Breaking News

અંબાજીમાં આ વર્ષે પણ નહી યોજાઈ ભાદરવી પૂનમનો મેળો, જાણો કયા કારણથી લેવાયો આ નિર્ણય..

સુપ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજીમાં આ વર્ષે કોરોનાના કારણે ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો છે પરંતુ ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે અને ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ કરાઈ છે જેથી ભક્તો સરળતાથી માં અંબાના દર્શન કરી શકે.

વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરના ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે જેમાં લાખો ભક્તો માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જો કે, કોરોનાના કારણે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો બંધ રખાયો છે જેને લઈને રસ્તાઓમાં પદયાત્રીઓ માટેના કેમ્પ ખોલાયા નથી.

જો કે, ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે જેમાં પોલીસ અને હોમગાર્ડના 5 હજાર જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. મેડિકલની 7 ટિમો તૈનાત કરાઈ છે તો અંબાજી મંદિર પરિસર અને શહેરમાં 157 જેટલા સીસીટીવી કેમરા લગાવી દેવાયા છે તો પ્રસાદ માટેના 3 કાઉન્ટર શરૂ કરાયા છે.

જોકે આ વર્ષે કોરોનાના કારણે ભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર પ્રાસશન દ્વારા ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરાઈ છે. આ વર્ષે ભક્તો ખુબજ ઓછી સંખ્યામાં હજુ સુધી માં અંબાના દર્શન કરવા પહોંચ્યા છે.

દર વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો માઇ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે જોકે આ વર્ષે મેળો બંધ રખાયો છે છતાં પણ દુરદુરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે જોકે બનાસકાંઠા પોલીસ પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તો સુરક્ષિત રહે અને શાંતિથી દર્શન કરી શકે તે માટે ખડેપગે છે.

આ વર્ષે કેમ્પો બંધ હોવા છતાં અને મેળો બંધ હોવાના કારણે હાલ ખુબજ ઓછી માત્રામાં ભક્તો માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી રહ્યા છે. જો કે, પૂનમ સુધી ભક્તોની સંખ્યામાં વધારો થાય તેવી શકયતાઓ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ચારેકોર તબાહી વરસાવવા આવી રહ્યું છે મહાકાય ચક્રવાત બિપરજોય, પવનની આંધી સાથે વરસાદની અપાઈ ભયંકર આગાહી, જાણો..!

ચોમાસુ શરૂ થાય એ પહેલા દરેક વર્ષે અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર કોઈને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *