Breaking News

અંબાલાલ પટેલે આપી આ તારીખે પવન સાથે ચક્રવાત ત્રાટકવાની મોટી આગાહી, બંગાળી ખાડીનું લો પ્રેશર હોનારત સર્જશે.. વાંચો..!

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા વિરામ લીધો છે, એ પહેલાંનું આખું અઠવાડિયું સતત વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીના ચોમાસાની સિઝનમાં 97 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 97%, મધ્ય તેમજ પૂર્વ ગુજરાતમાં 80%, સૌરાષ્ટ્રમાં 88% તેમજ દક્ષિણ ગુજરાતમાં 160% અને કચ્છમાં 151 ટકા વરસાદ નોંધાયો છે.

અને હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં ગુજરાત ઉપર મોટી આફત ત્રાટકવા જઈ રહી છે. એટલે કે જોરદાર પવન સાથે ચક્રવાત ટકરવાના છે. જેના કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે..

વરસાદનો આ રાઉન્ડ 23 ઓગસ્ટ થી લઈ 25 ઓગસ્ટ સુધીમાં શરૂ થશે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર અંદર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં થશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં ખૂબ વધારે પ્રમાણમાં આ લો પ્રેશરની અસર દેખાશે..

જેના કારણે 27 તારીખથી લઈ 30 તારીખ સુધી અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે, સર્જાયેલા હળવા ચક્રવાતના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો નોંધાશે. સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ગાંડોતુર વરસાદ વરસશે.

જ્યારે બીજા સપ્તાહમાં પણ છૂટો છવાયો વરસાદ વરસવાની આશંકાઓ રહેલી છે. હવાના હળવા દબાણનું ગુજરાતના વાતાવરણ ઉપર ખૂબ જ સક્રિય અસર થશે તેવું જણાવ્યું છે. જેમાં દાહોદ, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, નવસારી, બનાસકાંઠા, પાટણ કચ્છ અને અરવલ્લી જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે..

જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે તેવી આશંકાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત 23 ઓગસ્ટ થી ફરી એક વખત વરસાદના નવા રાઉન્ડનું જોર સર્જાવાનું શરૂ થઈ જશે. જેના પગલે છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હાલ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ અમુક તાલુકાઓ કે જેમાં સાવ નહીંવત વરસાદ વરસ્યો છે, તે જિલ્લાના તેમજ તાલુકાના ખેડૂતો ખૂબ જ નારાજ છે. પરંતુ વરસાદના આવનારા રાઉન્ડમાં આ તમામ ભાગોમાં ખૂબ જ સારો વરસાદ વરસે તેવી આશંકા વ્યક્ત કરી દેતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યો છે..

આ સાથે સાથે મોટાભાગના જળાશયોમાં પણ સારા વરસાદને કારણે પાણીનો ખૂબ વધારે પડતો જથ્થો સંગ્રહ થઈ ગયો છે. જેથી ખેતીમાં સિંચાઈની કોઈ પણ મુશ્કેલીઓ સર્જાશે નહીં તેવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. નર્મદાનો સરદાર સરોવાર ડેમ અને દક્ષીણ ગુજરાતનો ઉકાઈ ડેમની સાથે સાથે શેત્રુજી, ધારી અને મચ્છુ સહીતના ડેમોમાં પાણીની ખુબ જ મોટી આવક થઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *