બોલીવુડ સિતારાઓ ફીમલો સિવાય અનેક ક્ષેત્રના સારા ખરાબ પ્રસંગે સૌ કોઈની પડખે ઉભા રહીની મદદની ભાવના પૂરી કરતા હોઈ છે. હવે સોશિયલ મીડિયાના જમાનામાં તમારી સાથે થતા અન્યાયને સૌ કોઈની સામે લાવીને ન્યાય મંગાવથી તમને સચોટ ન્યાય પણ મળી રહે છે. સલમાન ખાન , અજય દેવગણ, અક્ષય કુમાર , રકુલ પ્રીત , અનુપમ ખેર સહીતના 38 સ્ટાર્સ પર 2019ના રે,પ કેસ બાબતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
38 સ્ટાર્સમાં બોલીવુડના સિતારાઓની સાથે સાથે સાઉથના હીરો હિરોઈન પણ સામેલ છે. આ કેસ દિલહીના એક મોટા વકીલ દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવનું મૂળ 2019 ના એક કેસ સાથે જોડાયેલું છે. તો તમને થશે એ વળી એવો તો શું કેસ છે કે જેમાં ફિલ્મી દુનિયાના મોટા મોટા સિતારા સામે પણ કેસ કરવામાં આવ્યો છે. તો જાણવા માટે વાચવા રહો આ લેખ….
2019 નો કેસ શું હતો : 2019માં હૈદરાબાદ ખાતે એ રે-પનો બનાવ અન્યો હતો. આ બનાવમાં રસ્તા પર પોતાની સ્કુટી લઈને ઘરે જઈ રહેલી છોકરી પર ગેંગરે-પ કર્યો હતો. અને ત્યાર બાદ તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ બનાવ બનતા જ આખા દેશ માંથી સૌ કોઈ લોકો એ આરોપીઓને સજા આપો તેવી માંગ કરી રહ્યા હતા. કારણકે તેઓએ હેવા-નિયતની બધી જ હદો પાર કરીને આ નિમ્ન કક્ષાનું કાંડ આચર્યું હતું.
આ દોષિતો સામે સજાની માંગ સાથે સોશિયલ મીડિયામાં એક મોત અભિયાન શરુ કરાયું હતું. આ અભિયાનમાં દેશના મોટા ભાગના સોશિયલ મીડિયા યુઝરએ પોસ્ટ , સ્ટોરી અને ટ્વીટ દ્વારા પોતાનો આવાજ એક લાચાર દીકરીના ન્યાય માટે ઉઠાવ્યો હતો. આ યુઝરમાં દેશના મોટા મોટા સેલીબ્રીટી પણ સામેલ હતા.
આ સિતારાઓમાં બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મો સાથે સંકળાયેલા ઘણા મોટા એક્ટર પણ સામેલ હતા. આ એકટરોએ પોતાનો મંતવ્ય સોશિયલ મીડિયા પર રજુ કરતી વખતે એક ભૂલ કરી હતી. તેમને દોષિતો પર આક્રોશ અને દીકરી સાથે બનેલી ઘટના પર દુઃખ વ્યક્ત કરતી વખતે પીડિતાની ઓળખ જાહેર કરી દીધી હતી. જે નોહતી કરવાની.
ભારતીય કાયદા મુજબ બળાત્કારના કેસની પીડિતાની ઓળખ જાહેર કરવી એ ગુનો છે. આમ કરવા માટે નિયમો મુજબ સજાની જોગવાઈ છે. આ અંગે દિલ્હી સ્થિત વકીલ ગૌરવ ગુલાટીએ આ 38 સ્ટાર્સ સામે કેસ દાખલ કર્યો છે. હવે આગળ શું થશે એ તો સમય જ કેહશે.
કોના કોના પર થયો છે કેસ : આ બાબતે જે મોટા સ્ટાર્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમાં અજય દેવગણ, અક્ષય કુમાર, સલમાન ખાન, અનુપમ ખેર, રકુલપ્રીત સિંહ અને ફરહાન અખ્તર જેવા મોટા નામ સામેલ છે. આ સ્ટાર્સ સિવાય સાઉથની ફિલ્મોના કલાકારો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
કેસ કરનાર વકીલ કોણ છે ? : આ કેસ કરનાર વકીલ દિલ્હીના છે. તેમનું નામ વકીલ ગૌરવ ગુલાટી છે. તેઓએ સલમાન અને અક્ષય સહીતના એક્ટર સામે કેસ દાખલ કર્યો છે. ગૌરવ ગુલાટીએ સબ્જી મંડી પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 228A હેઠળ કેસ નોંધીને તીસ હજારી કોર્ટમાં અરજી કરી છે. ગૌરવ ગુલાટીએ આ મામલે કહ્યું છે કે સ્ટાર્સ સામાન્ય લોકો માટે એક મિસાલ હોય છે. પરંતુ આ સ્ટાર્સ પોતે પીડિતાની ઓળખ છતી કરી. અરજી દાખલ કરતી વખતે ગૌરવએ આ સ્ટાર્સની ધરપકડ કરવાની માંગ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]