આજકાલના યુવાનોને નાની મોટી વાતોમાં ખૂબ જ ખોટું લાગતું હોય છે. જેના કારણે તેઓ આત્મહત્યા જેવા ગંભીર પગલા ઉઠાવી લેતા હોય છે. યુવાનોના આ પગલાને કારણે તેમના માતા-પિતાને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હચમચાવી દે તેવો આપઘાતનો બનાવ જામનગર જિલ્લામાં બન્યો છે.
ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં મોટી બાણુંગાર ગામમાં નરેશભાઈ કુંભાભાઈ બારીયાનો પરિવાર રહેતો હતો. નરેશભાઈના પરિવારમાં તેમની પત્ની અને ૨૨ વર્ષીય યુવાન દીકરો સાવન રહેતા હતા. મોટી બાણુગર ગામમાં આંબેડકર ચોક નજીક તેમનું નાનકડું ઘર હતું. તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી…
જેના કારણે નરેશભાઈ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. સાવન પણ મજૂરી કામ માટે અવારનવાર આસપાસના વિસ્તાર માં જતો હતો. જ્યારે એક દિવસ તે પોતાની બાઇક લઇને મજૂરી કામ પર જતો હતો. ત્યારે અચાનક જ તેમના ગામના પ્રભુ જુઠાભાઇ ભેસદડીયા નામના વ્યક્તિ સાથે સામાન્ય અકસ્માત સર્જાયો હતો..
પરંતુ પ્રભુ જુઠાભાઇ ખૂબ જ ગરમ મગજ ના હોવાથી તેણે જાહેરમાં જ સાવનને ગાલ પર ઝાપટ મારી હતી. જેના કારણે સાવનને ખૂબ જ ખોટું લાગ્યું હતું. આ સમગ્ર ઘટનાની વાત સાવને ઘરે માતા-પિતાને કરી નહોતી. પરંતુ ગઈકાલે તેણે અચાનક જ આત્મહત્યા કરવાનો નિર્ણય લઈને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
આત્મહત્યા કરતા પહેલા તેણે એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે પોતાના માતા-પિતા પ્રત્યે પ્યાર દર્શાવ્યો હતો. તેમજ લખ્યું હતું કે તેને જીવવાની કોઈ ઈચ્છા નથી. તેથી તેણે આવું પગલું ભર્યું. તેણે જણાવ્યું કે બે દિવસ પહેલા તેને જ બે ઝાપટ મારવામાં આવી હતી. તેને કારણે સાવનને તેમજ તેના માતા પિતાને ગામના લોકોનું ખોટું સહન કરવું પડતું હતું..
જે સાવન થી જોવાયું નહિ. તેથી તેણે આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે સાવનના માતા-પિતાને જાણ થતા તેણે તરત જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસે સાવનને જાહેરમાં ઝાપટ મારવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]