામાં આવે છે.
કારણકે ભદ્રા એ દરેક બીમારી અને નોતરું આપે છે. ભદ્રા અને વિષ્ટિ નામના યોગ એકસાથે બને એટલે કે ભય, યુદ્ધ તેમજ વિશ્વને અશાંત બનાવે તેવી ઘટનાઓ બનવા લાગે છે. હવે તો અંબાલાલ પટેલે વરસાદ ગરમી અને ઠંડીની સાથે સાથે રાજકારણની આગાહી પણ આપી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]