ચોમાસામાં દરેક નક્ષત્રમાં વરસાદ સારો થાય કે ઓછો થાય તેનો આધાર સમગ્ર વર્ષ ઉપર રહેલો હોય છે. રોહિણી નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર માં વરસેલા વરસાદથી હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે સમગ્ર વર્ષ કેવું રહેશે.. આ સાથે સાથે ચોમાસાના દિવસોમાં વરસાદ કેવો રહેશે તેમજ કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેની આગાહી હવામાન અંબાલાલ પટેલે જણાવી દીધી છે.
દરેક નક્ષત્રનો અમુક સમય હોય છે. એ સમય દરમિયાન સૂર્ય નક્ષત્રની અંદર પ્રવેશ કરતો હોય છે. જૂન મહિનાની 22 તારીખે આદ્રા નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે. આ નક્ષત્રમાં ચોમાસાના કડાકેદાર વરસાદ શરૂ થશે. એટલે કે ગુજરાતમાં ચોમાસુ 15 તારીખ આસપાસ બેસવા જઈ રહ્યું છે. 15 તારીખ ના રોજ ગુજરાતના તમામ ભાગોમાં મુશળધાર વરસાદ થવાની આગાહી રહેલી છે..
આ ઉપરાંત આદ્રા નક્ષત્ર શરૂ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ અને નર્મદામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી રહેલી છે. તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, નડિયાદમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી છે..
તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં કડાકેદાર વરસાદ થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચોમાસુ બેસવાની સાથે જ સમગ્ર ગુજરાતને ધમરોળી નાખ્યા છે. ત્યારબાદ થોડા દિવસ સુધી વરસાદ વિરામ લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે..
આ સમય દરમ્યાન અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમજ અમુક વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો નોંધાયો છે. તેમજ પવનની ઝડપ પણ ખૂબ જ વધી જશે. આ સાથે સાથે બફારાનું પ્રમાણ પણ વધારે દેખાશે. અત્યારની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના શહેરોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ઓછા વધતા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે..
જેમાં વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે. તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં તેમજ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગાહી મળી છે કે ગુજરાતમાં એક સપ્તાહ વહેલું ચોમાસું શરૂ થવાનું હતું. પરંતુ અચાનક જ ચોમાસું ભારત તરફ આવતા હતા ધીમું પડયું છે…એટલે કે હજુ ચોમાસું બેસતા એક સપ્તાહની વધારે પડતી વાર લાગી જશે. એટલે કે ચોમાસાનો પ્રારંભ 15 જૂન આસપાસ થશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]