Breaking News

અંબાલાલ પટેલે આપી અષાઢીયા વરસાદની મોટી આગાહી, આ વિસ્તારોમાં પડશે 10 થી 15 ઇંચ સાંબેલાધાર વરસાદ.. વાંચો..!

ગુજરાતના હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓએ આગાહી આપી હતી એ મુજબ આઠ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં ચારે કોર સાર્વત્રિક મેઘ મહેરના દ્રશ્યો સામે આવ્યા છે. જળબંબાકારની સ્થિતિમાં વરસાદ વરસ્યો છે. અમુક તાલુકાઓમાં ત્રણ ઇંચ તો અમુક તાલુકામાં પાંચ કે આઠ ઈંચ સુધીનો પણ વરસાદ ખાબક્યો છે..

અષાઢ મહિનો શરૂ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસ્યો છે. તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં સામાન્ય અને નહીવત વરસાદ વરસ્યો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને ડીસામાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે..

જ્યાં સવારના 06:00 વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધીમાં ડીસાની અંદર પાંચ ઇંચ વરસાદ જ્યારે દિયોદરમાં આઠ ઇંચ વરસાદથી જળબંબકાની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત દુકાનની અંદર પણ પાણી ઘૂસી આવ્યા છે. આ તમામ દ્રશ્યોને કારણે લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે..

આ ઉપરાંત હજુ પણ આગામી ચાર દિવસ સુધી ભારતીય ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે તેમજ રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી દીધી છે. જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આ સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ વરસશે…

સુરત, વલસાડ, નવસારી, ભરૂચ અને નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની જ્યારે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા ,પાલનપુર, હિંમતનગર, પાટણ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે. જ્યારે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબીમાં અતિશય સારા વરસાદની આગાહી આપી દેવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસો ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થવા જઈ રહ્યા છે. કારણકે આ પાંચ દિવસની અંદર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ફેલાયો છે. અને અમુક તાલુકાઓમાં આઠ ઇંચ થી સુધીનો વરસાદ પડશે તો અમુક તાલુકાઓમાં વધારેમાં વધારે 15 ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની આગાહી રહેલી છે..

જેને કારણે ઠેર ઠેર સાંબેલાધાર વરસાદના દ્રશ્યો જોવા મળશે. તેમજ ખેડૂતો રાજીના રેડ થશે. પરંતુ જે તાલુકામાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ વરસશે તે તાલુકાઓમાં ખેતીમાં નુકસાની જવાની પણ રહેલો છે. કારણ કે સારા વરસાદને પગલે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા હતા. હજુ વાવણી બરાબર ઊગી નથી. એવામાં જો એકસાથે 10 ઇંચ જેટલો વરસાદ ખાપકી જશે તો ભારે નુકસાની ભીતિ છે..

આ ઉપરાંત અષાઢીયા વરસાદ ની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં વધારે પ્રમાણમાં વરસાદ રહેવાની આગાહીઓ આપવામાં આવી છે. કારણ કે મધ્ય ગુજરાતથી આગળના ભાગોમાં તેમજ રાજસ્થાનથી નીચેના ભાગોમાં ભેજવાળા પવન સ્થાયી થયા છે. જેને કારણે વરસાદી વાદળ ખેંચાઈ આવ્યા છે..

અને આ તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ખૂબ સારો વરસાદ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે સુરતમાં 7 ઇંચ વરસાદ જ્યારે વલસાડના ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ આ ઉપરાંત બોરસદમાં નવ ઇંચ તેમજ બગદાણામાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ ખાપકી ચૂક્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *