ગુજરાતના જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ હવે જાગ્યા છે અને કરી દીધી છે ખેડૂતો માટે નવી નકોર આગાહી જાણો. આજે ચોમાસુ ક્યાં પોહ્ચ્યું અને ગુજરાતની અંદર ક્યારથી ચોમાસુ જામ છે. ભારતીય હવામાન વિભાગ ની નવી આગાહી મુજબ આજે નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે જેમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના થોડા ભાગોમાં તેમજ ઉત્તર પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્યના ઘણા ભાગોમાં આગળ વધે છે.
સાથે જ પૂર્વોત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે ચોમાસુ બેઠું છે. શું કહે છે અંબાલાલ પટેલ ની આગાહી ? તો આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં સતત પલટાને જોવા મળે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે.
જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ૯૯ ટકા વરસાદ થવાની શક્યતા હોય છે. ગુજરાતના ખેડૂતો સામાન્ય વાવણીની તારીખ લખી લ્યો અને આગોતરા વાવેતરના ફાયદા અને હાલમાં ચોમાસુ ક્યાં પહોંચ્યું છે તો 10 જૂનના રોજ ભીમ અગિયારસ છે અને જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગુજરાતના ભાગોમાં શરૂ થાય તેવી શક્યતા છે.
જોકે સામાન્ય રીતે 15 જૂન આજુબાજુ ચોમાસુ ગુજરાતમાં બેસતું હોય છે પરંતુ આ વર્ષે 4 થી 5 દિવસ વહેલું ચોમાસું બેસે તેવી શક્યતા છે. જેમને કારણે ભીમ અગિયારસના દિવસે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી નો વરસાદ અથવા તો સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. જો કે આખા ગુજરાતમાં ભીમ અગિયારસના દિવસે વાવણીલાયક વરસાદ થાય તેવો કોઈ પ્રબળ પરિબળો જણાતા નથી.
તેમજ અંબાલાલ પટેલ ની આગાહી કરતાં વધારે જણાવ્યું છે કે આ વર્ષે લાગણીઓની અસરને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં 40 થી 45 ઇંચ વરસાદ અથવા તો તેનાથી પણ વધુ પડી શકે છે તેની સાથે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 30 થી 32 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. 15 જૂન આજુબાજુ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.
અને ત્યાર પછી વાવણી લાયક વરસાદ પડે તેવી સારી શક્યતાઓ જણાઈ રહી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ભારતની જાણીતી ખાનગી સંસ્થા દ્વારા દેશના કયા રાજ્યમાં કેવો વરસાદ પડશે તેને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં ગુજરાત માટે પુરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે કોઈ આગાહી કરવામાં આવી નથી.
તેમના આ અનુમાન પરથી એવી માહિતી મળે છે કે ગુજરાત માટે આગાહી કરવી હાલમાં ખૂબ જ કઠિન છે. તેમ છતાં આપણે આશાવાદી છીએ કે આ વર્ષે ખૂબ સારું ચોમાસું ગુજરાતમાં રહેશે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને અગિયારસ બાદના વરસાદની છે તેમણે આગાહી કરી છે એટલે કે ૧૫ જૂનથી ગુજરાતની અંદર સારા એવાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા રહેલી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]