માવઠાઓ હાથ ધોઈને ખેડૂતોની પાછળ પડી ગયા છે. વરસાદની સીઝન ગયા પછી એક પછી એક એમ વારાફરતી માવઠા આવતા જ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હજી પણ ખેડૂતોને માથે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કારણ કે હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાંતે ફરી એકવાર માવઠા અને ઠંડી અંગે અતિભારે આગાહી આપી દીધી છે.
આ આગાહીના સમાચાર સાંભળતા જ સૌ કોઈ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે માવઠાઓ હવે બસ કરો…! કારણ કે આ વર્ષની ચોમાસાની સીઝનમાં અતિભારે તેમજ અનિયમિત વરસાદના કારણે ખેતીમાં અનેક ગણું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અને હવે આ માવઠાઓ તેમજ વાવાઝોડાઓ પણ બચેલા પાકને ખેંચી જાય તે યોગ્ય કેહવાય નહી..
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાનમાં અચાનક જ પલટો આવી જશે. ત્યાર બાદ ઠંડા પવનના મોજાની સાથે સાથે બર્ફીલા માવઠાઓ વરસશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 21 અને 22 તારીખના રોજ ગુજરાતમાં માવઠાઓ ધડબડાતી બોલવી દેશે.
આ આગાહી મળતા જ ખેડૂતોએ ખુલ્લી જગ્યામાં રાખેલા પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી શરુ કરી દીધી છે. 21 અને 22 તારીખની આ આગાહીના પગલે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદથી પાક ખરાબ થવાની મોટી ભીતિઓ રહેલી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ વરસશે. અને ત્યારબાદના બે દિવસમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગશે. માવઠાને લીધે તાપમાનમાં 4 થી 5 ડીગ્રીનો વધાર થતા ઠંડીનું પ્રમાણ સામાન્ય થઈ જશે. લોકો અત્યારે ભારે ઠંડીના કારણે ઘરમાં પુરાઈ રેહવા માટે મજબુર બન્યા છે…
તેઓ ફરી પાછા બહાર હારી ફરી શકશે. છેલ્લા 3 મહિનામાં જુદી જુદી સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યના વાતાવરણમાં ઘણીબધી વખત પલટો આવ્યો છે. તેમજ તેના કારણે કમોસમી માવઠાઓ પણ વરસ્યા છે. અત્યારે પણ માવઠાની મોટી આગાહી મળતાની સાથે જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]