Breaking News

અંબાલાલની મોટી આગાહી : આ સમયથી કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસશે.. છલકાઈ જશે બધા ડેમો..

ગુજરાતમાં વરસાદ નોહતો આવતો ત્યારે જગતનો તાત ખુબ પરેશાન હતો. સાથે સાથે ગુજરાતની જનતા પણ વરસાદની રાહ જોઈ રહી હતી. હવે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. હવે દુકાળની કોઈપણ મુશ્કેલી સહન નહિ કરવી પડે કારણકે મેઘરાજા મન મૂકીને વરસશે. આ પૂર્વે પણ ગુજરાતના ઘણા જીલ્લામાં વરસાદ નોંધાયો હતો.

25 ઓગસ્ટથી વરસાદ શરુ થવાની આગાહીઓ કરવામાં આવી હતી. તે મુજબ 25 તારીખથી ગુજરાતના જુદા જુદા જીલ્લામાં હળવો વરસાદ વરસવા લાગ્યો હતો પરતું સાતમ આઠમ પછી તો વરસાદે કઈક નવો જ વેગ ધારણ કરી લીધો છે. રાજ્યના તમામ જળાશયો હદ કરતા પણ વધારે ખાલી થઈ ચુક્યા હતા જે સારા વરસાદ થતા જ સપાટી લેવલ વધવા લાગ્યા છે.

કદાચ અમુક જીલ્લામાં વરસાદની અછત રહી જાય તો જળાશયને મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે એ પ્રકારની સુવિધા સરકાર કરશે. વરસાદએ કમબેક કરતા જ લોકોના દિલમાં વરસાદ અંગેની જે ચિંતા હતી તે હળવી ફૂલ થઈ ગઈ છે. છેલ્લા થોડાક દિવસમાં વરસાદ પાછો ખેંચાયો હતો ત્યારે ખેડૂતોને જરૂર હોવા છતા પણ સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું નોહતું. તેથી તેઓને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી.

આ સાથે જ એક નવી અને સચોટ આગાહી આવી ગઈ છે એ મુજબ 6 તારીખથી લઈને 10 તારીખ સુધી ભારે વરસાદ અને 13 તારીખથી લઈને 15 તારીખ સુધી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. તેમજ આ સમય દરમિયાન 100 ટકા વરસાદ પડશે જ એવી ખાતરી પણ આપી છે. આ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં તો વીજળીના કડાકાની સાથે ધોધમાર વરસાદ વરસશે તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.

સૌરાષ્ટ્ર તેમજ પોરબંદર અને દ્વારકામાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાશે એવી આગાહી કરી છે. આગાહીના પગલે ગઈ કાલે જ રાજકોટથી NDRFની ટીમને પણ પોરબંદર અને દ્વારકા ખાતે રવાના કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા , સાબરકાંઠા , અરવલ્લી , મહેસાણા, હિંમતનગર તેમજ પાટણમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ , વડોદરા તેમજ પંચમહાલ અને નડીયાદમાં તો હાલ માં જ વરસાદ વરસ્યો છે.

દક્ષીણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં 7 તારીખથી 10 તારીખની વચ્ચે ભારે વરસાદની સંભાવના રહેલી છે. સુરત , ભરૂચ , અંકલેશ્વર , નવસારી તેમજ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જો કે ડાંગ, નવસારી અને વલસાડના અમુક જીલ્લાઓમાં તો અત્યંત ભારે વરસાદ વરસી ચુક્યો છે. છતાં પણ હજુ ભારે વરસાદ આવશે તેવી આગાહીઓ મળી રહી છે.

જુલાઈ મહિનામાં ખુબ ઓછો વરસાદ નોંધાયો હતો જયારે ઓગસ્ટ મહિનામાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો.. પરતું હવે સપ્ટેમ્બર મહિનામાં ખુબ જ ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો અને હવામાનવિભાગે પણ આપી છે. આ આગાહી વરસાદી સીસ્ટમ સક્રિય થતા કરવામાં આવી છે. નોંધનીય છે કે આવતા 48 કલાકમાં ભારે વરસાદી વાદળોનું ટોળું બની જશે અને ગુજરાતને વરસાદથી ધન્ય કરી દેશે.

વરસાદ થતા અને વરસાદના સારા સમાચાર મળતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેમજ કૃષિ ક્ષેત્રે જે નુકસાન થવાની આશંકાઓ હતી તે ધીમે ધીમે નષ્ટ થઈ જશે તેમ લાગી રહ્યું છે. દરેક જીલ્લા માં જરૂર પુરતો વરસાદ આવે અને ખેડૂતોના પાકને કોઈ નુકસાન ન પહોચે એ પ્રકારનો વરસાદ કુદરત ગુજરાતમાં વરસાવે તો ખેડૂતોના આનંદ કોઈ પાર નહી રહે.. હે કૃપાળુ મારા દરેક ખેડૂત ભાઈઓની અરજ સ્વીકારીને વરસાદ વરસાવજે..

અત્યારના સમય સુધી ગુજરાતમાં કચ્છ , ઉત્તર તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો ખાલી ખમ છે. તેમાં માત્ર પીવા લાયક પાણીનો જથ્થો જ બચાવેલો હતો. દરેક ડેમોના ઉપરવાસમાં સારો વરસાદ આવે તો દરેક ડેમો છલકાઈ જાય તો ડેમના લાભાર્થી વિસ્તારમાં ઉનાળા માટે પણ પાણીનો જથ્થો બચી રેહશે તેમજ જમીનના તળો પણ ઉપર આવશે.

આ સાથે જ એક નવી અને સચોટ આગાહી આવી ગઈ છે એ મુજબ 6 તારીખથી લઈને 10 તારીખ સુધી ભારે વરસાદ અને 13 તારીખથી લઈને 15 તારીખ સુધી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. તેમજ આ સમય દરમિયાન 100 ટકા વરસાદ પડશે જ એવી ખાતરી પણ આપી છે. આ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં તો વીજળીના કડાકાની સાથે ધોધમાર વરસાદ વરસશે તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *