Breaking News

અંબાલાલ પટેલની મોટી આગાહી : મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ચારે કોર તબાહી મચાવતા આ તારીખો પસાર કરવી મુશ્કેલ બની જશે, ખેડૂતો ખાસ વાંચે..!

અત્યારે સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ ચોમાસા એ થોડા દિવસો સુધી વિરામ લીધો હતો અને અત્યારે ફરી એકવાર મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્યના દરેક વિસ્તારો ની અંદર આટલો બધો વરસાદ વરસી ચૂક્યો છે કે જેનાથી ઘણા બધા વિસ્તારોમાં તો જનજીવન પણ ખોવાઈ ગયું છે..

ગુજરાતની મોટી મોટી નદીઓ પણ બે કાંઠે વહી રહી છે, ઘણા બધા વિસ્તારોમાં અલગ પણ આપી દેવામાં આવ્યા છે. અત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી આપતા જણાવ્યું છે કે, મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ ગુજરાતની અંદર ચારે કોર તબાહી મચાવા જઈ રહ્યો છે..

આવા સમયની અંદર આગાહીની તારીખો દરેક લોકોએ જાણી લેવી ખૂબ જ જરૂરી છે, અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસની અંદર સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના રહેલી છે, 25 તારીખથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા બોલાવી દે તેવો વરસાદ વરસશે..

જ્યારે ત્યાર પછીના દિવસોની અંદર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે, 25 તારીખથી માંડીને 30 તારીખ સુધી વરસાદ મન મૂકીને વરસવા જઈ રહ્યો છે. આ આગાહીને પગલે ખેડૂતોએ પણ પોતાની વ્યવસ્થા કરી લેવી જોઈએ..

આ ઉપરાંત 26 અને 27 તારીખના રોજ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે 27 થી 30 તારીખના રોજ વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થઈ જશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલા છુટા છવાયા વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે..

જ્યારે દમણ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગરમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. દરિયા કિનારાના વિસ્તારની અંદર 40 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે નર્મદા, તાપી તેમજ દક્ષિણ ગુજરાતની અન્ય ઘણી બધી નદીઓમાં ઘોડાપૂર ઉમટી ગયું છે..

નર્મદા નદીના ઉપરવાસની અંદર અતિશય ભારે વાદળ ફાટી જવાને કારણે એક સામટો પાણીનો પ્રવાહ સરદાર સરોવર ડેમની અંદર ઠલવાઈ ગયો હતો, જેના કારણે લાખો ક્યુશેક પાણી છોડવામાં આવતાની સાથે જ ભરૂચ અને અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ આવી પડી હતી..

તો બીજી બાજુ તાપી નદીના ઉપરવાસમાં પણ ખૂબ જ સારો વરસાદ નોંધાવવાને કારણે સુરતની જીવાદોરી સમાન તાપી નદી બે કાંઠે હાલ વહી રહી છે, આ વર્ષનું ચોમાસુ વરસાદના પ્રથમ બે રાઉન્ડની અંદર જ ખૂબ જ સારું નોંધાયું છે. સૌથી સારો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોંધાયો હોવાની માહિતી સામે આવી છે..

અંબાલાલ પટેલની આ સચોટ આગાહીને પગલે દરેક ખેડૂતોએ ખાસ ધ્યાન રાખીને પોતાના ખેતરે આગાહીઓની તારીખ ને ધ્યાનમાં રાખી કામગીરીઓ શરૂ કરી દેવી જોઈએ, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે તહેવારના સમયે પણ મેઘરાજા દખલગીરી કરવા વરસાદ વરસાવશે તેવું અનુમાન તેઓએ સેવ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *